રૂપાલાના વિરોધમાં કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે

‘આવતીકાલે બધા જ રાજવી એક મંચ પર આવશે’ આ હવે આરપારની લડાઇ થઇ ગઇ છે : ભગીરથસિંહ દરેક સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે : ભગીરથસિંહ ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે તેવી પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉતેલીયા રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે. આ અંગે ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહે સરકારને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, આવતીકાલે બધા જ રાજવી એક મંચ પર આવશે. સમાજને અમારું સમર્થન છે અને વોટ્સઅપ પર કલીપિંગ મોકલી સમર્થન મોકલી રહ્યા છે. અમારે હવે અંત સુધી લડવાનું છે. આ હવે આરપારની લડાઇ થઇ ગઇ છે.અમારામાં 562 રજવાડા આપવાની શક્તિ હતી : ભગીરથસિંહ જેના સાથે જ ભગીરથસિંહે જણાવ્યું કે, દરેક સમાજ અમારી સાથે આવી રહ્યો છે. આખા દેશમાં આંદોલન લઈ જવાના છે. જેના પછી અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં. જો અમારામાં 562 રજવાડા આપવાની શક્તિ હતી પણ શું તમારામાં એક ઉમેદવારી રદ કરવાની તાકાત નથી ? જ્યારે દેશભરમાં ફેલાયેલા રોષ અંગે ભગીરથસિંહે જણાવ્યું કે, રાજા રજવાડા આખા હિન્દુસ્તાનમાં ફેલાયેલા છે. આખા દેશમાં અમે આંદોલન લઈ જવાના છે. જેના સાથે જ ક્ષત્રિય સમાજને જોડાવામાં આવશે. આ પછી અમારી કોઈ જવાબદારી રહેશે નહિ.ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો નીકળશે રથગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ બેઠક કરી હતી. જેમાં પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને એક થઈને લડવા માટેની વાત કરવામાં આવી છે. જેમાં શંકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. આ માટે શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે. જેના દ્વારા લોકોને જોડવામાં આવશે.

રૂપાલાના વિરોધમાં કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ‘આવતીકાલે બધા જ રાજવી એક મંચ પર આવશે’
  • આ હવે આરપારની લડાઇ થઇ ગઇ છે : ભગીરથસિંહ
  • દરેક સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે : ભગીરથસિંહ

ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ક્ષત્રિય સમાજ આંદોલનને રાષ્ટ્રીય સ્તરે લઇ જશે તેવી પણ તૈયારીઓ બતાવવામાં આવી રહી છે. દેશભરમાંથી રાજવીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ઉતેલીયા રાજવીને જવાબદારી સોંપવામાં આવી છે. કરણીસેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે.

આ અંગે ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહે સરકારને અલ્ટીમેટમ આપતાં કહ્યું કે, આવતીકાલે બધા જ રાજવી એક મંચ પર આવશે. સમાજને અમારું સમર્થન છે અને વોટ્સઅપ પર કલીપિંગ મોકલી સમર્થન મોકલી રહ્યા છે. અમારે હવે અંત સુધી લડવાનું છે. આ હવે આરપારની લડાઇ થઇ ગઇ છે.

અમારામાં 562 રજવાડા આપવાની શક્તિ હતી : ભગીરથસિંહ

જેના સાથે જ ભગીરથસિંહે જણાવ્યું કે, દરેક સમાજ અમારી સાથે આવી રહ્યો છે. આખા દેશમાં આંદોલન લઈ જવાના છે. જેના પછી અમારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં. જો અમારામાં 562 રજવાડા આપવાની શક્તિ હતી પણ શું તમારામાં એક ઉમેદવારી રદ કરવાની તાકાત નથી ?

જ્યારે દેશભરમાં ફેલાયેલા રોષ અંગે ભગીરથસિંહે જણાવ્યું કે, રાજા રજવાડા આખા હિન્દુસ્તાનમાં ફેલાયેલા છે. આખા દેશમાં અમે આંદોલન લઈ જવાના છે. જેના સાથે જ ક્ષત્રિય સમાજને જોડાવામાં આવશે. આ પછી અમારી કોઈ જવાબદારી રહેશે નહિ.

ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો નીકળશે રથ

ગઇકાલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ બેઠક કરી હતી. જેમાં પણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજને એક થઈને લડવા માટેની વાત કરવામાં આવી છે. જેમાં શંકસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રચાર રથ દ્વારા અન્ય સમાજનું સમર્થન મેળવશે. આ માટે શક્તિપીઠ અંબાજી, કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા માં શક્તિ ધામથી રથ નીકળશે. જેના દ્વારા લોકોને જોડવામાં આવશે.