રૂપાલાને કારણે ભાજપના જ ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો, ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા

Lok Sabha Elections 2024: પરશોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતાં.લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 પૈકી 26 બેઠકો પાંચ લાખ મતના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખ્યો છે. એટલુ જ ભાજપે ધારાસભ્યોને પણ ટાર્ગેટ અપાયો છે. આ જોતાં ભાજપના ધારાસભ્યો પ્રચારના કામે લાગ્યા છે. આજે વિરમગામના જખવાડામાં પ્રચાર કરવા જતાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિય-ગ્રામજનોએ રીતસર ઘેરી લીધા હતાં. એટલુ જ નહી. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતાં. આ ઉપરાંત ધારાસભ્ય પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો પરિણામે વિરોધવંટોળ વચ્ચે હાર્દિક પટેલે ચાલતી પકડી હતી.રૂપાલા ટિપ્પણી વિવાદને કારણે ગુજરાતમાં હાલ ઘણાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી ફરમાવાઈ છે. આ જોતાં હાર્દિક પટેલને ય રૂપાલાને કારણે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

રૂપાલાને કારણે ભાજપના જ ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો, ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024: પરશોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતાં.

લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 પૈકી 26 બેઠકો પાંચ લાખ મતના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખ્યો છે. એટલુ જ ભાજપે ધારાસભ્યોને પણ ટાર્ગેટ અપાયો છે. આ જોતાં ભાજપના ધારાસભ્યો પ્રચારના કામે લાગ્યા છે. આજે વિરમગામના જખવાડામાં પ્રચાર કરવા જતાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને ક્ષત્રિય-ગ્રામજનોએ રીતસર ઘેરી લીધા હતાં. એટલુ જ નહી. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતાં. આ ઉપરાંત ધારાસભ્ય પાછા જાઓ તેવો આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો હતો પરિણામે વિરોધવંટોળ વચ્ચે હાર્દિક પટેલે ચાલતી પકડી હતી.

રૂપાલા ટિપ્પણી વિવાદને કારણે ગુજરાતમાં હાલ ઘણાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી ફરમાવાઈ છે. આ જોતાં હાર્દિક પટેલને ય રૂપાલાને કારણે ક્ષત્રિયોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.