સરપ્રાઇઝ કોમ્બિંગ કરીને ગુનેગારોને શબક શીખવવા પોલીસ કમિશનર જી એસ મલિકે સુચના આપી

Nov 30, 2024 - 01:30
સરપ્રાઇઝ કોમ્બિંગ કરીને ગુનેગારોને શબક શીખવવા પોલીસ કમિશનર જી એસ મલિકે સુચના આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

પોલીસ કમિશનર જીએસ મલિકે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં સુચના આપી હતી કે વાહન ચેકિંગ સમયે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે બાબતે પોલીસે ખાસ ધ્યાન રાખવું. તેમજ સરપ્રાઇઝ કામ્બિંગ કરીને ગુનેગારોને શબક શીખવીને લોકોમાં ભય ન રહે તે પ્રકારે કાર્યવાહી કરવી. એટલું જ નહી પોલીસ અધિકારીઓ ઓફિસમાં રહેવાના બદલે ફિલ્ડમાં રહે અને અરજીનો ઝડપથી નિકાલ કરીને જરૃર લાગે ત્યાં ગુનો નોંધીને કાર્યવાહી કરવી. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર જી એસ મલિકે  ચાલુ વર્ષે અત્યાર સુધીમાં  ૮૪૬ પાસાની સજા કરી છે. જેમાં  ૪૨૫ બુટલેગરોને પાસા કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0