Patanમા બિરાજમાન સધી માં ના ઈતિહાસની જાણો મહત્વપૂર્ણ વાત, Special Story

પાટણ શહેર એ ઐતિહાસિક નગર સાથે સાથે ધાર્મિક નગર તરીકે પણ ઓળખાય છે પાટણ શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જે મંદિરોમાં કંઈ ને કઈ ઇતિહાસ છૂપાયેલો છે અને આ પ્રચાની મંદિરો પર શ્રદ્ધાળુઓ અનેક આસ્થાઓ સાથે માથું ટેકી નમન કરતા હોય છે ત્યારે આવાજ એક મંદિરની આજે વાત કરીએ જ્યાં બિરાજ માન છે સધી માં તો જોઈએ સધીમાં ના મંદિરનો ઇતિહાસ. પાટણમાં આવ્યું છે મંદિર પાટણ શહેરમાં ભરબજાર વિસ્તારમાં આવેલ ત્રણ દરવાજા ખાતે આવેલું છે મંદિર જ્યાં બિરાજમાન છે સિદ્ધથી આવેલા સધીમાં અને અહીંયા રોજના હજારો ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે જેમાં ખાસ કરીને રવિવારના દિવસે માં ના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને ભક્તો મંદિરમમાં સાક્ષાત હાજર સધીમાં પર પોતાની અતૂટ આસ્થા અને શ્રદ્ધા સાથે અનેક માનતાઓ પણ રાખતા હોય છે અને એ માનતા પૂર્ણ થયા ત્યારે માંના મંદિરે આવી માથું નમાવી પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવતા હોય છે. ભાભીએ માર્યુ મેણું રાજા સિદ્ધરાજસિંહનો રાજ્યાભીશેક થયો હતો અને ગાદીપર બેસી રાજપાટ સંભાળે તે પહેલા સિદ્ધરાજની ભાભીએ મેણું માર્યું કે તમારે ગાદી પર બેસવું હોય તો પહેલા સિંધ પ્રદેશમાંથી હમીર કકુની ભેંસો લઈ આવી પછી જ રાજપાટ સંભાળો,ભાભીનું મેણું સાંભળી રાજા સિદ્ધરાજ લશ્કર લઈ સિંધ પ્રદેશમાં હમીર કંકુની ભેંસો લેવા નીકળી જાય છે પરંતુ હમીર અને કકુ સધીમાંની ભક્તિમાં રંગાઈ ગયેલા હતા અને સમગ્ર સિદ્ધ પ્રદેશની રક્ષા સ્વયં સધીમાં કરે છે આ જાણી સિદ્ધરાજ સમજે છે કે લશ્કર દ્વારા હમીર કકુની ભેંસો લઈ પાટણ જવુ શક્ય નથી. માતાજી થયા પ્રસન્ન પરંતુ ભાભીનું મેણું હતું કે ભેંસો લઈ પછીજ ગાદી પર બિરાજમાન થવું જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરાણા ખાતે બિરાજમાન ખોડિયારમાંના મંદિરે જાય છે અને માં ખોડિયાર પાસે હમીર કકુની ભેંસો લાવવા મદદની માંગ કરે છે, સિદ્ધરાજ દ્વારા ખુબ પ્રાર્થના કરવા છતાં ખોડિયારમાં કોઈ ઉત્તર આપતા નથી પરંતુ સિદ્ધરાજ જયસિંહ હટ મુકતા નથી અને તલવાર લઈ પોતાનું મસ્તકમાંના ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરે છે અને તવામાં સિદ્ધરાજની હટ જોઈ ખોડિયારમાં પ્રગટ થાય છે અને હમીર કકુની ભેંસો લાવવા માટે મદદ કરવાનું વચન આપી સિદ્ધરાજ સાથે સિદ્ધ પ્રદેશમાં જાય છે. પાટણમાં પીરો રખાપો રાખતા ખોડિયારમાં સધીમાંને મનાવે છે અને ત્રણ દિવસમાં પરત ભેંસો આપવાના વચન સાથે ભેંસો આપવામાં આવે છે પછી સિદ્ધરાજ ભેંસો લઈ પાટણ આવે છે ( એક લૉક વાયકા પ્રમાણે 150 ભેંસો અને એક લૉક વાયકા પ્રમાણે 250 ભેંસો )સમય વીતવા છતાં ભેંસો પરત ના આવતા હમીર કકુ સધીમાં જોડે જાય છે અને કહે છે કે ભેંસો ક્યાં, ત્યારે માં સધી કહે છે કે મને ઊંઘ આવી ગઈ હતી એટલે મને ખબર નથી,સધી મા નો આ જવાબ સાંભળી હમીર અને કકુ માંને ના કહેવાના મેણાં મારે છે.હમીર કકુના મેણાં સહન ના થતા માં સધી ભેંસો પરત લેવા પાટણ આવે છે પરંતુ કહેવાય છે પાટણમાં પીરોનો વાસો હતો એટલેકે પાટણની ફરતે પીરો રખાપો કરતા હતા. માતાજીને પણ રોકવામાં આવ્યા હતા જયારે માં સધી પાટણમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે પીરો દ્વારા રોકવામાં આવે છે અને કહે છે કે કોણ છો તમેં અને કેમ અહીંયા આવ્યા છો ત્યારે માં સધી કહે છે કે હું સાક્ષાત સધી માઁ છું અને સિદ્ધરાજસિંહ જોડે હમીર કકુની ભેંસો પરત લેવા આવી છું મને જવા દો તો પરંતુ પીરો દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પરચો બતાવો તો અમે તમને માં સધી માનીએ નહીં તો અમે નહીં જવા દઈએ ત્યારે સધી માં કહે છે કે પાતળી દોરી લાવો અને બન્ને છેડા પકડો ત્યારે માં સધી દોરી દ્વારા કૂદી પરચો બતાવી પાટણમાં પ્રવેશ કરે છે અને સિદ્ધરાજસિંહ જોડે થી હમીર કકુની ભેંસો લઈ સિંધમાં પરત ફરી ભેંસો હમીર કકુ ને પાછી આપે. દિવ્યજયોત પ્રજ્જવલિત માં સધીને હવે હમીર કકુના પ્રદેશમાં રહેવું નતુ અને સિદ્ધરાજસિંહ પણ પરમ શક્તિ ના ઉપાશક હતા અને સિદ્ધરાજે પણ માઁ સધી ને પાટણમાં બિરાજમાન થવા વિનંતી કરે છે અને સધીમાઁ સિદ્ધ છોડી પાટણ બિરાજમાન થાય છે અને હાલે પણ પાટણના ત્રણ દ્વારા ખાતે માતાજી ની ગોખ છે અને ત્યાં સધી માની દિવ્યજ્યોત સતત પ્રજ્જવલિત છે.  

