શ્રાવણમાં સોમનાથ મહાદેવના દર્શને જવાના હોવ તો આટલું ખાસ જાણી લેજો, નહીંતર પડશે મુશ્કેલી

Somnath Mahadev Visit : શ્રાવણ મહિના દરમિયાન ભોળેનાથના ભક્તો પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા માટે જતા હોય છે. સોમનાથ ખાતે મહાદેવના દર્શનાર્થે આવતા મોટાભાગના શ્રદ્ધાળુઓ પોતાના વાહનો લઈને આવતા હોય છે. આ દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો ન સર્જાય અને કાયદો-વ્યવસ્થાના પાલન કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે 3 નવેમ્બર સુધી જાહેરનામુ અમલમાં રહેશે અને જાહેરનામુનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.શ્રદ્ધાળુઓની પાર્કિંગ વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટરનું જાહેરનામુ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડી જાણકારી આપી હતી કે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુના વાહનોની એન્ટ્રી સફારી બાયપાસ થઈને ગુડલક સર્કલ અને વેણેશ્વરથી પસાર થઈને ન્યૂ ગૌરીકુંડ પાસે પાર્કિંગ કરવાનું રહેશે. જ્યારે મહાદેવના દર્શન કર્યા પછી શ્રદ્ધાળુઓએ પાર્કિંગ કરેલી જગ્યાએથી પોતાના વાહનો લઈને પરત ફરવા માટે ત્રિવેણી રોડ પર આવેલા પ્રજાતપિ ધર્મશાળા નજીકના નવા બનાવવામાં આવેલા સિમેન્ટના રસ્તેથી સદભાવના ગ્રાઉન્ડ અને ત્યાંથી સીધા સફારી બાયપાસ થઈને જવાનું રહેશે.આ પણ વાંચો : બીચ પર આતંકવાદી હુમલો, 32ના મોત : સોમાલિયાના પાટનગરમાં હુમલા બાદ 63 ઈજાગ્રસ્તઅમુક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનઆ ઉપરાંત, એકમાર્ગીય રસ્તા તરીકે ગુડલક સર્કલ તરફથી આવતા વાહનોને બહાર નીકળવા માટે સોમનાથ શોપિંગ સેન્ટર - જૂના અહલ્યાબાઈ મંદિર - એટીએમ વાળી ગલીથી બહાર નીકળી શકાશે. જ્યારે નો પાર્કિંગ ઝોનને લઈને ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધીના રુટમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી દર્શનાર્થીઓને યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવા સૂચના આપવામાં આવી હતી.આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, જુઓ ઓરેન્જ અને યલો એલર્ટની લેટેસ્ટ અપડેટ3 નવેમ્બર સુધી જાહેરનામુ અમલમાંસોમનાથ ખાતે આવતા શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યાં છે, ત્યારે કલેક્ટર દ્વારા નવ એકઝિક્યુટીવ મેજિસ્ટેટ, 10 ક્લાર્ક, ત્રણ રેવન્યુ તલાટીને જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરનામુ 5 ઓગસ્ટથી લાગુ કરવાની સાથે 3 નવેમ્બર સુધી તેનો અમલ કરવાનો રહેશે. આ દરમિયાન જાહેરનામુનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રાવણમાં સોમનાથ મહાદેવના દર્શને જવાના હોવ તો આટલું ખાસ જાણી લેજો, નહીંતર પડશે મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Somnath

Somnath Mahadev Visit : શ્રાવણ મહિના દરમિયાન ભોળેનાથના ભક્તો પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે દર્શન કરવા માટે જતા હોય છે. સોમનાથ ખાતે મહાદેવના દર્શનાર્થે આવતા મોટાભાગના શ્રદ્ધાળુઓ પોતાના વાહનો લઈને આવતા હોય છે. આ દરમિયાન ટ્રાફિકજામના દ્રશ્યો ન સર્જાય અને કાયદો-વ્યવસ્થાના પાલન કરવા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે 3 નવેમ્બર સુધી જાહેરનામુ અમલમાં રહેશે અને જાહેરનામુનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શ્રદ્ધાળુઓની પાર્કિંગ વ્યવસ્થા અંગે જિલ્લા કલેક્ટરનું જાહેરનામુ 

જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડી જાણકારી આપી હતી કે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુના વાહનોની એન્ટ્રી સફારી બાયપાસ થઈને ગુડલક સર્કલ અને વેણેશ્વરથી પસાર થઈને ન્યૂ ગૌરીકુંડ પાસે પાર્કિંગ કરવાનું રહેશે. જ્યારે મહાદેવના દર્શન કર્યા પછી શ્રદ્ધાળુઓએ પાર્કિંગ કરેલી જગ્યાએથી પોતાના વાહનો લઈને પરત ફરવા માટે ત્રિવેણી રોડ પર આવેલા પ્રજાતપિ ધર્મશાળા નજીકના નવા બનાવવામાં આવેલા સિમેન્ટના રસ્તેથી સદભાવના ગ્રાઉન્ડ અને ત્યાંથી સીધા સફારી બાયપાસ થઈને જવાનું રહેશે.

આ પણ વાંચો : બીચ પર આતંકવાદી હુમલો, 32ના મોત : સોમાલિયાના પાટનગરમાં હુમલા બાદ 63 ઈજાગ્રસ્ત

અમુક વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન

આ ઉપરાંત, એકમાર્ગીય રસ્તા તરીકે ગુડલક સર્કલ તરફથી આવતા વાહનોને બહાર નીકળવા માટે સોમનાથ શોપિંગ સેન્ટર - જૂના અહલ્યાબાઈ મંદિર - એટીએમ વાળી ગલીથી બહાર નીકળી શકાશે. જ્યારે નો પાર્કિંગ ઝોનને લઈને ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી અને હમીરજી સર્કલથી ત્રિવેણી રોડ સુધીના રુટમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી દર્શનાર્થીઓને યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાક ભારે વરસાદની આગાહી, જુઓ ઓરેન્જ અને યલો એલર્ટની લેટેસ્ટ અપડેટ

3 નવેમ્બર સુધી જાહેરનામુ અમલમાં

સોમનાથ ખાતે આવતા શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યાં છે, ત્યારે કલેક્ટર દ્વારા નવ એકઝિક્યુટીવ મેજિસ્ટેટ, 10 ક્લાર્ક, ત્રણ રેવન્યુ તલાટીને જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરનામુ 5 ઓગસ્ટથી લાગુ કરવાની સાથે 3 નવેમ્બર સુધી તેનો અમલ કરવાનો રહેશે. આ દરમિયાન જાહેરનામુનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.