સિનિયર સિટીઝનને મકાનમાં પ્રવેશનો હક અપાવવાનું કહીને ચાર લાખ પડાવ્યા

અમદાવાદ,બુધવારશહેરના સેટેલાઇટ અશોકનગરમાં રહેતા રહેતા સિનિયર સિટીઝનના પુત્રને તેના પત્ની સાથે મનમેળ ન રહેતો નહોતો. જેથી તેની પત્નીએ સસરા અને સાસુ માટે ઘરમાં પ્રવેશબંઘી કરી હતી. આ સિનિયર સિટીઝનને આગમ શાહ નામના એક કથિત પત્રકારે કલેક્ટર કચેરીમાં ઓળખાણ હોવાથી મકાનનો કબ્જો અપાવવાની ખાતરી આપીને ઓફિસમાં વ્યવહાર કરવાના નામે ચાર લાખે જેટલા રકમ પડાવી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સેટેલાઇટ ઇસરો પાસે આવેલા અશોકનગરમાં રહેતા  ૬૨ વર્ષીય દિપકભાઇ ગાંધીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના બે પુત્રો પૈકી દર્શન કેનેડા રહે છે અને વંદીશ અમેરિકા ખાતે રહે છે. વર્ષ ૨૦૨૧માં દર્શનના લગ્ન નિધી નામની યુવતી સાથે થયા હતા. તે સમયે દિપકભાઇ કેનેડા હતા અને લગ્ન બાદ કોઇ કારણસર નિધી કેનેડા આવી શકી નહોતી અને તે અશોકનગરમાં રહેતી હતી.ત્યારબાદ દર્શન અને નિધી વચ્ચે ફોન પર ઝઘડા થતા હતા. વર્ષ ૨૦૨૨માં જ્યારે  દિપકભાઇ કેનેડાથી પરત આવ્યા ત્યારે નિધીએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા નહોતા અને ધમકી આપી હતી. જેના કારણે દિપકભાઇ અન્ય સ્થળે રહેતા હતા. દિપકભાઇ તેમના એક પરિચીતની દુકાન પર અવારનવાર આવતા હતા.જ્યા તેમની મુલાકાત આગમ શાહ (રહે. વિતરાગ સોસાયટી, પાલડી)સાથે થઇ હતી. આગમ શાહે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી.તેણે દિપકભાઇને કહ્યું હતું કે  કલેક્ટર ઓફિસમાં તેની ઓળખાણ છે. આ માટે પાંચ લાખનો ખર્ચ થશે. જે નાણાં કલેક્ટર ઓફિસમાં જમા કરાવવાના છે. જેથી દિપકભાઇએ તબક્કવાર ચાર લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. જેની સામે આગમ શાહે તેમને કલેક્ટર કચેરીના સહી સિક્કા વાળો  લેટર આપીને કહ્યું હતું કે તમારૂ કામ ચાલુ છે. પરંતુ, વધારે સમય જતા દિપકભાઇએ કલેક્ટર કચેરીમાં જઇને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આગમ શાહે કલેક્ટર કચેરીના બનાવટી લેટર આપ્યા હતા. આ અગે તેમણે એલિસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સિનિયર સિટીઝનને મકાનમાં પ્રવેશનો હક અપાવવાનું કહીને ચાર લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

શહેરના સેટેલાઇટ અશોકનગરમાં રહેતા રહેતા સિનિયર સિટીઝનના પુત્રને તેના પત્ની સાથે મનમેળ ન રહેતો નહોતો. જેથી તેની પત્નીએ સસરા અને સાસુ માટે ઘરમાં પ્રવેશબંઘી કરી હતી. આ સિનિયર સિટીઝનને આગમ શાહ નામના એક કથિત પત્રકારે કલેક્ટર કચેરીમાં ઓળખાણ હોવાથી મકાનનો કબ્જો અપાવવાની ખાતરી આપીને ઓફિસમાં વ્યવહાર કરવાના નામે ચાર લાખે જેટલા રકમ પડાવી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. શહેરના સેટેલાઇટ ઇસરો પાસે આવેલા અશોકનગરમાં રહેતા  ૬૨ વર્ષીય દિપકભાઇ ગાંધીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના બે પુત્રો પૈકી દર્શન કેનેડા રહે છે અને વંદીશ અમેરિકા ખાતે રહે છે. વર્ષ ૨૦૨૧માં દર્શનના લગ્ન નિધી નામની યુવતી સાથે થયા હતા. તે સમયે દિપકભાઇ કેનેડા હતા અને લગ્ન બાદ કોઇ કારણસર નિધી કેનેડા આવી શકી નહોતી અને તે અશોકનગરમાં રહેતી હતી.ત્યારબાદ દર્શન અને નિધી વચ્ચે ફોન પર ઝઘડા થતા હતા. વર્ષ ૨૦૨૨માં જ્યારે  દિપકભાઇ કેનેડાથી પરત આવ્યા ત્યારે નિધીએ તેમને ઘરમાં પ્રવેશવા દીધા નહોતા અને ધમકી આપી હતી. જેના કારણે દિપકભાઇ અન્ય સ્થળે રહેતા હતા. દિપકભાઇ તેમના એક પરિચીતની દુકાન પર અવારનવાર આવતા હતા.જ્યા તેમની મુલાકાત આગમ શાહ (રહે. વિતરાગ સોસાયટી, પાલડી)સાથે થઇ હતી. આગમ શાહે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી.

તેણે દિપકભાઇને કહ્યું હતું કે  કલેક્ટર ઓફિસમાં તેની ઓળખાણ છે. આ માટે પાંચ લાખનો ખર્ચ થશે. જે નાણાં કલેક્ટર ઓફિસમાં જમા કરાવવાના છે. જેથી દિપકભાઇએ તબક્કવાર ચાર લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા. જેની સામે આગમ શાહે તેમને કલેક્ટર કચેરીના સહી સિક્કા વાળો  લેટર આપીને કહ્યું હતું કે તમારૂ કામ ચાલુ છે. પરંતુ, વધારે સમય જતા દિપકભાઇએ કલેક્ટર કચેરીમાં જઇને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આગમ શાહે કલેક્ટર કચેરીના બનાવટી લેટર આપ્યા હતા. આ અગે તેમણે એલિસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.