Patanમા બિરાજમાન સધી માં ના ઈતિહાસની જાણો મહત્વપૂર્ણ વાત, Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટણ શહેર એ ઐતિહાસિક નગર સાથે સાથે ધાર્મિક નગર તરીકે પણ ઓળખાય છે પાટણ શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જે મંદિરોમાં કંઈ ને કઈ ઇતિહાસ છૂપાયેલો છે અને આ પ્રચાની મંદિરો પર શ્રદ્ધાળુઓ અનેક આસ્થાઓ સાથે માથું ટેકી નમન કરતા હોય છે ત્યારે આવાજ એક મંદિરની આજે વાત કરીએ જ્યાં બિરાજ માન છે સધી માં તો જોઈએ સધીમાં ના મંદિરનો ઇતિહાસ.

પાટણમાં આવ્યું છે મંદિર

પાટણ શહેરમાં ભરબજાર વિસ્તારમાં આવેલ ત્રણ દરવાજા ખાતે આવેલું છે મંદિર જ્યાં બિરાજમાન છે સિદ્ધથી આવેલા સધીમાં અને અહીંયા રોજના હજારો ભક્તો માના દર્શન કરી ધન્યતા અનુભવે છે જેમાં ખાસ કરીને રવિવારના દિવસે માં ના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અને ભક્તો મંદિરમમાં સાક્ષાત હાજર સધીમાં પર પોતાની અતૂટ આસ્થા અને શ્રદ્ધા સાથે અનેક માનતાઓ પણ રાખતા હોય છે અને એ માનતા પૂર્ણ થયા ત્યારે માંના મંદિરે આવી માથું નમાવી પ્રસાદ ચડાવી ધન્યતા અનુભવતા હોય છે.


ભાભીએ માર્યુ મેણું

રાજા સિદ્ધરાજસિંહનો રાજ્યાભીશેક થયો હતો અને ગાદીપર બેસી રાજપાટ સંભાળે તે પહેલા સિદ્ધરાજની ભાભીએ મેણું માર્યું કે તમારે ગાદી પર બેસવું હોય તો પહેલા સિંધ પ્રદેશમાંથી હમીર કકુની ભેંસો લઈ આવી પછી જ રાજપાટ સંભાળો,ભાભીનું મેણું સાંભળી રાજા સિદ્ધરાજ લશ્કર લઈ સિંધ પ્રદેશમાં હમીર કંકુની ભેંસો લેવા નીકળી જાય છે પરંતુ હમીર અને કકુ સધીમાંની ભક્તિમાં રંગાઈ ગયેલા હતા અને સમગ્ર સિદ્ધ પ્રદેશની રક્ષા સ્વયં સધીમાં કરે છે આ જાણી સિદ્ધરાજ સમજે છે કે લશ્કર દ્વારા હમીર કકુની ભેંસો લઈ પાટણ જવુ શક્ય નથી.

