મધ્ય ગુજરાતના હજારો નાના અને મધ્યમકદના ઉદ્યોગોને ફાયદો થશે : વડોદરાના ઉદ્યોગ સંગઠનો

વડોદરાઃ કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે રજૂ કરેલા બજેટ-૨૦૨૫માં  ૧૨ લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાતથી સૌથી વધારે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે આ બજેટથી વડોદરાનું ઉદ્યોગ જગત પણ ખુશ છે.કારણકે બજેટમાં એમએસએમઈ (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ)એટલે કે નાના ઉદ્યોગો માટે પણ ઘણી સારી જાહેરાત કરવામાં આવી છે.વડોદરાના ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રિઝના સેન્ટ્રલ ગુજરાત ેચેપ્ટરે પણ આ બજેટને નાના ઉદ્યોગોને રાહત આપનારુ ગણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા અને તેની આસપાસની જીઆઈડીસીઓમાં ૧૫૦૦૦ કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને જો માઈક્રો ઈન્ડસ્ટ્રિઝનો સમાવેશ કરવામાં આવે તો આ સંખ્યા ૩૫૦૦૦ની ઉપર પહોંચે છે.બજેટમાં નાના ઉદ્યોગો માટે ક્રેડિટ લિમિટ વધારીને પાંચ કરોડથી વધારીને ૧૦ કરોડ કરવાની તથા એક્સપોર્ટ કરતા ઉદ્યોગોને ૨૦ કરોડ રુપિયા સુધીની લોન આપવાની જોગવાઈથી મધ્ય ગુજરાત સહિત ગુજરાતના હજારો ઉદ્યોગોને ફાયદો થશે તેવુ સંગઠનોનું કહેવું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -