દરિયાપુર મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય ઉપર ટોળાનો હુમલો

અમદાવાદ,શનિવારગુજરાતમાં આવેલા મદ્રેસાઓમાં ભણતા વિદ્યાથીઓ અન્ય સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરે છે કે કેમ અને મદ્રેસાઓમાંં અન્ય જ્ઞાાતિના વિદ્યાર્થીઓ ભણેછે કે કેમ તેની તપાસ કરવા રાજ્ય શિક્ષણ વિભાગે દ્વારા આજે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના ભાગરૃપે આજે દરિયાપુર વિસ્તારમાં આવેલ મદ્રેસામાં પ્રિન્સિપાલ સર્વે કરવા માટે ગયા હતા જ્યાં મદ્રેસા બંધ હોવાથી તેઓ ફોટા પાડતા હતા. આ સમયે ટોળાએ આચાર્ય ઉપર હુમલો કરીને તેમનો મોબાઇલ અને સરકારી દસ્તાવેજ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે  લૂંટ,સરકારી કામમમાં દખલગીરી, મારા મારી, ધમકી, ગાળો બોલવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી.મદ્રેસાના ફોટા પાડતા ટોળાએ માર માર્યો ઃ દરિયાપુર પોલીસે સાત સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી સોલા વિસ્તારમાં રહેતા અને બાપુનગરની શ્રુતી હાયર સેકન્ડરી સ્કૂલમાં ૨૭ વર્ષથી નોકરી કરતા આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરહાન તથા ફૈસલ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ડીઇઓની સુચના મુજબ  દરિયાપુરમાં સુલતાન મહોલ્લા ખાતે આવેલ સૈયદ સુલતાની મસ્જીદ ખાતેના મદ્રેસામાં જઇ બાળકોની અને શિક્ષકોની સંખ્યા, રૃમની ઓરડી વગેરેનો સર્વ કરવા મદ્રેસામાં હતા. પરંતુ ત્યારે મસ્જીદનો દરવાજો બંધ હતો. જેથી અધિકારીએ ફોટો પાડી મોકલવા જણાવ્યું હતું.આચાર્ય ફોટો પાડતા હતા ત્યારે જ અચાનક ત્યાં ટોળુ આવ્યું હતું અને અહીંયા કેમ ફોટો પાડો છો તેમ કહી મારા મારી શરૃ કરી દીધી હતી. ત્યારબાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે ટોળામાંથી કોઇએ બુમ પાડી હતી કે, ફરહાન અને ફૈસલ આનો ફોન લઇ, દસ્તાવેજ લઇ લો કહેતા માર મારીને તેમનો ફોન તથા દસ્તાવેજ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દરિયાપુર મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય ઉપર ટોળાનો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

ગુજરાતમાં આવેલા મદ્રેસાઓમાં ભણતા વિદ્યાથીઓ અન્ય સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરે છે કે કેમ અને મદ્રેસાઓમાંં અન્ય જ્ઞાાતિના વિદ્યાર્થીઓ ભણેછે કે કેમ તેની તપાસ કરવા રાજ્ય શિક્ષણ વિભાગે દ્વારા આજે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના ભાગરૃપે આજે દરિયાપુર વિસ્તારમાં આવેલ મદ્રેસામાં પ્રિન્સિપાલ સર્વે કરવા માટે ગયા હતા જ્યાં મદ્રેસા બંધ હોવાથી તેઓ ફોટા પાડતા હતા. આ સમયે ટોળાએ આચાર્ય ઉપર હુમલો કરીને તેમનો મોબાઇલ અને સરકારી દસ્તાવેજ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે  લૂંટ,સરકારી કામમમાં દખલગીરી, મારા મારી, ધમકી, ગાળો બોલવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી હતી.

મદ્રેસાના ફોટા પાડતા ટોળાએ માર માર્યો ઃ દરિયાપુર પોલીસે સાત સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી

 સોલા વિસ્તારમાં રહેતા અને બાપુનગરની શ્રુતી હાયર સેકન્ડરી સ્કૂલમાં ૨૭ વર્ષથી નોકરી કરતા આચાર્યએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરહાન તથા ફૈસલ સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ડીઇઓની સુચના મુજબ  દરિયાપુરમાં સુલતાન મહોલ્લા ખાતે આવેલ સૈયદ સુલતાની મસ્જીદ ખાતેના મદ્રેસામાં જઇ બાળકોની અને શિક્ષકોની સંખ્યા, રૃમની ઓરડી વગેરેનો સર્વ કરવા મદ્રેસામાં હતા. પરંતુ ત્યારે મસ્જીદનો દરવાજો બંધ હતો. જેથી અધિકારીએ ફોટો પાડી મોકલવા જણાવ્યું હતું.

આચાર્ય ફોટો પાડતા હતા ત્યારે જ અચાનક ત્યાં ટોળુ આવ્યું હતું અને અહીંયા કેમ ફોટો પાડો છો તેમ કહી મારા મારી શરૃ કરી દીધી હતી. ત્યારબાદ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમયે ટોળામાંથી કોઇએ બુમ પાડી હતી કે, ફરહાન અને ફૈસલ આનો ફોન લઇ, દસ્તાવેજ લઇ લો કહેતા માર મારીને તેમનો ફોન તથા દસ્તાવેજ લૂંટી લીધા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.