માતાજી થયા પ્રસન્ન

પરંતુ ભાભીનું મેણું હતું કે ભેંસો લઈ પછીજ ગાદી પર બિરાજમાન થવું જેથી સિદ્ધરાજ પાટણ આવવાની જગ્યાએ વરાણા ખાતે બિરાજમાન ખોડિયારમાંના મંદિરે જાય છે અને માં ખોડિયાર પાસે હમીર કકુની ભેંસો લાવવા મદદની માંગ કરે છે, સિદ્ધરાજ દ્વારા ખુબ પ્રાર્થના કરવા છતાં ખોડિયારમાં કોઈ ઉત્તર આપતા નથી પરંતુ સિદ્ધરાજ જયસિંહ હટ મુકતા નથી અને તલવાર લઈ પોતાનું મસ્તકમાંના ચરણોમાં અર્પણ કરવાનું નક્કી કરે છે અને તવામાં સિદ્ધરાજની હટ જોઈ ખોડિયારમાં પ્રગટ થાય છે અને હમીર કકુની ભેંસો લાવવા માટે મદદ કરવાનું વચન આપી સિદ્ધરાજ સાથે સિદ્ધ પ્રદેશમાં જાય છે.


પાટણમાં પીરો રખાપો રાખતા

ખોડિયારમાં સધીમાંને મનાવે છે અને ત્રણ દિવસમાં પરત ભેંસો આપવાના વચન સાથે ભેંસો આપવામાં આવે છે પછી સિદ્ધરાજ ભેંસો લઈ પાટણ આવે છે ( એક લૉક વાયકા પ્રમાણે 150 ભેંસો અને એક લૉક વાયકા પ્રમાણે 250 ભેંસો )સમય વીતવા છતાં ભેંસો પરત ના આવતા હમીર કકુ સધીમાં જોડે જાય છે અને કહે છે કે ભેંસો ક્યાં, ત્યારે માં સધી કહે છે કે મને ઊંઘ આવી ગઈ હતી એટલે મને ખબર નથી,સધી મા નો આ જવાબ સાંભળી હમીર અને કકુ માંને ના કહેવાના મેણાં મારે છે.હમીર કકુના મેણાં સહન ના થતા માં સધી ભેંસો પરત લેવા પાટણ આવે છે પરંતુ કહેવાય છે પાટણમાં પીરોનો વાસો હતો એટલેકે પાટણની ફરતે પીરો રખાપો કરતા હતા.

માતાજીને પણ રોકવામાં આવ્યા હતા

જયારે માં સધી પાટણમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે પીરો દ્વારા રોકવામાં આવે છે અને કહે છે કે કોણ છો તમેં અને કેમ અહીંયા આવ્યા છો ત્યારે માં સધી કહે છે કે હું સાક્ષાત સધી માઁ છું અને સિદ્ધરાજસિંહ જોડે હમીર કકુની ભેંસો પરત લેવા આવી છું મને જવા દો તો પરંતુ પીરો દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પરચો બતાવો તો અમે તમને માં સધી માનીએ નહીં તો અમે નહીં જવા દઈએ ત્યારે સધી માં કહે છે કે પાતળી દોરી લાવો અને બન્ને છેડા પકડો ત્યારે માં સધી દોરી દ્વારા કૂદી પરચો બતાવી પાટણમાં પ્રવેશ કરે છે અને સિદ્ધરાજસિંહ જોડે થી હમીર કકુની ભેંસો લઈ સિંધમાં પરત ફરી ભેંસો હમીર કકુ ને પાછી આપે.

દિવ્યજયોત પ્રજ્જવલિત

માં સધીને હવે હમીર કકુના પ્રદેશમાં રહેવું નતુ અને સિદ્ધરાજસિંહ પણ પરમ શક્તિ ના ઉપાશક હતા અને સિદ્ધરાજે પણ માઁ સધી ને પાટણમાં બિરાજમાન થવા વિનંતી કરે છે અને સધીમાઁ સિદ્ધ છોડી પાટણ બિરાજમાન થાય છે અને હાલે પણ પાટણના ત્રણ દ્વારા ખાતે માતાજી ની ગોખ છે અને ત્યાં સધી માની દિવ્યજ્યોત સતત પ્રજ્જવલિત છે.