રાજકોટમાં સફાઈ કામદારોના દેખાવો, પ્રશ્નો નહીં ઉકેલાય તો સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી

Rajkot Municipal Corporation Cleaning Staff : રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા, અમુકના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા સહિતની માગને લઈને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશ્નર ચેમ્બર બહાર એકઠા થઈને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સફાઈ કર્મચારીઓએ 'હમારી માંગે પૂરી કરો' અને 'જય ભીમ'ના નારા લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સફાઈ કર્મચારીઓએ સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, જો સફાઈ કર્મચારીઓની માગ પૂરી નહીં કરવામાં આવે તો સફાઈ કામ બંધ થવાની સંભાવના છે.વાલ્મિકી સમાજના લોકોને કૉન્ટ્રેક્ટ પર રાખીને શોષણ કરવામાં આવે છેસમગ્ર મામલે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે, 'શહેરમાં છેલ્લાં 27 વર્ષથી વાલ્મિકી સમાજના લોકોને કૉન્ટ્રેક્ટ પર રાખીને તેમનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેમાં સફાઈ કર્મચારીની કાયમી ભરતી કરવા સહિતની માગણીઓ સામે અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે. જેને લઈને આજે મોટી સંખ્યમાં સફાઈ કર્મચારીઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.'આ પણ વાંચો : સુરત ડે. મેયર ખભે ચડ્યાના વિવાદનો પડઘો સામાન્ય સભામાં પડ્યો, વિપક્ષી સભ્યનો ટેડી બિયરને ખભે બેસાડી પ્રવેશઆગામી દિવસોમાં વૉર્ડની સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી બીજી તરફ, ઘણા વર્ષોથી સફાઈ કર્મચારી તરીકે કાર્યરત રહ્યા પછી કામ કરવા માટે અશક્ત બનેલા કર્મચારીનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરવામાં આવતું ન હોવાથી પરિવારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈ કર્મચારીના રાજીનામા બાદ તેમના વારસદારને નોકરી આપવામાં આવે છે. પરંતુ કેટલાક સમયથી તેના ઉપર કોઈ કામગીરી કરવામાં આવી નથી. આવા 300 જેટલાં સફાઈ કર્મચારીના વારસદારને નોકરી આપવામાં આવી ન હોવાથી પરિવારમાં મુશ્કેલી ઊભી થઈ છે. તેવામાં અધિકારીઓની મિલીભગતના કારણે અનેક સફાઈ કર્મચારી નોકરીથી વંચિત હોવાની જાણકારી મળી છે. આ બધા વચ્ચે સફાઈ કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને આગામી દિવસોમાં તમામ વૉર્ડની સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી આપી હતી.મામલો શાંત પાડવા મ્યુનિ. કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીની આગેવાન સાથે બેઠકમોટી સંખ્યામાં મ.ન.પા. કચેરી અને મ્યુનિસિપલ કમિશ્નર ચેમ્બર નજીકમાં ઘેરાવો કરેલા સફાઈ કર્મચારીઓ વચ્ચે કોઈ પ્રકારનો બનાવ ના બને એ માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, રોષે ભરાયેલા સફાઈ કર્મચારીઓને શાંત કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓએ તેમના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

રાજકોટમાં સફાઈ કામદારોના દેખાવો, પ્રશ્નો નહીં ઉકેલાય તો સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot

Rajkot Municipal Corporation Cleaning Staff : રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા, અમુકના સ્વૈચ્છિક રાજીનામા મંજૂર કરવા સહિતની માગને લઈને મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ કમિશ્નર ચેમ્બર બહાર એકઠા થઈને રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં સફાઈ કર્મચારીઓએ 'હમારી માંગે પૂરી કરો' અને 'જય ભીમ'ના નારા લગાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે સફાઈ કર્મચારીઓએ સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, જો સફાઈ કર્મચારીઓની માગ પૂરી નહીં કરવામાં આવે તો સફાઈ કામ બંધ થવાની સંભાવના છે.

વાલ્મિકી સમાજના લોકોને કૉન્ટ્રેક્ટ પર રાખીને શોષણ કરવામાં આવે છે

સમગ્ર મામલે સફાઈ કામદાર યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે, 'શહેરમાં છેલ્લાં 27 વર્ષથી વાલ્મિકી સમાજના લોકોને કૉન્ટ્રેક્ટ પર રાખીને તેમનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવામાં આવે છે. સફાઈ કર્મચારીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જેમાં સફાઈ કર્મચારીની કાયમી ભરતી કરવા સહિતની માગણીઓ સામે અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે. જેને લઈને આજે મોટી સંખ્યમાં સફાઈ કર્મચારીઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.'

આ પણ વાંચો : સુરત ડે. મેયર ખભે ચડ્યાના વિવાદનો પડઘો સામાન્ય સભામાં પડ્યો, વિપક્ષી સભ્યનો ટેડી બિયરને ખભે બેસાડી પ્રવેશ

આગામી દિવસોમાં વૉર્ડની સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી 

બીજી તરફ, ઘણા વર્ષોથી સફાઈ કર્મચારી તરીકે કાર્યરત રહ્યા પછી કામ કરવા માટે અશક્ત બનેલા કર્મચારીનું સ્વૈચ્છિક રાજીનામું મંજૂર કરવામાં આવતું ન હોવાથી પરિવારને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સફાઈ કર્મચારીના રાજીનામા બાદ તેમના વારસદારને નોકરી આપવામાં આવે છે. પરંતુ કેટલાક સમયથી તેના ઉપર કોઈ કામગીરી કરવામાં આવી નથી. આવા 300 જેટલાં સફાઈ કર્મચારીના વારસદારને નોકરી આપવામાં આવી ન હોવાથી પરિવારમાં મુશ્કેલી ઊભી થઈ છે. તેવામાં અધિકારીઓની મિલીભગતના કારણે અનેક સફાઈ કર્મચારી નોકરીથી વંચિત હોવાની જાણકારી મળી છે. આ બધા વચ્ચે સફાઈ કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને આગામી દિવસોમાં તમામ વૉર્ડની સફાઈ કામગીરી બંધ કરવાની ચીમકી આપી હતી.

મામલો શાંત પાડવા મ્યુનિ. કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીની આગેવાન સાથે બેઠક

મોટી સંખ્યામાં મ.ન.પા. કચેરી અને મ્યુનિસિપલ કમિશ્નર ચેમ્બર નજીકમાં ઘેરાવો કરેલા સફાઈ કર્મચારીઓ વચ્ચે કોઈ પ્રકારનો બનાવ ના બને એ માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, રોષે ભરાયેલા સફાઈ કર્મચારીઓને શાંત કરવા માટે મ્યુનિસિપલ કમિશ્નર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના અધિકારીઓએ તેમના આગેવાનો સાથે બેઠક યોજી હતી.