Surat: પાછોતરા વરસાદે ખેડૂતોને રડાવ્યા, ડાંગરની આવકમાં થયો 50 ટકાનો ઘટાડો
પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે કારણ કે, ડાંગરના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. પાછોતરા વરસાદથી ડાંગરની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે લાભ પાંચમના દિવસ સુધી 2.55 લાખ ગુણી ડાંગરની સહકારી મંડળીઓમાં આવક થઈ હતી, ચાલુ વર્ષે આજના દિવસ સુધી માત્ર 1.19 લાખ ગુણી ડાંગરની આવક થઇ છે.ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વરસેલા સતત વરસાદને કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત માં ડાંગર પકવતા ખેડૂતો ની હાલત તો અત્યંત ખરાબ થઈ છે ,દક્ષિણ ગુજરાત માં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ડાંગર ની ખેતીમાં નંબર વન પર હોઈ છે , ભૂંડ ના ત્રાસ ના કારણે ઓલપાડ તાલુકાના લોકો શેરડી છોડી ડાંગર ની ખેતી તરફ વળ્યા છે પરંતુ સતત વરસાદે ખેડૂતો ની આખા વર્ષ ની મહેનત પર પાણી ફેરવી દીધું છે , મોઢા સુધી આવેલો કોળિયો ખેડૂતો નો છીનવાઈ ગયો છે , ભારે વરસાદ અને વારંવાર કીમ નદીમાં આવેલા પૂર ના કારણે ડાંગરના પાક માં ભારે નુકશાન થયું છે અને જેને કારણે ચાલુ વર્ષે ડાંગર ની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.ડાંગર પકવતા ખેડૂતો ને ડાંગર પકવામાં વીંઘા દીઠ લગભગ 15થી 16 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ગત વર્ષે વીંઘા દીઠ ખેડૂતોને લગભગ 80 થી 90 મણ ડાંગરની રાસ આવી હતી પરંતુ ચાલુ વર્ષે સતત વરસાદ અને પાછોતરા વરસાદ ને કારણે ડાંગર ના પાક માં ભારે નુકશાન થયું અને ચાલુ વર્ષે વીંઘા દીઠ માંડ 30 થી 35 મણ ડાંગર નો પાક બહાર આવી રહ્યો છે , ખેડૂતો નું માનીએ તો 40 મણ ડાંગર પાકે ત્યાં સુધી તો તેમણે કરેલો ખર્ચ માંડ માંડ નીકળે છે ત્યારે ચાલુ વર્ષે લગભગ 50 ટકા ડાંગર ના પાક માં ઘટાડો જોવા મળી રહ્યો છે , ડાંગર ના પાક માં ઘટાડાને લઈ ચાલુ વર્ષે મંડળીઓ માં પણ ડાંગર ની ખુબજ ઓછી આવક નોંધાઇ રહી છે ,દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પુરુષોત્તમ ફાર્મર્સ અને જીનિંગ સહકારી મંડળી માં ગત વર્ષે લાભ પાંચમ સુધી 2.55 લાખ ગુણી ની આવક થઈ ચૂકી હતી જ્યારે ચાલુ વર્ષે લાભ પાંચમ એટલે કે આજના દિવસ સુધી માંડ 1.19 લાખ ગુણી ડાંગર ની આવક થઈ છે જે ખુબજ ચિંતાજનક બાબત છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે કારણ કે, ડાંગરના પાકમાં ભારે નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. પાછોતરા વરસાદથી ડાંગરની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે લાભ પાંચમના દિવસ સુધી 2.55 લાખ ગુણી ડાંગરની સહકારી મંડળીઓમાં આવક થઈ હતી, ચાલુ વર્ષે આજના દિવસ સુધી માત્ર 1.19 લાખ ગુણી ડાંગરની આવક થઇ છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વરસેલા સતત વરસાદને કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત માં ડાંગર પકવતા ખેડૂતો ની હાલત તો અત્યંત ખરાબ થઈ છે ,દક્ષિણ ગુજરાત માં સુરત જિલ્લાનો ઓલપાડ તાલુકો ડાંગર ની ખેતીમાં નંબર વન પર હોઈ છે , ભૂંડ ના ત્રાસ ના કારણે ઓલપાડ તાલુકાના લોકો શેરડી છોડી ડાંગર ની ખેતી તરફ વળ્યા છે પરંતુ સતત વરસાદે ખેડૂતો ની આખા વર્ષ ની મહેનત પર પાણી ફેરવી દીધું છે , મોઢા સુધી આવેલો કોળિયો ખેડૂતો નો છીનવાઈ ગયો છે , ભારે વરસાદ અને વારંવાર કીમ નદીમાં આવેલા પૂર ના કારણે ડાંગરના પાક માં ભારે નુકશાન થયું છે અને જેને કારણે ચાલુ વર્ષે ડાંગર ની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડાંગર પકવતા ખેડૂતો ને ડાંગર પકવામાં વીંઘા દીઠ લગભગ 15થી 16 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, ગત વર્ષે વીંઘા દીઠ ખેડૂતોને લગભગ 80 થી 90 મણ ડાંગરની રાસ આવી હતી પરંતુ ચાલુ વર્ષે સતત વરસાદ અને પાછોતરા વરસાદ ને કારણે ડાંગર ના પાક માં ભારે નુકશાન થયું અને ચાલુ વર્ષે વીંઘા દીઠ માંડ 30 થી 35 મણ ડાંગર નો પાક બહાર આવી રહ્યો છે , ખેડૂતો નું માનીએ તો 40 મણ ડાંગર પાકે ત્યાં સુધી તો તેમણે કરેલો ખર્ચ માંડ માંડ નીકળે છે ત્યારે ચાલુ વર્ષે લગભગ 50 ટકા ડાંગર ના પાક માં ઘટાડો જોવા મળી રહ્યો છે , ડાંગર ના પાક માં ઘટાડાને લઈ ચાલુ વર્ષે મંડળીઓ માં પણ ડાંગર ની ખુબજ ઓછી આવક નોંધાઇ રહી છે ,દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પુરુષોત્તમ ફાર્મર્સ અને જીનિંગ સહકારી મંડળી માં ગત વર્ષે લાભ પાંચમ સુધી 2.55 લાખ ગુણી ની આવક થઈ ચૂકી હતી જ્યારે ચાલુ વર્ષે લાભ પાંચમ એટલે કે આજના દિવસ સુધી માંડ 1.19 લાખ ગુણી ડાંગર ની આવક થઈ છે જે ખુબજ ચિંતાજનક બાબત છે.