રાજગઢના ર રહેણાક મકાનમાંથી ચોરી કરનાર તસ્કર 3 વર્ષે ઝડપાયો

વર્ષ 2021માં રોકડ, દાગીના મળી રૂ. 1,96,500ની ચોરી કરી હતી3 વર્ષથી ફરાર આરોપીને એલસીબી ટીમે ધ્રુમઠ ચોકડી પાસેથી ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કર્યો આ કેસમાં બાદમાં પાટડીના દેગામ ગામના શખ્સનું નામ ખુલ્યુ હતુ ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે તા. 13-6-2021ના રોજ રાતના સમયે 2 રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં બાદમાં પાટડીના દેગામ ગામના શખ્સનું નામ ખુલ્યુ હતુ. ત્યારે ધરપકડ ટાળવા 3 વર્ષથી ફરાર આરોપીને એલસીબી ટીમે ધ્રુમઠ ચોકડી પાસેથી ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કર્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે રહેતા બળદેવભાઈ રામજીભાઈ વીરાણીએ તા. 13 જુન 2021ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ તથા તેમના પત્ની મંગળપર ગામે સગાને ત્યાં ગયા હતા. રાતના સમયે તેમનો દિકરો સુરેશ આંગણામાં ખાટલો નાંખીને સુતો હતો. વહેલી સવારે 5 કલાકે જાગીને જોયુ તો દરવાજાના તાળા તુટેલા હતા. આથી સુરેશે બળદેવભાઈને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂ. 75 હજાર અને 67,500ના દાગીનાની ચોરી થઈ હતી. જયારે તેજ રાત્રે ગામના રાજુભાઈ કુકાભાઈના ઘરે પણ ચોરી થઈ હતી. જેમાં તસ્કરો રોકડા રૂ.16 હજાર અને રૂપીયા 38 હજારના દાગીના લઈ ગયા હતા. આથી કુલ રૂ.1,96,500ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસ દરમિયાન આ ચોરી દસાડા તાલુકાના દેગામના મુન્ના રાયસીંગભાઈ ઠાકોરે કરી હોવાનું સામે આવ્યુ હતુ. પરંતુ તે પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદા, વિજયસીંહ પરમાર, દશરથભાઈ સહિતનાઓને આ શખ્સ ધ્રુમઠ ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી ફરાર આરોપી મુન્ના રાયસીંગભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો.

રાજગઢના ર રહેણાક મકાનમાંથી ચોરી કરનાર તસ્કર 3 વર્ષે ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વર્ષ 2021માં રોકડ, દાગીના મળી રૂ. 1,96,500ની ચોરી કરી હતી
  • 3 વર્ષથી ફરાર આરોપીને એલસીબી ટીમે ધ્રુમઠ ચોકડી પાસેથી ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કર્યો
  • આ કેસમાં બાદમાં પાટડીના દેગામ ગામના શખ્સનું નામ ખુલ્યુ હતુ

ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે તા. 13-6-2021ના રોજ રાતના સમયે 2 રહેણાક મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ કેસમાં બાદમાં પાટડીના દેગામ ગામના શખ્સનું નામ ખુલ્યુ હતુ. ત્યારે ધરપકડ ટાળવા 3 વર્ષથી ફરાર આરોપીને એલસીબી ટીમે ધ્રુમઠ ચોકડી પાસેથી ઝડપી લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસના હવાલે કર્યો છે.

ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે રહેતા બળદેવભાઈ રામજીભાઈ વીરાણીએ તા. 13 જુન 2021ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેઓ તથા તેમના પત્ની મંગળપર ગામે સગાને ત્યાં ગયા હતા. રાતના સમયે તેમનો દિકરો સુરેશ આંગણામાં ખાટલો નાંખીને સુતો હતો. વહેલી સવારે 5 કલાકે જાગીને જોયુ તો દરવાજાના તાળા તુટેલા હતા. આથી સુરેશે બળદેવભાઈને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. અને તપાસ કરતા ઘરમાંથી રોકડા રૂ. 75 હજાર અને 67,500ના દાગીનાની ચોરી થઈ હતી. જયારે તેજ રાત્રે ગામના રાજુભાઈ કુકાભાઈના ઘરે પણ ચોરી થઈ હતી. જેમાં તસ્કરો રોકડા રૂ.16 હજાર અને રૂપીયા 38 હજારના દાગીના લઈ ગયા હતા. આથી કુલ રૂ.1,96,500ની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસ દરમિયાન આ ચોરી દસાડા તાલુકાના દેગામના મુન્ના રાયસીંગભાઈ ઠાકોરે કરી હોવાનું સામે આવ્યુ હતુ. પરંતુ તે પોલીસ ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. આ દરમીયાન એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદા, વિજયસીંહ પરમાર, દશરથભાઈ સહિતનાઓને આ શખ્સ ધ્રુમઠ ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી ફરાર આરોપી મુન્ના રાયસીંગભાઈ ઠાકોરને ઝડપી લીધો હતો.