ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાયુ મહા સંમેલન,જાણો કયા અગ્રણીએ શું કીધુ

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં અસંતોષ 92 સંસ્થાના આગેવાનો તેમજ સમાજના લોકો રહ્યાં હાજર રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે સમાજ એક થયો છે કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે.આજે અમદાવાદના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયુ હતુ, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.સમાજના આગેવાનોનું કહેવુ છે કે અગામી સમયમાં નિર્ણય નહી આવે તો રાજયકક્ષાએ આંદોલન કરવામાં આવશે.ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય. અગાઉ સંમેલનને લઈ ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય આગેવાનો તેમજ પોલીસની બેઠક યોજાઈ હતી. વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે. સંમેલનનમાં યુવરાજ ભગીરથસિંહનું નિવેદન સંમેલનમાં ભગીરથસિંહે નિવેદન કર્યુ હતુ કે,રાજકીય આગેવાનો પાર્ટી સાથે ભળી ગયા છે,જયારે દેશને અમારી જરૂર હતી ત્યારે રજવાડા આપતા અમે વિલંબ કર્યો ન હતો તો ભાજપ અમારી માગ માટે શા માટે વિલંબ કરે છે,તો રૂપાલાએ માફી માગી તેમા પણ અહંકાર હતો. ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રરાજસિંહ ઝાલાનું નિવેદન સંમેલનમાં રુદ્રરાજસિંહ ઝાલા નિવેદન કર્યુ હતુ કે,જે પણ વ્યકિત કે નેતા વાણી વિલાસમાં ભાન ન રાખે તો તે માફીને લાયક નહી હોય,રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો તે જ સાચી માફી હશે.આ દરેક સમાજની બહેન દિકરીની વાત છે,કોઈ આગેવાનની ટિપ્પણી અન્ય સમાજ વિશે પણ ન કરે તે માટે શીખ બેસે તે જરુરી કરી શકાય.અગ્રણી ભગીરથસિંહનુ નિવેદન સંમેલનમાં ભગીરથસિંહ યુવરાજે નિવેદન કર્યુ હતુ કે,રાજકીય આગાવાનો પાર્ટી સાથે ભળી ગયા છે,તો સમાજના દુશમનને ઓળખવુ જરૂરી છે,રજવાડા દેવામાં અને વિલંબ નહીં કર્યો તો શા માટે અમારી માંગમાં માટે વિલંબ કર્યો છે,કોંગ્રેસને ભૂલી અમે ભાજપ અપનાવ્યો છતાં ભાજપે હજી સુધી અમારી માંગ પુરી કરી નહીં,અમારી માંગ પુરી થશે તો અને સાથે રહીને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું,રૂપાલાએ પાર્ટીને નુકશાન થતુ હોવાથી માફી માગી છે,રૂપાલા એ અશ્વમેઘનો ઘોડો થયો છે વગર લગામનો.તૃપ્તિબાનું નિવેદન આ સવાલ એ મહિલાઓની અસ્મિતાનો સવાલ છે જેથી અમે મેદાને આવ્યા છીએ,સતા પર બેસવા માટે રાજકીય આગેવાન આ રીતે ટિપ્પણી કરે તે ચલાવી ન લેવાય .