સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત

May 30, 2026 - 03:00
સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો, ટ્રાફિકથી લઈ અશાંત ધારા મુદ્દે આક્રમક રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


BJP MLA Kanti Balar On Surat Police: સુરતમાં પોલીસની કામગીરી સામે સત્તાધારી ભાજપના ધારાસભ્યનું આક્રમક વલણ જોવા મળ્યું છે. શહેરમાં દિવસેને દિવસે બેકાબૂ બની રહેલી ટ્રાફિક સમસ્યા, વરાછા-કતારગામ-વેડ રોડ વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસના ત્રાસ, સિગ્નલ પર મોબાઈલમાં વ્યસ્ત ટ્રાફિક પોલીસ તેમજ અશાંત ધારા હેઠળ નિયમ ભંગની ફરિયાદ કરવા જતા અરજદારોને પોલીસ સ્ટેશને એક યા બીજા કારણો આપી ધક્કા ખવડાવવામાં આવતા હોવાના મામલે ભાજપના ધારાસભ્યએ પોલીસ તંત્ર સામે આક્રમક રજૂઆત કરી હતી. 

સુરત પોલીસની કામગીરી સામે ભાજપના ધારાસભ્યનો બળાપો

પોલીસ સાથે સંકલન બેઠકમાં ભાજપના ધારાસભ્યએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં ફરિયાદી થાકી જાય પછી કેસ ઢીલો પડી જતો હોવાની ફરિયાદ સહિતની કડક ટિપ્પણીઓ બાદ પોલીસની કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0