ગુજરાતમાં કુલ 3.95 લાખ મતદારોનો વધારો, ચૂંટણી પંચે આપી માહિતી

ચૂંટણી પંચની સુચના મુજબ અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં 01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે.1.72 લાખ પુરૂષ અને 2.23 લાખ સ્ત્રી મતદારોનો વધારો મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત 20 ઑગસ્ટથી 18 નવેમ્બર, 2024 દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ 29 ઑક્ટોબરથી 28 નવેમ્બર, 2024 સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મગાવવામાં આવી હતી. ગત 29 ઑક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56,56,321 પુરૂષ, 2,42,61,567 સ્ત્રી અને 1569 ત્રીજી જાતિના મળી કુલ 4,99,19,441 કરોડ મતદારો નોંધાયેલા હતા. 06 જાન્યુઆરી, 2025ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,58,28,987 પુરૂષ, 2,44,84,704 સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મળી કુલ 5,03,15,260 મતદારો નોંધાયેલા છે. નાગરિકો આ રીતે મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારો કરી શકે છે ઉલ્લેખનીય છે કે હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઈલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઈટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLOનો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ગુજરાતમાં કુલ 3.95 લાખ મતદારોનો વધારો, ચૂંટણી પંચે આપી માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ચૂંટણી પંચની સુચના મુજબ અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં 01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે.

1.72 લાખ પુરૂષ અને 2.23 લાખ સ્ત્રી મતદારોનો વધારો

મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત 20 ઑગસ્ટથી 18 નવેમ્બર, 2024 દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ 29 ઑક્ટોબરથી 28 નવેમ્બર, 2024 સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મગાવવામાં આવી હતી. ગત 29 ઑક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56,56,321 પુરૂષ, 2,42,61,567 સ્ત્રી અને 1569 ત્રીજી જાતિના મળી કુલ 4,99,19,441 કરોડ મતદારો નોંધાયેલા હતા. 06 જાન્યુઆરી, 2025ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,58,28,987 પુરૂષ, 2,44,84,704 સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મળી કુલ 5,03,15,260 મતદારો નોંધાયેલા છે.

નાગરિકો આ રીતે મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારો કરી શકે છે

ઉલ્લેખનીય છે કે હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઈલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઈટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLOનો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.