Kutchની રોગન આર્ટ કળા વિશ્વ વિખ્યાત બની, પરિવારને અનેક એવોર્ડથી મળ્યું સન્માન
કચ્છના નિરોણા ગામની રોગન આર્ટ કળા વિશ્વ વિખ્યાત બની જવા પામી છે. ખત્રી પરિવાર છેલ્લા 300 વર્ષથી રોગન આર્ટના હસ્તકલા કારીગરી સાથે જોડાયેલો છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં રોગન આર્ટએ ભારે આકર્ષણ ઉભું કર્યું છે.પરિવાર 300 વર્ષથી રોગન આર્ટ કલા સાથે જોડાયેલો રોગન આર્ટ કળા વર્ષો જુની પરંપરાગત હસ્તકળા છે. ભારતમાં એકમાત્ર કચ્છના નિરોણામાં ખત્રી પરિવારે આ હસ્તકલાને જીવંત રાખી છે. આ પરિવાર 300 વર્ષથી રોગન આર્ટ કલા સાથે જોડાયેલો છે. હાલમાં આ પરિવારની આઠમી પેઠી રોગનઆર્ટ કલા પર કામ કરે છે. રોગન એટલે એંરડાના તેલને 2 દિવસ સુધી જંગલમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ ઠંડાપાણીમાં મિશ્રિત કરવામાં આવે છે. તેમાં અલગ અલગ કુદરતી રંગો મિશ્રિત કરવામાં આવે છે અને આને રોગન કહેવાય છે. રોગન આર્ટના કારીગર અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે ત્યારબાદ 6 ઈંચ પાતળા મેટલ કલમની વડે કાપડ પર રોગન આર્ટ ડીઝાઈન તૈયાર કરવામાં આવે છે. રોગન આર્ટના કારીગર અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. કચ્છના નિરોણા ખાતે ભારતની એકમાત્ર હેરીટેજ ગણાતી રોગન આર્ટ હસ્તકલાને જોવા અને જાણવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવી રહ્યા છે. વિદેશમાંથી આવતા લોકો રોગન આર્ટ કળાની જાણકારી તેમજ ખરીદી કરવાનું ચૂકતા નથી. અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટી તેમજ મિનિસ્ટરોએ અહિયાંની મુલાકાત લીધી છે. PM મોદીએ બરાક ઓબામાને રોગન આર્ટ આર્ટીકલની ભેટ આપી હતી વડાપ્રદાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે બરાક ઓબામાને પ્રથમ વખત રોગન આર્ટ આર્ટીકલની ભેટ આપી હતી. આર્ટ સાથે સંકળાયેલા પરિવારના મોટાભાગના કારીગરોને નેશનલ તેમજ ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોડ્સ એવોર્ડ લંડન 2023 અને ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ એવોર્ડ ઈંગ્લેન્ડ 2024 જેવા ઈન્ટરનેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના નિરોણા ગામની રોગન આર્ટ કળા વિશ્વ વિખ્યાત બની જવા પામી છે. ખત્રી પરિવાર છેલ્લા 300 વર્ષથી રોગન આર્ટના હસ્તકલા કારીગરી સાથે જોડાયેલો છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓમાં રોગન આર્ટએ ભારે આકર્ષણ ઉભું કર્યું છે.
પરિવાર 300 વર્ષથી રોગન આર્ટ કલા સાથે જોડાયેલો
રોગન આર્ટ કળા વર્ષો જુની પરંપરાગત હસ્તકળા છે. ભારતમાં એકમાત્ર કચ્છના નિરોણામાં ખત્રી પરિવારે આ હસ્તકલાને જીવંત રાખી છે. આ પરિવાર 300 વર્ષથી રોગન આર્ટ કલા સાથે જોડાયેલો છે. હાલમાં આ પરિવારની આઠમી પેઠી રોગનઆર્ટ કલા પર કામ કરે છે. રોગન એટલે એંરડાના તેલને 2 દિવસ સુધી જંગલમાં ઉકાળવામાં આવે છે. ત્યારબાદ ઠંડાપાણીમાં મિશ્રિત કરવામાં આવે છે. તેમાં અલગ અલગ કુદરતી રંગો મિશ્રિત કરવામાં આવે છે અને આને રોગન કહેવાય છે.
રોગન આર્ટના કારીગર અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે
ત્યારબાદ 6 ઈંચ પાતળા મેટલ કલમની વડે કાપડ પર રોગન આર્ટ ડીઝાઈન તૈયાર કરવામાં આવે છે. રોગન આર્ટના કારીગર અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. કચ્છના નિરોણા ખાતે ભારતની એકમાત્ર હેરીટેજ ગણાતી રોગન આર્ટ હસ્તકલાને જોવા અને જાણવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો આવી રહ્યા છે. વિદેશમાંથી આવતા લોકો રોગન આર્ટ કળાની જાણકારી તેમજ ખરીદી કરવાનું ચૂકતા નથી. અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટી તેમજ મિનિસ્ટરોએ અહિયાંની મુલાકાત લીધી છે.
PM મોદીએ બરાક ઓબામાને રોગન આર્ટ આર્ટીકલની ભેટ આપી હતી
વડાપ્રદાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે બરાક ઓબામાને પ્રથમ વખત રોગન આર્ટ આર્ટીકલની ભેટ આપી હતી. આર્ટ સાથે સંકળાયેલા પરિવારના મોટાભાગના કારીગરોને નેશનલ તેમજ ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં વર્લ્ડ બુક ઓફ રેકોડ્સ એવોર્ડ લંડન 2023 અને ગ્લોબલ બુક ઓફ એક્સેલન્સ એવોર્ડ ઈંગ્લેન્ડ 2024 જેવા ઈન્ટરનેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે.