નરોડામાં ઔડાના મકાન અપાવવાની લાલચ આપી છ લોકો પાસેથી રૃા. ૧.૫૬ લાખ પડાવ્યા

અમદાવાદ,શનિવારસોશિયલ મિડિયાના સદ્ઉપયોની સાથે સાથે દૂર ઉપયોગ વધુ થઇ રહ્યો છે. સાઇબર ગઠિયા લોકો સાથે છેતરપીંડી કરવા અવ નવા કિમિયા અપનાવી રહ્યા છે. નરોડામાં સાઇબર ગઠિયાએ ઔડાના મકાન અપાવવાની લાલચ આપીને કહીને છ લોકો પાસેથી કુલ રૃા. ૧.૫૬ લાખ પડાવ્યા હતા. ગઠિયાએ ઔડાના મકાનમાં સ્કીમ ચાલે છે અને તમારે મકાન લેવું હોય તો એડવાન્સ આપવા પડશે કહીને રૃપિયા પડાવ્યા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.મકાનની સ્કીમ ચાલે છે કહીને એડવાન્સ રૃપિયા આપવા પડશે કહીને ઠગાઇ કરી ચાર મહિના સુધી કોઇ પરિણામ ના આવ્યું, નરોડા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યોવસ્ત્રાપુરમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગયા માર્ચ મહિનામાં તેઓ નોકરી પર હાજર હતા તે સમયે મિત્રએ ફોન કરીને જણાવ્યું કે ફેસબુકમાં ધવલ પનાગરે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે અને તે ઔડાના મકાન અપાવે છે. જેથી બન્ને વચ્ચે નંબરની આપ-લે થતા મિત્રતા થઇ હતી. જેથી મિત્રએ આરોપીનો નંબર આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ ઔડાના મકાનમાં સ્કીમ છે તમારે મકાન જોઇતું હોય તો રૃા. ૨૫ હજાર ભરવા પડશે તેમ કહેતા તેણે આપેલા નંબર પર રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેની સામે રસીદ માંગતા વાયદા કરતો હતો અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતું બાદમાં તપાસ કરતા  આરોપીએ રસીદ મોકલી હતી  પરંતુ ચાર મહિના બાદ પણ મકાન મળ્યું ન હોવાથી યુવક ફરિયાદ કરવા ગયા ત્યારે ખબર પડી કે આરોપીએ નરોડાના અન્ય પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ રૃા. ૧,૫૬,૨૦૦ ઓન લાઇન ઔડાનું  મકાન અપાવવાનું કહીને પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે નરોડા પોલીસે આરોપી સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરોડામાં ઔડાના મકાન અપાવવાની લાલચ આપી છ લોકો પાસેથી રૃા. ૧.૫૬ લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

સોશિયલ મિડિયાના સદ્ઉપયોની સાથે સાથે દૂર ઉપયોગ વધુ થઇ રહ્યો છે. સાઇબર ગઠિયા લોકો સાથે છેતરપીંડી કરવા અવ નવા કિમિયા અપનાવી રહ્યા છે. નરોડામાં સાઇબર ગઠિયાએ ઔડાના મકાન અપાવવાની લાલચ આપીને કહીને છ લોકો પાસેથી કુલ રૃા. ૧.૫૬ લાખ પડાવ્યા હતા. ગઠિયાએ ઔડાના મકાનમાં સ્કીમ ચાલે છે અને તમારે મકાન લેવું હોય તો એડવાન્સ આપવા પડશે કહીને રૃપિયા પડાવ્યા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મકાનની સ્કીમ ચાલે છે કહીને એડવાન્સ રૃપિયા આપવા પડશે કહીને ઠગાઇ કરી ચાર મહિના સુધી કોઇ પરિણામ ના આવ્યું, નરોડા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યો

વસ્ત્રાપુરમાં રહેતા ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા ખાતે રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગયા માર્ચ મહિનામાં તેઓ નોકરી પર હાજર હતા તે સમયે મિત્રએ ફોન કરીને જણાવ્યું કે ફેસબુકમાં ધવલ પનાગરે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી છે અને તે ઔડાના મકાન અપાવે છે. જેથી બન્ને વચ્ચે નંબરની આપ-લે થતા મિત્રતા થઇ હતી. જેથી મિત્રએ આરોપીનો નંબર આપ્યો હતો. ત્યારબાદ આરોપીએ ઔડાના મકાનમાં સ્કીમ છે તમારે મકાન જોઇતું હોય તો રૃા. ૨૫ હજાર ભરવા પડશે તેમ કહેતા તેણે આપેલા નંબર પર રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.

 જેની સામે રસીદ માંગતા વાયદા કરતો હતો અને બાદમાં ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતું બાદમાં તપાસ કરતા  આરોપીએ રસીદ મોકલી હતી  પરંતુ ચાર મહિના બાદ પણ મકાન મળ્યું ન હોવાથી યુવક ફરિયાદ કરવા ગયા ત્યારે ખબર પડી કે આરોપીએ નરોડાના અન્ય પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ રૃા. ૧,૫૬,૨૦૦ ઓન લાઇન ઔડાનું  મકાન અપાવવાનું કહીને પડાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના અંગે નરોડા પોલીસે આરોપી સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.