દિવતણ ગામમાં ગેરકાયદે ચર્ચનું બાંધકામ અને ધર્માંતરણ પ્રવૃત્તિ અટકાવવા લોકમાંગ

Jun 19, 2026 - 03:00
દિવતણ ગામમાં ગેરકાયદે ચર્ચનું બાંધકામ અને ધર્માંતરણ પ્રવૃત્તિ અટકાવવા લોકમાંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉમરપાડા તાલુકાના દિવતણ ગામમાં કોઇપણ જાતની મંજૂરી વિના ચર્ચનું નિર્માણ કરાતું હોવા સાથે ધર્માંતરણ પ્રવત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો ઉઠયા છે. આ ગંભીર મામલે રોષે ભરાયેલા દિવતણ ગામના રહીશોએ સુરત જિલ્લા કલેક્ટર અને ઉમરપાડા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આ ગેરકાયદેસરે ધાર્મિક પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવી કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે. ગામનાં લોકોનો આક્ષેપ છે કે ગામના જ એક સ્થાનિક વ્યક્તિના ઘરે દર રવિવારે બહારથી કેટલાક પાસ્ટરો આવે છે અને આદિવાસીઓને વિવિધ પ્રકારની લાલચો આપી તેમજ ભ્રામક રીતે ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રામજનો જણાવે છે કે, ગામમાં અત્યાર સુધી કોઇપણ વ્યક્તિએ કાયદેસરની પ્રક્રિયા મુજબ ધર્મ પરિવર્તન કર્યું નથી, ગામમાં સરકારી ગૌચરની જમીન પર કોઇપણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વિના ચર્ચનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો છે. બહારથી આવતા પાસ્ટરો દ્વારા વિરોધ કરનાર સ્થાનિક ગ્રામજનોને ધમકાવવામાં આવતા હોવાથી હાલ ગામમાં ભયનું વાતાવરણ સર્જાયુ છે. જેથી તાત્કાલિક ધર્માંતરણની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને સઘન તપાસ અને કાર્યવાહી લોકોએ માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0