ગુજરાતમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણ મંદિર, સ્મૃતિ સ્મારક બનવા પાછળ દર્દભરી કહાણી

Lioness Smruti Smarak At Gir, Gujarat : પીપાવાવ નજીક રેલવે ટ્રેકમાં મૃત્યું પામેલી બે સિંહણની યાદમાં રાજુલાના ભેરાઈ ગામના વાડી વિસ્તારમાં 'સિંહણ સ્મારક' બનાવવામાં આવ્યું છે. જેમાં રાની અને રુપસુંદરી નામની સિંહણની હંમેશા માટે યાદ રહી જાય તે માટે ભેરાઈ ગામના ખેડૂતે પોતાની જમીન આપી 'સિંહણ સ્મારક' બનાવવામાં આવ્યું છે.2014માં બે સિંહણના રેલવે અકસ્માતમાં મોત થયા હતાગીરના લોકો અને ગીરના સિંહો વચ્ચેનો સંબધો અદ્ભુત છે. રાજુલાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં અહીંના લોકોએ સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું છે. વર્ષ 2014માં બે સિંહણના રેલવે ટ્રેકમાં આવી જવાથી આ પંથકની રાની અને રુપસુંદરી નામની સિંહણનું મોત થયું હતું, ત્યારે સ્થાનિકોએ આ સિંહણની યાદમાં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે. બંને સિંહણોએ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતુંરાજુલા તાલુકાના ભેરાઈ ગામના વાડી વિસ્તારમાં બે સિંહણોની યાદમાં અહીંના સ્થાનિક લોકોએ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે. સિંહ દિવસની ઉજવણી દરમિયાન સિંહણ સ્મૃતિ સ્મારક ત્યાના માણસો અને સિંહ વચ્ચેના અનેરા સંબંધોની છબી ઊભી કરે છે. મળતી માહિતી પ્રમાણે, બૃહદ ગીર વિસ્તારમાં આવતા રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં રાની અને રૃપસુંદરી નામની બે સિંહણો અહીં વસવાટ કરતી હતી. બંને સિંહણોએ માનવ વસ્તીને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડયું ન હતું. સ્થાનિકોને ક્યારેય પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડતા લોકોમાં બંને સિંહણો ખુબ પ્રખ્યાત હતી.એક સિંહણ ગર્ભવતી હોવાથી તેના પેટમાં ત્રણ બચ્ચા હતામળતી માહિતી પ્રમાણે, વર્ષ 2014માં આ બંન્ને સિંહણો રેલવે ટ્રેકમાં ટ્રેનની નીચે આવી જવાથી મૃત્યું પામી હતી. જેની સરકાર દ્વારા પણ નોંધ લીધી હતી. બંને સિંહણના ટ્રેન અકસ્માતમાં મોત થયા પછી સિંહણનું પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે, બંનેમાંથી એક સિંહણો ગર્ભવતી હતી અને તેના પેટમાં ત્રણ બચ્ચા હતા. જેથી કુલ પાંચ સિંહના મોત થયા હતા. આ વિસ્તારના લોકોની પરિચિત સિંહણના ટ્રેન અકસ્માતમાં મોત થતા બંને સિંહણની યાદમાં અકસ્માત સ્થળેથી થોડે દૂર આવલા એક ખેતરમાં તેનું સ્મારક બનાવવાનું નક્કી થયું હતું. આ દરમિયાન સ્થાનિકો દ્વારા સિંહણ સ્મારક બનાવવા માટે હરસુરભાઈ રામે પોતાના ખેતરની જમીન આપી હતું. જ્યારે કથ્થડભાઈ રામ અને ભીખુભાઈ બાટાવાળાએ બંને સિંહણના ફોટો રાખીને નાનું સ્મારક બનાવ્યું હતું. આમ રાજ્યભરમાં સિંહ દિવસની ઉજવણીની સાથે-સાથે સ્થાનિક લોકોએ અકસ્માતમાં મૃત્યું પામેલી બે સિંહણનું સ્મૃતિ સ્મારક બનાવીને સિંહ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક દાયકો થયો છતાં પંથકના લોકો રાની અને રુપસુંદરીને આજે પણ ભૂલી શક્યા નથી.

ગુજરાતમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહણ મંદિર, સ્મૃતિ સ્મારક બનવા પાછળ દર્દભરી કહાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Lioness Smruti Smarak At Gir

Lioness Smruti Smarak At Gir, Gujarat : પીપાવાવ નજીક રેલવે ટ્રેકમાં મૃત્યું પામેલી બે સિંહણની યાદમાં રાજુલાના ભેરાઈ ગામના વાડી વિસ્તારમાં 'સિંહણ સ્મારક' બનાવવામાં આવ્યું છે. જેમાં રાની અને રુપસુંદરી નામની સિંહણની હંમેશા માટે યાદ રહી જાય તે માટે ભેરાઈ ગામના ખેડૂતે પોતાની જમીન આપી 'સિંહણ સ્મારક' બનાવવામાં આવ્યું છે.

2014માં બે સિંહણના રેલવે અકસ્માતમાં મોત થયા હતા

ગીરના લોકો અને ગીરના સિંહો વચ્ચેનો સંબધો અદ્ભુત છે. રાજુલાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં અહીંના લોકોએ સિંહણ સ્મૃતિ મંદિરનું નિર્માણ કર્યું છે. વર્ષ 2014માં બે સિંહણના રેલવે ટ્રેકમાં આવી જવાથી આ પંથકની રાની અને રુપસુંદરી નામની સિંહણનું મોત થયું હતું, ત્યારે સ્થાનિકોએ આ સિંહણની યાદમાં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે. 

બંને સિંહણોએ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું

રાજુલા તાલુકાના ભેરાઈ ગામના વાડી વિસ્તારમાં બે સિંહણોની યાદમાં અહીંના સ્થાનિક લોકોએ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે. સિંહ દિવસની ઉજવણી દરમિયાન સિંહણ સ્મૃતિ સ્મારક ત્યાના માણસો અને સિંહ વચ્ચેના અનેરા સંબંધોની છબી ઊભી કરે છે. મળતી માહિતી પ્રમાણે, બૃહદ ગીર વિસ્તારમાં આવતા રાજુલા તાલુકાના ભેરાઈ ગામમાં રાની અને રૃપસુંદરી નામની બે સિંહણો અહીં વસવાટ કરતી હતી. બંને સિંહણોએ માનવ વસ્તીને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડયું ન હતું. સ્થાનિકોને ક્યારેય પણ કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચાડતા લોકોમાં બંને સિંહણો ખુબ પ્રખ્યાત હતી.

એક સિંહણ ગર્ભવતી હોવાથી તેના પેટમાં ત્રણ બચ્ચા હતા

મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2014માં આ બંન્ને સિંહણો રેલવે ટ્રેકમાં ટ્રેનની નીચે આવી જવાથી મૃત્યું પામી હતી. જેની સરકાર દ્વારા પણ નોંધ લીધી હતી. બંને સિંહણના ટ્રેન અકસ્માતમાં મોત થયા પછી સિંહણનું પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે, બંનેમાંથી એક સિંહણો ગર્ભવતી હતી અને તેના પેટમાં ત્રણ બચ્ચા હતા. જેથી કુલ પાંચ સિંહના મોત થયા હતા. આ વિસ્તારના લોકોની પરિચિત સિંહણના ટ્રેન અકસ્માતમાં મોત થતા બંને સિંહણની યાદમાં અકસ્માત સ્થળેથી થોડે દૂર આવલા એક ખેતરમાં તેનું સ્મારક બનાવવાનું નક્કી થયું હતું. આ દરમિયાન સ્થાનિકો દ્વારા સિંહણ સ્મારક બનાવવા માટે હરસુરભાઈ રામે પોતાના ખેતરની જમીન આપી હતું. જ્યારે કથ્થડભાઈ રામ અને ભીખુભાઈ બાટાવાળાએ બંને સિંહણના ફોટો રાખીને નાનું સ્મારક બનાવ્યું હતું. આમ રાજ્યભરમાં સિંહ દિવસની ઉજવણીની સાથે-સાથે સ્થાનિક લોકોએ અકસ્માતમાં મૃત્યું પામેલી બે સિંહણનું સ્મૃતિ સ્મારક બનાવીને સિંહ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક દાયકો થયો છતાં પંથકના લોકો રાની અને રુપસુંદરીને આજે પણ ભૂલી શક્યા નથી.