તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતો માટે મોટો નિર્ણય, ખેડૂત મટી ગયેલા લોકોને અપાશે પ્રમાણપત્ર
Gandhinagar : ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા રાજ્ય સરકારે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. આ પણ વાંચો : પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી પહોંચાડનાર વ્યક્તિ ઝડપાયો, દ્વારકામાં ગુજરાત ATSની મોટી કાર્યવાહીપ્રમાણપત્ર મેળવવા સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશેરાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર, વર્ષ 1960થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar : ગુજરાત સરકારે વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોવા છતાં પ્રમાણપત્રના અભાવે બિન ખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા રાજ્ય સરકારે આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.
પ્રમાણપત્ર મેળવવા સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે
રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર, વર્ષ 1960થી એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી વિવિધ પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેકટર સમક્ષ અરજી કરી શકશે.