Surat સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ

સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ છે. જેમાં નકલી તબીબથી દૂર રહેવા સિવિલ હોસ્પિટલના તબીબની અપીલ છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 29 કેસ, મલેરિયાના 26 કેસ નોંધાયા છે. દર્દીઓ નકલી તબીબો પાસે સારવાર લીધા બાદ વધુ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ સારવાર લેવા આવી રહ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મલેરીયા, તાવ સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા બની બેઠેલા તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની 700થી વધુની OPD હોય છે. જેમાં રોજના 10 થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે. છેલ્લા 15 દિવસમાં 29 દર્દીને ડેન્ગ્યુ, 26 દર્દીને મલેરિયા થયું હોવાનું સામે આવ્યું છે. મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાંત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ. જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે. મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર લઈ લેતો હોય છે મોતના આંકડાની જો વાત કરવામાં આવે તો ઘણીવાર દર્દી પોતાના ઘરે જાતે સારવાર કરતો હોય છે. તેમજ મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર લઈ લેતો હોય છે. અન્યથા ઘર નજીકમાં આવેલા જે નિષ્ણાંત તબીબ નથી આવા જોલાછાપ તબીબો જોડે સારવાર લઈ સમય પસાર કરતા હોય છે. આવા મચ્છરજન્ય રોગોનું સમયસર જો સારવાર કરવામાં આવે તો એ દર્દીની સારવાર બહુ જ સફળતાથી થઈ જતી હોય છે. પરંતુ જો ડીલે કરવામાં આવે તો આવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન થાય છે. અને જો આવા કોમ્પ્લિકેશનને નજર અંદાજ કર્યા પછી દર્દી અમારી પાસે આવતોએ ગંભીર હાલતમાં આવતો હોય છે. જેથી દર્દીઓની મોત થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા શહેરના પાંડેસરા પોલીસે આવા જોલાછાપ 15 જેટલા બોગસ તબીબોના ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ બોગસ તબીબોએ જામીન પરથી મુક્ત થયા બાદ ફરી પોતાના દવાખાના, હોસ્પિટલો ધમધમતા કરી દીધા છે. આ એક વિસ્તાર નહીં પરંતુ આખા શહેરમાં આવા જોલાછાપ તબીબો પર કાર્યવાહી કરવાની જરૂર છે. જેથી ગરીબ સામાન્ય જોલા છાપ તબીબોથી બચી શકે.

Surat સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત સિવિલ હોસ્પિટલ ડેન્ગ્યુ, મલેરિયા, તાવના દર્દીઓથી ઉભરાઈ છે. જેમાં નકલી તબીબથી દૂર રહેવા સિવિલ હોસ્પિટલના તબીબની અપીલ છે. શહેરમાં ડેન્ગ્યુ, મલેરીયા સહિત તાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 29 કેસ, મલેરિયાના 26 કેસ નોંધાયા છે. દર્દીઓ નકલી તબીબો પાસે સારવાર લીધા બાદ વધુ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ સારવાર લેવા આવી રહ્યા છે.

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યુ, મલેરીયા, તાવ સહિતના કેસોમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે આવામાં ખાસ કરીને દર્દીઓ ઘર નજીકમાં જ આવેલા બની બેઠેલા તબીબો પાસે સારવાર લેતા હોવાનું સામે આવી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમારા ત્યાં મેડિસિન વિભાગમાં રોજની 700થી વધુની OPD હોય છે. જેમાં રોજના 10 થી 12 દર્દીઓ મચ્છરજન્ય રોગોથી પીડાતા હોય છે. છેલ્લા 15 દિવસમાં 29 દર્દીને ડેન્ગ્યુ, 26 દર્દીને મલેરિયા થયું હોવાનું સામે આવ્યું છે. મચ્છરજન્ય રોગોમાં જો શરૂઆતમાં લક્ષણો દેખાય દર્દીઓએ તાત્કાલિક નિષ્ણાંત તબીબો પાસે જઈને સારવાર લેવી જોઈએ. જો દર્દી સમય પર સારવાર કરે છે તેવા કેસમાં દર્દી વહેલી તકે સાજા થઈ જતા હોય છે.

મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર લઈ લેતો હોય છે

મોતના આંકડાની જો વાત કરવામાં આવે તો ઘણીવાર દર્દી પોતાના ઘરે જાતે સારવાર કરતો હોય છે. તેમજ મેડિકલમાંથી દવા લઈ પોતે સારવાર લઈ લેતો હોય છે. અન્યથા ઘર નજીકમાં આવેલા જે નિષ્ણાંત તબીબ નથી આવા જોલાછાપ તબીબો જોડે સારવાર લઈ સમય પસાર કરતા હોય છે. આવા મચ્છરજન્ય રોગોનું સમયસર જો સારવાર કરવામાં આવે તો એ દર્દીની સારવાર બહુ જ સફળતાથી થઈ જતી હોય છે. પરંતુ જો ડીલે કરવામાં આવે તો આવા દર્દીઓમાં કોમ્પ્લિકેશન થાય છે. અને જો આવા કોમ્પ્લિકેશનને નજર અંદાજ કર્યા પછી દર્દી અમારી પાસે આવતોએ ગંભીર હાલતમાં આવતો હોય છે. જેથી દર્દીઓની મોત થવાની પૂરેપૂરી સંભાવના હોય છે. મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા શહેરના પાંડેસરા પોલીસે આવા જોલાછાપ 15 જેટલા બોગસ તબીબોના ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ આ બોગસ તબીબોએ જામીન પરથી મુક્ત થયા બાદ ફરી પોતાના દવાખાના, હોસ્પિટલો ધમધમતા કરી દીધા છે. આ એક વિસ્તાર નહીં પરંતુ આખા શહેરમાં આવા જોલાછાપ તબીબો પર કાર્યવાહી કરવાની જરૂર છે. જેથી ગરીબ સામાન્ય જોલા છાપ તબીબોથી બચી શકે.