વડોદરા કોર્પોરેશનમાં ઐતિહાસિક ઘટના : હરણી દુર્ઘટના મુદ્દે ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ કોંગ્રેસની દરખાસ્તના સમર્થનમાં વોટીંગ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Harni Lake Boat Incident : વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી બોટ દુર્ઘટના મામલે કોંગ્રેસના કોર્પોરેટરોએ વળતર પેટે પીડીત પરિવારોને રૂપિયા 25 લાખ ચૂકવવા માટેની દરખાસ્ત બજેટમાં રજૂ કરી હતી. જેમાં સત્તાધારી પક્ષ ભાજપ આ મુદ્દો સ્વીકારવા તૈયાર ન થતા તે મુદ્દે વોટીંગ કરવાની પરિસ્થિતિ નિર્માઈ હતી. ભાજપના કાઉન્સિલર આશિષ જોષીએ પક્ષ વિરુદ્ધ જઈ કોંગ્રેસની દરખાસ્તને વોટીંગ દરમિયાન સમર્થન જાહેર કર્યું હતું. જે મામલે સભામાં સોપો પડી ગયો હતો.
પાલિકાની મળેલી બજેટ સભામાં તમામ ચર્ચા બાદ આખરે કોંગ્રેસ દ્વારા રજૂ થયેલ વિવિધ દરખાસ્ત પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
What's Your Reaction?






