મોરબીના વાવડી રોડ પર રહેણાંકમાં ધમધમી રહેલું જુગારધામ ઝડપાયું

નાલ ઉઘરાવી રમાડાતો હતો જુગાર, પાંચ પકડાયાવીરપુર, કાલાવડ, સણોસરામાં પણ જુગાર દરોડામોરબી, જામનગર: મોરબીના વાવડી રોડ પર આરડીસી બેંક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી મોરબી એલસીબી ટીમે પાંચને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાવડી રોડ આરડીસી બેંક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે રહેતા સંજયભાઈ નાનાજીભાઈ દેત્રોજાએ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા સંજયભાઈ નાનજીભાઈ દેત્રોજા, હિમાંશુભાઈ વિનોદરાય ઠાકર, નીલેશભાઈ વલમજીભાઈ દેત્રોજા, જયેશભાઈ પ્રભુભાઈ અઘારા અને બીપીનભાઈ કુંવરજીભાઈ ગાંભવાને રોકડ રકમ રૂા.૩૬૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકાના વીરપર ગામે બે અલગ અલગ સ્થળે જાહેરમાં જુગાર રમતા   બુટાભાઈ દેકાવાડીયા, ધમજીભાઈ દેકાવાડીયા, વનરાજભાઈ દેકાવાડીયા, હિતેશભાઈ ડાંગરોચા અને સાગરભાઈ ડાંગરોચાને તથા વીરપર ગામે જુગાર રમતા અજય ઉર્ફે કુકો રૂપાભાઇ ડાંગરોચા, બાબો દેકાવાડીયા, બેચરભાઈ દેકાવાડીયા, વિજયભાઈ દેકાવાડીયા અને કાળુંભાઈ દેકાવાડીયાને રોકડ રકમ રૂા.૧૦૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.કાલાવડમાં મીઠી વીરડી વિસ્તારમાં જુગાર રમી રહેલી વજીબેન ઝીણાભાઈ રાઠોડઝ વનીતાબેન બટુકભાઈ મકવાણા, ચંદ્રિકાબેન અશોકભાઈ બારૈયા, અને હંસાબેન દિનેશભાઈ રાઠોડની અટકાયત કરાઇ હતી. લાલપુર તાલુકાના સણોસરા ગામમાં જુગાર રમી રહેલા ભરત વીરાભાઇ ગાગલિયા, દેવશીભાઈ ખીમાભાઈ પાથર, હરિભાઈ ત્રીકમભાઈ જોશી અને રાણાભાઇ નારણભાઈ રાઠોડની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૭૭૦ની રોકડ રકમ કબ્જે કરી છે.

મોરબીના વાવડી રોડ પર રહેણાંકમાં ધમધમી રહેલું જુગારધામ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નાલ ઉઘરાવી રમાડાતો હતો જુગાર, પાંચ પકડાયા

વીરપુર, કાલાવડ, સણોસરામાં પણ જુગાર દરોડા

મોરબી, જામનગર: મોરબીના વાવડી રોડ પર આરડીસી બેંક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી મોરબી એલસીબી ટીમે પાંચને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાવડી રોડ આરડીસી બેંક પાસે શ્રીજી પાર્ક સરદાર ચેમ્બર બીજા માળે રહેતા સંજયભાઈ નાનાજીભાઈ દેત્રોજાએ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા સંજયભાઈ નાનજીભાઈ દેત્રોજા, હિમાંશુભાઈ વિનોદરાય ઠાકર, નીલેશભાઈ વલમજીભાઈ દેત્રોજા, જયેશભાઈ પ્રભુભાઈ અઘારા અને બીપીનભાઈ કુંવરજીભાઈ ગાંભવાને રોકડ રકમ રૂા.૩૬૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના વીરપર ગામે બે અલગ અલગ સ્થળે જાહેરમાં જુગાર રમતા   બુટાભાઈ દેકાવાડીયા, ધમજીભાઈ દેકાવાડીયા, વનરાજભાઈ દેકાવાડીયા, હિતેશભાઈ ડાંગરોચા અને સાગરભાઈ ડાંગરોચાને તથા વીરપર ગામે જુગાર રમતા અજય ઉર્ફે કુકો રૂપાભાઇ ડાંગરોચા, બાબો દેકાવાડીયા, બેચરભાઈ દેકાવાડીયા, વિજયભાઈ દેકાવાડીયા અને કાળુંભાઈ દેકાવાડીયાને રોકડ રકમ રૂા.૧૦૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડમાં મીઠી વીરડી વિસ્તારમાં જુગાર રમી રહેલી વજીબેન ઝીણાભાઈ રાઠોડઝ વનીતાબેન બટુકભાઈ મકવાણા, ચંદ્રિકાબેન અશોકભાઈ બારૈયા, અને હંસાબેન દિનેશભાઈ રાઠોડની અટકાયત કરાઇ હતી. લાલપુર તાલુકાના સણોસરા ગામમાં જુગાર રમી રહેલા ભરત વીરાભાઇ ગાગલિયા, દેવશીભાઈ ખીમાભાઈ પાથર, હરિભાઈ ત્રીકમભાઈ જોશી અને રાણાભાઇ નારણભાઈ રાઠોડની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૭૭૦ની રોકડ રકમ કબ્જે કરી છે.