રીક્ષા ચલાવીને દીકરીને ઉછેરી, અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત, લંડન ભણવા મોકલવાનું સપનું રોળાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Payal Khatik Air India Flight Crash Death: અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરોના મોતથી શોકની લાગણી ફરી વળી છે ત્યારે આ દુર્ઘટનામાં સાબરકાંઠાના હિંમતનગરના રહીશ અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના નાનકડા ગામ ગોગુદાના વતની ખટીક પરિવારની પુત્રી પાયલનું પણ મોત નિપજ્યું છે.
પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે
પાયલ ખટીકના પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. પુત્રીને લંડનમાં M.Tech પૂર્ણ કરવાનું હોવાથી અનેક સ્વપ્નો સજાવી તેને એરપોર્ટ પરથી રવાના કરી હતી, પરંતુ કમનસીબ દુર્ઘટનામાં પુત્રીના મોતથી ખટીક પરિવાર ઉપર આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ છે.
What's Your Reaction?






