Ahmedabad: CTM પાસે વર્ષોથી નડતરરૂપ 60મીટરનું અને દક્ષિણઝોનમાં 775ચો.ફૂટ દબાણ દૂર કરાયું
છેલ્લા ઘણાં સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણના કારણે લોકોની હાલાકી વધી રહી છે. જેના પર તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીટીએમ ચાર રસ્તા પરથી નેશનલ હાઈવે પર જવા માટે નડતરરૂપ તથા બોટલ નેક (સાંકળો રોડ) થવાના કારણે ટ્રાફિકનું ભારણ વધારતાં 8 જેટલા કોર્મશિયલ દુકાનોને તોડી પાડવામાં આવી છે.જેના કારણે 60 મીટર જેટલો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જેના માટેની મેટર હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવાની સ્થિતિમાં લીગલ ખાતાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થયો છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુરીમાં ભગતબાપા નગર પાસે 480 ચો.ફૂટ કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું છે જ્યારે લાંભામાં પીપળજમાં 95 ચો.ફૂટ, ગણેશનગરમાં 130 ચો.ફૂટ જ્યારે અસલાલી-કમોડ રોડ પર 70 ચો.ફૂટ દબાણ હટાવવામાં આવ્યું છે.આ સાથે જ કુલ મળીને દક્ષિણ ઝોનમાં કુલ 775 ચો.ફૂટનું દબાણ હટાવવામાં આવ્યું છે. પૂર્વના ભાઈપુરા વિસ્તારમાં સમગ્ર શહેરમાંથી સીટીએમ થઈને બહાર જતાં ચાર રસ્તા પર છેલ્લા ઘણાં સમયથી દબાણ ઉભું થઈ ગયું હતું. જેના અંગે હાઈકોર્ટમાં વર્ષોથી પેન્ડીંગ મેટરમાં હતી. જેના માટે ગુરૂવારે એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફે લીગલ ટીમને સાથે રાખીને દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં કુલ 8 જેટલી કોર્મશિયલ દુકાનોને હટાવીને 60 મી. જેટલો રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સાથે જ બોટલ નેક રોડ પણ પ્રમાણમાં પહોળો થશે અને ભારે વાહન સહિત તમામ વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. આ ઉપરાંત સમગ્ર ઝોનમાં 2 શેડ, 10 લારી, 70 જેટલા બોર્ડ-બેનર તથા 115 પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે અપૂરતી ગ્રીનનેટ લગાવવાના મામલે રૂ.25 હજાર દંડ તો અન્ય વહીવટી ચાર્જ 13,100 સહિત કુલ રૂ.38,100 નો દંડ વસુલવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુર રબારી કોલોની વિસ્તારમાં ભગતબાપા નગરમાં કોમર્શિયલ પ્રકારના 480 ચો.ફૂટ ક્ષેત્રફળનું બાંધકામ કોડી પાડવામાં આવ્યું છે. આ અંગે લાંબા સમયથી નોટિસો આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ લાંભામાં પીપળજમાં મ્યુનિ. કો.ના રિઝર્વ પ્લોટ પર 95 ચો.ફૂટ પર રહેણાંક બાંધકામ, તો ગણેશનગરમાં બે યુનિટના 130 ચો.ફૂટના બાંધકામને જ્યારે અસલાલી-કમોડ રીંગરોડ પર રિઝર્વ પ્લોટ પર લાંબા સમયથી કબ્જો જમાવ્યો હતો તેવા 70 ચો.ફૂટ બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ નડતર રૂપ એવા 4 કાચા શેડ, 8 લારી અને 36 પરચુરણ દબાણો દૂર કરીને રૂ.10,600 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા ઘણાં સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણના કારણે લોકોની હાલાકી વધી રહી છે. જેના પર તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીટીએમ ચાર રસ્તા પરથી નેશનલ હાઈવે પર જવા માટે નડતરરૂપ તથા બોટલ નેક (સાંકળો રોડ) થવાના કારણે ટ્રાફિકનું ભારણ વધારતાં 8 જેટલા કોર્મશિયલ દુકાનોને તોડી પાડવામાં આવી છે.
જેના કારણે 60 મીટર જેટલો રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. જેના માટેની મેટર હાઈકોર્ટમાં પેન્ડીંગ હોવાની સ્થિતિમાં લીગલ ખાતાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે ટ્રાફિકનો મોટો પ્રશ્ન હલ થયો છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુરીમાં ભગતબાપા નગર પાસે 480 ચો.ફૂટ કોમર્શિયલ બાંધકામ તોડી પડાયું છે જ્યારે લાંભામાં પીપળજમાં 95 ચો.ફૂટ, ગણેશનગરમાં 130 ચો.ફૂટ જ્યારે અસલાલી-કમોડ રોડ પર 70 ચો.ફૂટ દબાણ હટાવવામાં આવ્યું છે.આ સાથે જ કુલ મળીને દક્ષિણ ઝોનમાં કુલ 775 ચો.ફૂટનું દબાણ હટાવવામાં આવ્યું છે.
પૂર્વના ભાઈપુરા વિસ્તારમાં સમગ્ર શહેરમાંથી સીટીએમ થઈને બહાર જતાં ચાર રસ્તા પર છેલ્લા ઘણાં સમયથી દબાણ ઉભું થઈ ગયું હતું. જેના અંગે હાઈકોર્ટમાં વર્ષોથી પેન્ડીંગ મેટરમાં હતી. જેના માટે ગુરૂવારે એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફે લીગલ ટીમને સાથે રાખીને દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં કુલ 8 જેટલી કોર્મશિયલ દુકાનોને હટાવીને 60 મી. જેટલો રસ્તો જાહેર જનતા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સાથે જ બોટલ નેક રોડ પણ પ્રમાણમાં પહોળો થશે અને ભારે વાહન સહિત તમામ વાહનો સરળતાથી અવરજવર કરી શકશે. આ ઉપરાંત સમગ્ર ઝોનમાં 2 શેડ, 10 લારી, 70 જેટલા બોર્ડ-બેનર તથા 115 પરચુરણ માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે અપૂરતી ગ્રીનનેટ લગાવવાના મામલે રૂ.25 હજાર દંડ તો અન્ય વહીવટી ચાર્જ 13,100 સહિત કુલ રૂ.38,100 નો દંડ વસુલવામાં આવ્યો છે.
દક્ષિણ ઝોનમાં ઈન્દ્રપુર રબારી કોલોની વિસ્તારમાં ભગતબાપા નગરમાં કોમર્શિયલ પ્રકારના 480 ચો.ફૂટ ક્ષેત્રફળનું બાંધકામ કોડી પાડવામાં આવ્યું છે. આ અંગે લાંબા સમયથી નોટિસો આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ લાંભામાં પીપળજમાં મ્યુનિ. કો.ના રિઝર્વ પ્લોટ પર 95 ચો.ફૂટ પર રહેણાંક બાંધકામ, તો ગણેશનગરમાં બે યુનિટના 130 ચો.ફૂટના બાંધકામને જ્યારે અસલાલી-કમોડ રીંગરોડ પર રિઝર્વ પ્લોટ પર લાંબા સમયથી કબ્જો જમાવ્યો હતો તેવા 70 ચો.ફૂટ બાંધકામને તોડવાની કામગીરી કરવામાં આવી છે. આ સાથે જ નડતર રૂપ એવા 4 કાચા શેડ, 8 લારી અને 36 પરચુરણ દબાણો દૂર કરીને રૂ.10,600 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.