Kheda પોલીસે 6 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા,5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે સમર્થ પેકેજિંગ કંપનીમાં દરોડા કરી 6 લોકોને ઝડપ્યાધોળકાના લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા પોલીસે કુલ રૂપિયા 5, 87,100નો મુદ્દામાલ જપ્ત કર્યો ખેડામાં પોલીસે દારૂની મહેફિલ માણતા લોકોને રંગે હાથ ઝડપ્યા છે. ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની મેહફીલ કરતા 6 લોકો ઝડપાયા છે. લીંબાસી પોલીસે બાતમીના આધારે સમર્થ પેકેજીંગ કંપનીમાં દરોડા પાડ્યા હતા અને દારૂની મહેફિલ માણતા લોકોને પકડી લીધા હતા. પોલીસે 6 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા લીંબાસી પાસે રણાસર ગામે આવેલી સમર્થ પેકીજીંગ નામની કંપનીમાં 6 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી અને પોલીસે તમામ લોકોને રંગે હાથ ઝડપી લીધા છે. ધોળકાના લોકો સમર્થ પેકિંજીંગમાં દારૂની મહેફિલ માણવા બેઠા હતા. વિદેશી પાસ કે પરમીટ વગર દારૂ અને બિયરની મેહફિલ આ લોકો માણી રહ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 5, 87,100નો મુદ્દામાલ જપ્ત કર્યો ત્યારે હાલમાં પોલીસ દ્વારા પાસ પરમીટ વગરની દારૂની બોટલ, બિયર, સ્કોર્પિયો ગાડી , એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, પોલીસે કુલ 5,87,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 2024 પ્રોહિ એકટ કલમ 85, 66(1)B, 65 AA, 83, 75A, 81 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે શામળાજી પોલીસે ટ્રકમાંથી 12 લાખથી વધુનો દારુ ઝડપ્યો ગઈકાલે જ અરવલ્લી જિલ્લાના શામળાજીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. અણસોલ ચેક પોસ્ટ પરથી પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 12 લાખથી વધુ કિંમતનો દારુ ઝડપ્યો હતો. પોલીસે બાતમીના આધારે અલગ અલગ બ્રાન્ડની 169 નંગ પેટીઓ ઝડપી હતી અને 12 લાખથી વધુનો દારૂ તેમજ ટ્રક સહિત 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યમાં ઘણી જગ્યાએ કરોડો રૂપિયાનો દારુ ઝડપાયો છે અને પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પોલીસે સમર્થ પેકેજિંગ કંપનીમાં દરોડા કરી 6 લોકોને ઝડપ્યા
- ધોળકાના લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા
- પોલીસે કુલ રૂપિયા 5, 87,100નો મુદ્દામાલ જપ્ત કર્યો
ખેડામાં પોલીસે દારૂની મહેફિલ માણતા લોકોને રંગે હાથ ઝડપ્યા છે. ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની મેહફીલ કરતા 6 લોકો ઝડપાયા છે. લીંબાસી પોલીસે બાતમીના આધારે સમર્થ પેકેજીંગ કંપનીમાં દરોડા પાડ્યા હતા અને દારૂની મહેફિલ માણતા લોકોને પકડી લીધા હતા.
પોલીસે 6 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા
લીંબાસી પાસે રણાસર ગામે આવેલી સમર્થ પેકીજીંગ નામની કંપનીમાં 6 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી અને પોલીસે તમામ લોકોને રંગે હાથ ઝડપી લીધા છે. ધોળકાના લોકો સમર્થ પેકિંજીંગમાં દારૂની મહેફિલ માણવા બેઠા હતા. વિદેશી પાસ કે પરમીટ વગર દારૂ અને બિયરની મેહફિલ આ લોકો માણી રહ્યા હતા.
પોલીસે કુલ રૂપિયા 5, 87,100નો મુદ્દામાલ જપ્ત કર્યો
ત્યારે હાલમાં પોલીસ દ્વારા પાસ પરમીટ વગરની દારૂની બોટલ, બિયર, સ્કોર્પિયો ગાડી , એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, પોલીસે કુલ 5,87,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 2024 પ્રોહિ એકટ કલમ 85, 66(1)B, 65 AA, 83, 75A, 81 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે શામળાજી પોલીસે ટ્રકમાંથી 12 લાખથી વધુનો દારુ ઝડપ્યો
ગઈકાલે જ અરવલ્લી જિલ્લાના શામળાજીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. અણસોલ ચેક પોસ્ટ પરથી પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે ટ્રકમાંથી રૂપિયા 12 લાખથી વધુ કિંમતનો દારુ ઝડપ્યો હતો. પોલીસે બાતમીના આધારે અલગ અલગ બ્રાન્ડની 169 નંગ પેટીઓ ઝડપી હતી અને 12 લાખથી વધુનો દારૂ તેમજ ટ્રક સહિત 40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજ્યમાં ઘણી જગ્યાએ કરોડો રૂપિયાનો દારુ ઝડપાયો છે અને પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી છે.