Ahmedabad: બોગસ પાસપોર્ટ ઝડપાવવાના કેસમાં તપાસનો ધમધમાટ, આરોપીએ કર્યો મોટો ખુલાસો

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયેલા યુવકની તપાસમાં મોટી હકીકત સામે આવી છે. જેમાં ગુમ થયેલા પાસપોર્ટના નંબરનો ઉપયોગ કરી એજન્ટોએ બનાવટી પાસપોર્ટ મેળવી લેતા હોવાનો ખુલાસો થયો છે.આરોપી અલ્પેશ વર્ષ 2001થી અમેરિકામાં વસવાટ કરતો હતો જે મામલે એસઓજીએ બોગસ પાસપોર્ટ બનાવનાર અને તેની સાથે સંકળાયેલા એજન્ટોની તપાસ શરુ કરી છે. સાથે જ પાસપોર્ટ ઓફિસના કોઈ કર્મચારીની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીનું નામ અલ્પેશ પટેલ છે. જે અમેરિકાના ન્યુજર્સીમાં રહે છે અને મુળ આણંદના સુદણ ગામનો વતની છે. આરોપી અલ્પેશ વર્ષ 2001થી અમેરિકામાં વસવાટ કરતો હતો. અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ઈમિગ્રેશન અધિકારીએ તેણે ઝડપી પાડ્યો હતો. જોકે તેના પકડાવવાનું કારણ તેની પાસે રહેલો પાસપોર્ટ હતો. કારણ કે W0162516 નંબરના જે પાસપોર્ટ પર તે મુસાફરી કરી રહ્યો હતો. તે પાસપોર્ટ ઉત્તરપ્રદેશના મોહમંદ સરુરનો હતો. જેથી ઈમીગ્રેશન અધિકારીએ તેને ઝડપી પોલીસને સોંપ્યો અને જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમેરિકાના એજન્ટ પાસેથી પાસપોર્ટ મેળવ્યો એસઓજીએ અલ્પેશની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે 2001થી ગોટુમાલાથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં વસવાટ કરતો હતો. જ્યાં તેણે 2017માં સપના પટેલ નામની યુવતી સાથે લગ્ન કર્યા અને બે બાળકો સાથે સ્થાયી થયો છે. મહત્વનું છે કે તેની પત્ની અમેરિકન સિટીઝન હોવાથી તે પોતાની વર્ક પરમિટ માટે ગુજરાત પરત આવ્યો અને જે માટે તેણે અમેરિકાના એજન્ટ પાસેથી પાસપોર્ટ મેળવ્યો હતો. 3000 અમેરિકન ડોલરમાં આ પાસપોર્ટ અમેરિકા ખાતે મેળવ્યો આ પાસપોર્ટ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના રહેવાસી સરુરનો હતો. જે પાસપોર્ટ ગુમ થયા હોવાની ફરિયાદના આધારે સરુરે ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવ્યો હતો, જેથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે પાસપોર્ટ આપનાર એજન્ટ ગુમ થયેલા પાસપોર્ટની માહિતી મેળવી તેના આધારે બનાવટી પાસપોર્ટ બનાવી તેનું રેકેટ ચલાવે છે અને તેના માટે પાસપોર્ટ ઓફિસના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી પણ હોઈ શકે છે. સાથે જ અલ્પેશે 3000 અમેરિકન ડોલરમાં આ પાસપોર્ટ અમેરિકા ખાતે મેળવ્યો હતો. જેથી પાસપોર્ટ રેકેટની પોલીસે તલસ્પર્સી તપાસ શરુ કરી છે.

Ahmedabad: બોગસ પાસપોર્ટ ઝડપાવવાના કેસમાં તપાસનો ધમધમાટ, આરોપીએ કર્યો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ સાથે ઝડપાયેલા યુવકની તપાસમાં મોટી હકીકત સામે આવી છે. જેમાં ગુમ થયેલા પાસપોર્ટના નંબરનો ઉપયોગ કરી એજન્ટોએ બનાવટી પાસપોર્ટ મેળવી લેતા હોવાનો ખુલાસો થયો છે.

આરોપી અલ્પેશ વર્ષ 2001થી અમેરિકામાં વસવાટ કરતો હતો

જે મામલે એસઓજીએ બોગસ પાસપોર્ટ બનાવનાર અને તેની સાથે સંકળાયેલા એજન્ટોની તપાસ શરુ કરી છે. સાથે જ પાસપોર્ટ ઓફિસના કોઈ કર્મચારીની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીનું નામ અલ્પેશ પટેલ છે. જે અમેરિકાના ન્યુજર્સીમાં રહે છે અને મુળ આણંદના સુદણ ગામનો વતની છે. આરોપી અલ્પેશ વર્ષ 2001થી અમેરિકામાં વસવાટ કરતો હતો.

અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ઈમિગ્રેશન અધિકારીએ તેણે ઝડપી પાડ્યો હતો. જોકે તેના પકડાવવાનું કારણ તેની પાસે રહેલો પાસપોર્ટ હતો. કારણ કે W0162516 નંબરના જે પાસપોર્ટ પર તે મુસાફરી કરી રહ્યો હતો. તે પાસપોર્ટ ઉત્તરપ્રદેશના મોહમંદ સરુરનો હતો. જેથી ઈમીગ્રેશન અધિકારીએ તેને ઝડપી પોલીસને સોંપ્યો અને જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમેરિકાના એજન્ટ પાસેથી પાસપોર્ટ મેળવ્યો

એસઓજીએ અલ્પેશની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે 2001થી ગોટુમાલાથી મેક્સિકો બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં વસવાટ કરતો હતો. જ્યાં તેણે 2017માં સપના પટેલ નામની યુવતી સાથે લગ્ન કર્યા અને બે બાળકો સાથે સ્થાયી થયો છે. મહત્વનું છે કે તેની પત્ની અમેરિકન સિટીઝન હોવાથી તે પોતાની વર્ક પરમિટ માટે ગુજરાત પરત આવ્યો અને જે માટે તેણે અમેરિકાના એજન્ટ પાસેથી પાસપોર્ટ મેળવ્યો હતો.

3000 અમેરિકન ડોલરમાં આ પાસપોર્ટ અમેરિકા ખાતે મેળવ્યો

આ પાસપોર્ટ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના રહેવાસી સરુરનો હતો. જે પાસપોર્ટ ગુમ થયા હોવાની ફરિયાદના આધારે સરુરે ડુપ્લિકેટ પાસપોર્ટ મેળવ્યો હતો, જેથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે પાસપોર્ટ આપનાર એજન્ટ ગુમ થયેલા પાસપોર્ટની માહિતી મેળવી તેના આધારે બનાવટી પાસપોર્ટ બનાવી તેનું રેકેટ ચલાવે છે અને તેના માટે પાસપોર્ટ ઓફિસના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી પણ હોઈ શકે છે. સાથે જ અલ્પેશે 3000 અમેરિકન ડોલરમાં આ પાસપોર્ટ અમેરિકા ખાતે મેળવ્યો હતો. જેથી પાસપોર્ટ રેકેટની પોલીસે તલસ્પર્સી તપાસ શરુ કરી છે.