લોકશાહીમાં આજ પછી કોઈપણ નેતા આવી ટિપ્પણી કરશે તો આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે,માથા ભેગા કરી લડત આપો,સતાને જાણીએ છે અને કાયદો પણ જાણીએ છે.અમે નિયમમાં રહીને આંદોલન કરીશું. રમઝુભા જાડેજાનું નિવેદન લડત આપવાની છે સમાજને નુકશન થાય તેવા નિવેદન ન આપવા,અવિશ્વાસ ન થાય તે જરૂરી છે,ક્ષત્રિય આંદોલનમાં ભાગ લેવો પણ જરૂરી છે. કરણસિંહ ચાવડાનું નિવેદન અશ્વમેઘનો ઘોડો લગામ વગર ગાંધીનગર ઉભો છેજે છૂટો મુકાયેલો છે જે ગમે ત્યારે નુકશાન કરી શકે છે તો યુઘ્ધ એ જ છે પરંતુ યુદ્ધની રીત બદલાઈ છે,માથા કાપવાના નહીં માથા ભેગા કરવાની રીત છે,આજદિન સુધી ક્યારેય સમાજ મેદાનમાં આવ્યું નહીં તો આજે અપમાનના લીધે મેદાને આવ્યા છે ક્ષત્રિય,જ્યાં મારું તારૂ થાય ત્યાં મહાભારત થાય. કરણીસેનાના પદ્મિની બા વાળાનું નિવેદન આ માફી એ જ કે રૂપાલાની ટિકીટ રદ કરો રાજકોટની તો રેલી હતી પણ રેલો હજી બાકી છે રૂપાલા ભાઈ સમજી જજો માપમાં રહેજો સામેથી રાજીનામુ આપી દો,આ તો ટ્રેલર છે મુવી બાકી છે જે સુપરહીટ મુવી રહેશે,મારું અનશન ચાલુ રહેશે.વીરભદ્રસિંહનું નિવેદન અમારી અટકાયત કરી છે અમને દબાવવાની કોશિશ કરે છે,સ્પ્રિંગને દબાવો તે વધારે ઉછડે છે યાદ રાખો.સમાજ પરિણામથી ન ડરે એકવાર નિકળી પડો,તો ભાજપ પર કટાક્ષ કર્યો હતો કે આપણે ક્યાં ઉધોગપતિ છે તો લઈ લેશે જોહર કરવાની જરૂર નહીં લડત આપો. યુવરાજસિંહનું નિવેદન રૂપાલાને બદલો એજ સમાજની માંગ છે સાથે સાથે સમાજ એક થયો છે રૂપાલાએ ભેગા કર્યા છે તો કોણ આપણું કોણ પારકું એ ખબર પડી હશે કોણ જયચંદ કોણ શકુની એ હવે ખબર પડે છે,આપણામાં રહીને ફૂટ પાડવાનું કામ કરે છે,ખભા સાથે ખભા મિલાવી આપણને ના પતાવે એ જો જો,રસિયા રૂપાલા ને ટીકીટ આપવી ગમતી નથી,સૌએ ભાગ લઈ બદનક્ષી કરવી જોઈએ. પી ટી જાડેજાનુ નિવેદન જે લોકો નામ નિશાન મિટાવવા આવ્યા હોય તો તેવા ભાજપૂતો રાજપૂતો બનો પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ થાય તેની શપથ લો સાથે સાથે ફાંસી થાય તો પણ સંતોષ ક્ષત્રિય ને સંતોષ ન થાય પણ એક જ મંગ છે ઉમેદવારી રદ કરાવો,જૌહર ઉપવાસ પર રાજપુતાણીઓ મેદાને આવે તે ના ચાલે પાળિયાને પડકાર છે ક્ષત્રિય સમાજનો તમે પાઘડીઓનું અપમાન કર્યું છે અને કહો છો પાઘડી પહેરીને આવજો,ધંધુકામાં ગ્રાઉન્ડ ઓછું પડયું છે સ્વયંભૂ ક્ષત્રિયો મેદાને આવ્યા છે જો પરષોત્તમ રૂપાલા ટીકીટ રદ ન થાય તો અમે મત નહીં આપીએ તેના શપથ લીધા છે,રાજકોટમાં મહાસંમેલન થશે,તો ચુડાસમાને લઈ ટોણો માર્યો હતો અને કીધુ કે તે બહુ ચતુર છે. 

ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાયુ મહા સંમેલન,જાણો કયા અગ્રણીએ શું કીધુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં અસંતોષ
  • 92 સંસ્થાના આગેવાનો તેમજ સમાજના લોકો રહ્યાં હાજર
  • રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટે સમાજ એક થયો છે

કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે.આજે અમદાવાદના ધંધુકા ખાતે સાંજે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયુ હતુ, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.સમાજના આગેવાનોનું કહેવુ છે કે અગામી સમયમાં નિર્ણય નહી આવે તો રાજયકક્ષાએ આંદોલન કરવામાં આવશે.ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય. અગાઉ સંમેલનને લઈ ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય આગેવાનો તેમજ પોલીસની બેઠક યોજાઈ હતી.

વઢવાણ અને ભાવનગર રાજવી પરિવારે શું કહ્યું 

રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે, રૂપાલાના નિવેદન પર હવે વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હૂંકાર કર્યો છે.

સંમેલનનમાં યુવરાજ ભગીરથસિંહનું નિવેદન

સંમેલનમાં ભગીરથસિંહે નિવેદન કર્યુ હતુ કે,રાજકીય આગેવાનો પાર્ટી સાથે ભળી ગયા છે,જયારે દેશને અમારી જરૂર હતી ત્યારે રજવાડા આપતા અમે વિલંબ કર્યો ન હતો તો ભાજપ અમારી માગ માટે શા માટે વિલંબ કરે છે,તો રૂપાલાએ માફી માગી તેમા પણ અહંકાર હતો.


ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રરાજસિંહ ઝાલાનું નિવેદન

સંમેલનમાં રુદ્રરાજસિંહ ઝાલા નિવેદન કર્યુ હતુ કે,જે પણ વ્યકિત કે નેતા વાણી વિલાસમાં ભાન ન રાખે તો તે માફીને લાયક નહી હોય,રૂપાલાની ઉમેદવારી રદ્દ કરો તે જ સાચી માફી હશે.આ દરેક સમાજની બહેન દિકરીની વાત છે,કોઈ આગેવાનની ટિપ્પણી અન્ય સમાજ વિશે પણ ન કરે તે માટે શીખ બેસે તે જરુરી કરી શકાય.



અગ્રણી ભગીરથસિંહનુ નિવેદન

સંમેલનમાં ભગીરથસિંહ યુવરાજે નિવેદન કર્યુ હતુ કે,રાજકીય આગાવાનો પાર્ટી સાથે ભળી ગયા છે,તો સમાજના દુશમનને ઓળખવુ જરૂરી છે,રજવાડા દેવામાં અને વિલંબ નહીં કર્યો તો શા માટે અમારી માંગમાં માટે વિલંબ કર્યો છે,કોંગ્રેસને ભૂલી અમે ભાજપ અપનાવ્યો છતાં ભાજપે હજી સુધી અમારી માંગ પુરી કરી નહીં,અમારી માંગ પુરી થશે તો અને સાથે રહીને અમે જીતાડવાનો પ્રયત્ન કરીશું,રૂપાલાએ પાર્ટીને નુકશાન થતુ હોવાથી માફી માગી છે,રૂપાલા એ અશ્વમેઘનો ઘોડો થયો છે વગર લગામનો.

તૃપ્તિબાનું નિવેદન

આ સવાલ એ મહિલાઓની અસ્મિતાનો સવાલ છે જેથી અમે મેદાને આવ્યા છીએ,સતા પર બેસવા માટે રાજકીય આગેવાન આ રીતે ટિપ્પણી કરે તે ચલાવી ન લેવાય .લોકશાહીમાં આજ પછી કોઈપણ નેતા આવી ટિપ્પણી કરશે તો આ ક્ષત્રિય આંદોલન યાદ આવશે,માથા ભેગા કરી લડત આપો,સતાને જાણીએ છે અને કાયદો પણ જાણીએ છે.અમે નિયમમાં રહીને આંદોલન કરીશું.


રમઝુભા જાડેજાનું નિવેદન

લડત આપવાની છે સમાજને નુકશન થાય તેવા નિવેદન ન આપવા,અવિશ્વાસ ન થાય તે જરૂરી છે,ક્ષત્રિય આંદોલનમાં ભાગ લેવો પણ જરૂરી છે.

