SOU ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે 1,220 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

Oct 31, 2025 - 00:00
SOU ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે 1,220 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ સંપન્ન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. તેમને હસ્તે એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ.1,220ના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તેમજ ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.

એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું

એકતા નગર ખાતે રૂ.56.33 કરોડના ખર્ચે GSEC & SSNNL ક્વાર્ટર્સ, રૂ.303 કરોડના ખર્ચે બિરસા મુંડા ભવન,રૂ.54.65 કરોડના ખર્ચે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ (ફેઝ-1), રૂ.30 કરોડના ખર્ચે 25 ઈ-બસો, રૂ.20.72 કરોડના ખર્ચે સાતપુડા પ્રોટેક્શન વોલ તથા રિવરફ્રન્ટ, રૂ.18.68 કરોડના ખર્ચે વામન વૃક્ષ વાટિકા (બોન્સાઈ ગાર્ડન), રૂ.8.09 કરોડના ખર્ચે વોક વે(ફેઝ-2),રૂ.5.55 કરોડનો એપ્રોચ રોડ, રૂ.5.52 કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ ડેપો,રૂ.4.68 કરોડના ખર્ચે સ્માર્ટ બસ સ્ટોપ (ફેઝ-2), રૂ.3.18 કરોડના ખર્ચે સીસી રોડ,રૂ.1.48 કરોડના ખર્ચે ડેમ રિપ્લિકા એન્ડ ગાર્ડન,રૂ1.09 કરોડના ખર્ચે એસબીબી ગાર્ડનનું વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. નવનિર્મિત પ્રોજેક્ટો પ્રવાસીઓને વધારાની સુવિધા પૂરી પાડશે.

ઈ-ખાતમુહૂર્ત થયેલા પ્રોજેક્ટઃ ઈતિહાસ, વારસો અને આધુનિક વિકાસનો સમન્વય

રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે વડાપ્રધાનના હસ્તે 10 મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. આમાં સૌથી મહત્વના છે પ્રોજેક્ટની વાત કરીએ તો રૂ.367.25 કરોડના ખર્ચે ધ મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઈન્ડિયા, રૂ.140.45 કરોડના ખર્ચે વિઝિટર સેન્ટર, રૂ.90.46 કરોડના ખર્ચે વીર બાલક ઉદ્યાન, રૂ.27.43 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાત ટ્રાવેલેટરનું એક્સ્ટેન્શન,રૂ.23.60 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રૂ.22.29ના ખર્ચે ૨૪ મીટર એકતા નગર કોલોની રોડ, રૂ.12.50 કરોડના ખર્ચે જેટી ડેવલપમેન્ટ, રૂ.3.48 કરોડના CISF બેરેકસ,રૂ. 12.50 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર મંદિર પાસે જેટીનું કામકાજ,12.85 કરોડના ખર્ચે રેઇન ફોરેસ્ટ જેવા મહત્વના વિકાસ કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0