નડિયાદમાં કાંસ ઉપરની દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ, 46 દુકાનો ખાલી કરવા નોટિસ
દુકાનોનું સુપર સ્ટ્રક્ચર નબળું જણાઈ આવ્યાનો નોટિસમાં ઉલ્લેખ કાંસ પરની દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ નડિયાદ : નડિયાદ શહેરમાં કાંસ પર આવેલી સરદાર ભુવન કોમ્પ્લેક્સની છ દાયકા જૂની ૪૬ દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી પાલિકાએ તમામ દુકાનોના ભાડૂઆતોને ૧૫ દિવસમાં દુકાનો ખાલી કરી પાલિકાને કબજો સોંપી દેવા નોટિસ ફટકારી છે. દુકાનોનું સુપર સ્ટ્રક્ચર નબળું જણાઈ આવતા દુકાનો ખાલી કરવા જણાવાયું છે. તેમજ પાલિકાને કબ્જો નહીં સોંપવામાં આવે તો પાલિકા કબ્જો મેળવી લેશે તેવી તાકીદ નોટિસમાં કરાઈ છે. જેને લઈ દુકાનદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દુકાનોનું સુપર સ્ટ્રક્ચર નબળું જણાઈ આવ્યાનો નોટિસમાં ઉલ્લેખ કાંસ પરની દુકાનો ખાલી કરી પાલિકાને સોંપી દેવા તાકીદ
નડિયાદ : નડિયાદ શહેરમાં કાંસ પર આવેલી સરદાર ભુવન કોમ્પ્લેક્સની છ દાયકા જૂની ૪૬ દુકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી પાલિકાએ તમામ દુકાનોના ભાડૂઆતોને ૧૫ દિવસમાં દુકાનો ખાલી કરી પાલિકાને કબજો સોંપી દેવા નોટિસ ફટકારી છે. દુકાનોનું સુપર સ્ટ્રક્ચર નબળું જણાઈ આવતા દુકાનો ખાલી કરવા જણાવાયું છે. તેમજ પાલિકાને કબ્જો નહીં સોંપવામાં આવે તો પાલિકા કબ્જો મેળવી લેશે તેવી તાકીદ નોટિસમાં કરાઈ છે. જેને લઈ દુકાનદારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.