કરણસિંહ ચાવડાનું નિવેદન

અશ્વમેઘનો ઘોડો લગામ વગર ગાંધીનગર ઉભો છેજે છૂટો મુકાયેલો છે જે ગમે ત્યારે નુકશાન કરી શકે છે તો યુઘ્ધ એ જ છે પરંતુ યુદ્ધની રીત બદલાઈ છે,માથા કાપવાના નહીં માથા ભેગા કરવાની રીત છે,આજદિન સુધી ક્યારેય સમાજ મેદાનમાં આવ્યું નહીં તો આજે અપમાનના લીધે મેદાને આવ્યા છે ક્ષત્રિય,જ્યાં મારું તારૂ થાય ત્યાં મહાભારત થાય.

કરણીસેનાના પદ્મિની બા વાળાનું નિવેદન

આ માફી એ જ કે રૂપાલાની ટિકીટ રદ કરો રાજકોટની તો રેલી હતી પણ રેલો હજી બાકી છે રૂપાલા ભાઈ સમજી જજો માપમાં રહેજો સામેથી રાજીનામુ આપી દો,આ તો ટ્રેલર છે મુવી બાકી છે જે સુપરહીટ મુવી રહેશે,મારું અનશન ચાલુ રહેશે.

વીરભદ્રસિંહનું નિવેદન

અમારી અટકાયત કરી છે અમને દબાવવાની કોશિશ કરે છે,સ્પ્રિંગને દબાવો તે વધારે ઉછડે છે યાદ રાખો.સમાજ પરિણામથી ન ડરે એકવાર નિકળી પડો,તો ભાજપ પર કટાક્ષ કર્યો હતો કે આપણે ક્યાં ઉધોગપતિ છે તો લઈ લેશે જોહર કરવાની જરૂર નહીં લડત આપો.

યુવરાજસિંહનું નિવેદન

રૂપાલાને બદલો એજ સમાજની માંગ છે સાથે સાથે સમાજ એક થયો છે રૂપાલાએ ભેગા કર્યા છે તો કોણ આપણું કોણ પારકું એ ખબર પડી હશે

કોણ જયચંદ કોણ શકુની એ હવે ખબર પડે છે,આપણામાં રહીને ફૂટ પાડવાનું કામ કરે છે,ખભા સાથે ખભા મિલાવી આપણને ના પતાવે એ જો જો,રસિયા રૂપાલા ને ટીકીટ આપવી ગમતી નથી,સૌએ ભાગ લઈ બદનક્ષી કરવી જોઈએ.

પી ટી જાડેજાનુ નિવેદન

જે લોકો નામ નિશાન મિટાવવા આવ્યા હોય તો તેવા ભાજપૂતો રાજપૂતો બનો પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ થાય તેની શપથ લો સાથે સાથે ફાંસી થાય તો પણ સંતોષ ક્ષત્રિય ને સંતોષ ન થાય પણ એક જ મંગ છે ઉમેદવારી રદ કરાવો,જૌહર ઉપવાસ પર રાજપુતાણીઓ મેદાને આવે તે ના ચાલે પાળિયાને પડકાર છે ક્ષત્રિય સમાજનો તમે પાઘડીઓનું અપમાન કર્યું છે અને કહો છો પાઘડી પહેરીને આવજો,ધંધુકામાં ગ્રાઉન્ડ ઓછું પડયું છે સ્વયંભૂ ક્ષત્રિયો મેદાને આવ્યા છે જો પરષોત્તમ રૂપાલા ટીકીટ રદ ન થાય તો અમે મત નહીં આપીએ તેના શપથ લીધા છે,રાજકોટમાં મહાસંમેલન થશે,તો ચુડાસમાને લઈ ટોણો માર્યો હતો અને કીધુ કે તે બહુ ચતુર છે.