Khyati Hospital: મૃતકના પરિવારજનોની વેદના સાંભળવા પહોંચી સંદેશ ન્યૂઝની ટીમ...ન્યાયની કરી માંગણી
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ ખળભળાટ મચ્યો હતો. તેવામાં મૃતકના પરિવારજનોની વેદના વાચા આપવા માટે સંદેશ ન્યૂઝની ટીમ કડીના બોરીસણા ગામ પહોંચી છે. કડીના બોરીસણા ગામના ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે 2 દર્દીઓના મોત થયા હતા. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી કડીના બોરીસણા ગામમૃતકના પરિવારજનોએ સંદેશ ન્યૂઝની ટીમ સમક્ષ વેદના ઠાલવી હતી અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી હતી. કડીમાં મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજનોની વેદના સાંભળવતા કહ્યું હતું કે, મૃતક મહેશ બાટોલ રોજ 5 કિમી સાયકલ ચલાવતા હતા, કોઈ પણ પ્રકારની બીમારી મહેશભાઈને નહોતી. પૈસા કમાવવા હોસ્પિટલે નિર્દોષ લોકોનો જીવ લઇ લીધો છે.દર્દીના પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે, મારાં બાને તકલીફ હતી, જેઓ મારા પપ્પા જોડે હોસ્પિટલમાં આવ્યા હતા. પપ્પાને કોઈ તકલીફ ન હતી. પરંતું મમ્મી જોડે પપ્પાનું પણ ઓપરેશન કરી નાંખ્યું. હવે તેઓ ICUમાં એડમિટ છે. ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ રોષદર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે.10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. શું હતી સમગ્ર ઘટના? કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાં છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે. કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે. બીજીવાર આચર્યું કૌભાંડ? નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર આવવું તે પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. તે વખતે પણ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે કંઈ નક્કર માહિતી સામે આવી દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ ખળભળાટ મચ્યો હતો. તેવામાં મૃતકના પરિવારજનોની વેદના વાચા આપવા માટે સંદેશ ન્યૂઝની ટીમ કડીના બોરીસણા ગામ પહોંચી છે. કડીના બોરીસણા ગામના ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને કારણે 2 દર્દીઓના મોત થયા હતા.
સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી કડીના બોરીસણા ગામ
મૃતકના પરિવારજનોએ સંદેશ ન્યૂઝની ટીમ સમક્ષ વેદના ઠાલવી હતી અને સરકાર પાસે ન્યાયની માંગણી કરી હતી. કડીમાં મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના પરિવારજનોની વેદના સાંભળવતા કહ્યું હતું કે, મૃતક મહેશ બાટોલ રોજ 5 કિમી સાયકલ ચલાવતા હતા, કોઈ પણ પ્રકારની બીમારી મહેશભાઈને નહોતી. પૈસા કમાવવા હોસ્પિટલે નિર્દોષ લોકોનો જીવ લઇ લીધો છે.
દર્દીના પરિવારજનોએ વધુમાં જણાવ્યું કે, મારાં બાને તકલીફ હતી, જેઓ મારા પપ્પા જોડે હોસ્પિટલમાં આવ્યા હતા. પપ્પાને કોઈ તકલીફ ન હતી. પરંતું મમ્મી જોડે પપ્પાનું પણ ઓપરેશન કરી નાંખ્યું. હવે તેઓ ICUમાં એડમિટ છે.
ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ રોષ
દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજાનનો લાભ લઈને મોતનો વેપાર ચલાવે છે.10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. કોઈપણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલની બેદરકારીથી 2 લોકોના મોતનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
કડીમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં. જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાં છે. આ સિવાય અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં છે.
કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકી ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં ગઈકાલ સાંજથી જ કોઈ જવાબદાર ડૉક્ટર હાજર નથી. હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન સહિતના લોકો પણ ગેરહાજર છે. માત્ર એક જ ડૉક્ટર ICU માં હાજર છે.
બીજીવાર આચર્યું કૌભાંડ?
નોંધનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં આવું કૌભાંડ બહાર આવવું તે પહેલીવાર નથી બન્યું. વર્ષ 2022માં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સાણંદના તેલાવ ગામમાં હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પણ આ પ્રકારે દર્દીઓને હોસ્પિટલ બોલાવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. તે વખતે પણ ત્રણ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતાં.
જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જોકે, તે વિશે કંઈ નક્કર માહિતી સામે આવી દર્દીઓને ન્યાય મળે તે પહેલાં જ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફરી કેમ્પ યોજી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું. હાલ આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યાં છે અને દર્દીઓને ન્યાય અપાવવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે, સત્ય હકીકત શું છે અને દર્દીના મોતનું કારણ તો તપાસ બાદ જ સામે આવશે.