ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panchmahal News : ગુજરાતના અન્ય શહેરોની જેમ પંચમહાલના ગોધરામાં પણ વાહનચાલકો દ્વારા સરકાર માન્ય નંબર પ્લેટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઘણા વાહનચાલકો તેમના વાહનની નંબર પ્લેટ પર મનપસંદ શબ્દો, આકૃતિઓ, કે પોતાના નામ લખાવીને જાણે કાયદાને પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નિયમનો ઉલાળિયો
RTOના નિયમો મુજબ, વાહનની નંબર પ્લેટ પર માત્ર માન્ય રજિસ્ટ્રેશન નંબર જ સ્પષ્ટ અને નિર્ધારિત ફોન્ટમાં દર્શાવવો ફરજિયાત છે. તેમ છતાં વાહનચાલકો 'રાજા', 'દાદા' જેવા શબ્દો કે પછી પોતાની જાતિ સૂચક શબ્દો લખાવીને પોતાની ઓળખ પ્રદર્શિત કરી રહ્યા છે.
What's Your Reaction?






