Mahesana: માવઠાથી ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાકને ભારે નુકસાન

Oct 31, 2025 - 02:30
Mahesana: માવઠાથી ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાકને ભારે નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વિજાપુર તાલુકાના રણસીપુર, ટેચાવા અને આસપાસના ગામોમાં પડેલા વરસાદથી મગફ્ળીના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. પલળી ગયેલી મગફ્ળીનો માર્કેટમાં યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉપજ ખર્ચ ઊભો કરવો પણ મુશ્કેલ બન્યો છે અને સરકારની ખરીદી યોજનામાં પણ પલળેલી મગફ્ળી સ્વીકારાતી નથી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં દર વર્ષે મોટા પાયે મગફ્ળીનું વાવેતર થાય છે. આ વર્ષે પણ વિજાપુર તેમજ મહેસાણા તાલુકાના ગોઝારીયા સહિતના વિસ્તારમાં પણ ખરીફ્ સિઝનમાં ખેડૂતો દ્વારા વિશાળ પ્રમાણમાં મગફ્ળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ, આ વર્ષે વાતાવરણની અનિશ્ચિતતા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મગફ્ળીનું ઉત્પાદન ખૂબ જ ઓછું હોવાથી ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયા હતા. હવે, માવઠાએ નુકસાનમાં વધુ વધારો કર્યો છે.

વિજાપુર તાલુકાના રણસીપુર ગામ સહિત આસપાસના 7 થી 8 ગામોમાં મોટા પ્રમાણમાં મગફ્ળીનું વાવેતર થાય છે. રણસીપુર, ટેચાવા, ડેરિયા, સરદારપુર, કોટ, રામપુર જેવા ગામોના ખેડૂતો રાતા પાણીએ મગફ્ળી રોપવાનું કામ કરે છે. દરેક ખેડૂત આશા રાખે છે કે આ વર્ષે પણ મગફ્ળીનું સારું ઉત્પાદન મળશે. પરંતુ, લણણી સમયે અચાનક પડેલા વરસાદે સમગ્ર પાકને અસર પહોંચાડી છે. ખેડૂત જોઈતાભાઈ સોમાભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ઉતારો ઓછો રહ્યો અને માવઠા પડતાં મગફ્ળીની ગુણવત્તા બગડી ગઈ છે. પલળી ગયેલી મગફ્ળીમાં ફુગજન્ય રોગો દેખાવા લાગ્યા છે. ઘાસચારો પણ કાળાશ પકડી ગયો છે. જેથી પશુઓને ખવડાવવા માટેનું ઘાસ પણ બગડયું છે.

ભરતભાઈ રામાભાઈ પટેલે જણાવ્યું હતું કે, રણસીપુરમાં દર વર્ષે આશરે 3,000 વીઘા જેટલું મગફ્ળીનું વાવેતર થાય છે. જ્યારે સમગ્ર વિસ્તાર ટેચાવા, ડેરિયા, સરદારપુર, કોટ અને રામપુર જેવા ગામોને મળીને 15 થી 20 હજાર વીઘામાં મગફ્ળી વવાય છે. કમોસમી માવઠાથી પલળેલી મગફ્ળીનો માર્કેટમાં ભાવ માત્ર રૂ.700 થી રૂ.800 સુધી જ મળી રહ્યો છે અને એમાં પણ પ્રતિ વીઘા 10 થી 15 મણ જેટલો ઉતારો જ મળ્યો છે. જે ખેડૂતો પાસે વ્યવસ્થા છે તે ખેડૂતોએ પોતાની મગફ્ળી કાઢીને યોગ્ય જગ્યાએ સંગ્રહ કર્યો છે. પરંતુ, નાના ખેડૂતો કે જેમના પાસે જગ્યા નથી તે ખેડૂતો માટે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0