Sarangpur કષ્ટભંજન દેવને શ્રાવણમાસની શરૂઆતમાં કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા

શ્રાવણ મહિનાની શરૂઆતમા કષ્ટભંજન દેવ હનુમાનજીને અનોખા વાઘાનો શણગાર કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો શણગાર કરાયો શ્રાવણમાસમાં ભગવાનને અલગ-અલગ વાઘાનો શણગાર કરાશે ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. આજે સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે.ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા. સિંહાસનને હિમાલયનો શણગાર કરાયો પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર સોમવારે આજે કષ્ટભંજનદેવને શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા છે અને સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. ભકતોએ દર્શનનો લીધો લાભ શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે.સમય : દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ છે. હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી.શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ. દાદાના દર્શન કરવા હેલિકોપ્ટર સેવા થશે શરૂ અમદાવાદ કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઇ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેં મહિના આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ ની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિર થી 700 મીટર ના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. આ રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 હજાર જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સિટિંગની ક્ષમતા હશે.

Sarangpur કષ્ટભંજન દેવને શ્રાવણમાસની શરૂઆતમાં કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શ્રાવણ મહિનાની શરૂઆતમા કષ્ટભંજન દેવ હનુમાનજીને અનોખા વાઘાનો શણગાર
  • કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો શણગાર કરાયો
  • શ્રાવણમાસમાં ભગવાનને અલગ-અલગ વાઘાનો શણગાર કરાશે

ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. આજે સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે.ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા.

સિંહાસનને હિમાલયનો શણગાર કરાયો

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર સોમવારે આજે કષ્ટભંજનદેવને શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા છે અને સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો છે. આજે સવારે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.


ભકતોએ દર્શનનો લીધો લાભ

શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે.સમય : દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ છે. હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી.શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


દાદાના દર્શન કરવા હેલિકોપ્ટર સેવા થશે શરૂ

અમદાવાદ કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઇ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેં મહિના આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ ની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિર થી 700 મીટર ના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. આ રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 હજાર જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સિટિંગની ક્ષમતા હશે.