Ahmedabadના વિરમગામમાં મંજૂરી વિના શરૂ કરાયેલા 4 ખાનગી મેળા નાયબકલેકટરે બંધ કરાવ્યા

વિરમગામમાં 4 મેળા શરૂ કરાતા બંધ કરાવાયા મંજૂરી વગર 4 ખાનગી મેળાઓ શરૂ કરાયા હતા આયોજકોએ મંજૂરી લીધા વગર શરૂ કર્યા હતા મેળા અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં મંજૂરી વગર 4 ખાનગી મેળા શરૂ થયા હતા આ વાત તંત્રને ધ્યાને આવતા પોલીસ તેમજ મામલતદારે મેળાના સ્થળ પર જઈ ચારેય મેળા બંધ કરાવ્યા હતા,તંત્રની કોઈ પણ મંજૂરી મેળવી નહી અને ફાયર એનઓસી પણ મેળવી ન હતી જેના કારણે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મામલતદાર અને પોલીસ મેળામાં પહોંચ્યા સાતમ-આઠમ અને જનમાષ્ટીના પર્વને લઈ મેળા વિરમગામમાં શરૂ કરવામાં આવ્યા છે.પરંતુ ફાયરવિભાગની એનઓસી તેમજ તંત્ર પાસેથી કોઈ મંજૂરી લેવામાં ના આવતા નાયબકલેકટરના આદેશથી આ મેળા બંધ કરવાયા છે,આયોજકો દ્રારા ખાનગી રીતે મેળા શરૂ કરી દેવામાં આવ્યા હતા.પરંતુ કોઈ ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહે અને સાથે સાથે કોઈ મંજૂરી પણ લીધી ન હતી તેને લઈ લોકોના જીવ જોખમમાં ના મૂકાય જેથી મેળા બંધ કરાવાયા છે. જાણો કયા મેળા કરાયા બંધ વિરમગામ શહેરમા મંજૂરી વગર ખાનગી 4 મેળાઓ શરૂ કરાતા મોડીરાત્રીએ બંધ કરાવાયા છે.વિરમગામ શહેરના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર પટંગણ,સંઘાડીયા મેદાન, શેઠ એમ.જે.હાઇસ્કૂલ અને કેશવ હરપાલ જીનમા મેળાઓ બંધ કરાવ્યા છે.તંત્રનુ અને પોલીસ વિભાગનું કહેવું છે કે આયોજકો દ્રારા કોઈ પણ પરમિશન અમારી પાસે લીધી નથી કે ફાયર વિભાગ પાસે પણ લીધી નથી,એમ જ મેળાઓ શરૂ કરી દેવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહેશે રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર પણ જાગી છે,જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય અને લોકમેળા ચાલતા હોય તે તમામ જગ્યાઓ પર સરકારની એસઓપી પ્રમાણેનું પાલન ના થતું હોય તો તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે,ત્યારે નાના ગામડાઓમાં તહેવારોને લઈ લોકમેળા શરૂ કરી દેવામાં આવે છે,જો હજી પણ કોઈ લોકોમેળાનો આયોજક તંત્રની પરમિશન નહી લે તો આજ રીતે મેળા બંધ કરાવવામાં આવશે તે નક્કી છે.  

Ahmedabadના વિરમગામમાં મંજૂરી વિના શરૂ કરાયેલા 4 ખાનગી મેળા નાયબકલેકટરે બંધ કરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિરમગામમાં 4 મેળા શરૂ કરાતા બંધ કરાવાયા
  • મંજૂરી વગર 4 ખાનગી મેળાઓ શરૂ કરાયા હતા
  • આયોજકોએ મંજૂરી લીધા વગર શરૂ કર્યા હતા મેળા

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં મંજૂરી વગર 4 ખાનગી મેળા શરૂ થયા હતા આ વાત તંત્રને ધ્યાને આવતા પોલીસ તેમજ મામલતદારે મેળાના સ્થળ પર જઈ ચારેય મેળા બંધ કરાવ્યા હતા,તંત્રની કોઈ પણ મંજૂરી મેળવી નહી અને ફાયર એનઓસી પણ મેળવી ન હતી જેના કારણે તંત્રએ કડક કાર્યવાહી કરી છે.

મામલતદાર અને પોલીસ મેળામાં પહોંચ્યા

સાતમ-આઠમ અને જનમાષ્ટીના પર્વને લઈ મેળા વિરમગામમાં શરૂ કરવામાં આવ્યા છે.પરંતુ ફાયરવિભાગની એનઓસી તેમજ તંત્ર પાસેથી કોઈ મંજૂરી લેવામાં ના આવતા નાયબકલેકટરના આદેશથી આ મેળા બંધ કરવાયા છે,આયોજકો દ્રારા ખાનગી રીતે મેળા શરૂ કરી દેવામાં આવ્યા હતા.પરંતુ કોઈ ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહે અને સાથે સાથે કોઈ મંજૂરી પણ લીધી ન હતી તેને લઈ લોકોના જીવ જોખમમાં ના મૂકાય જેથી મેળા બંધ કરાવાયા છે.


જાણો કયા મેળા કરાયા બંધ

વિરમગામ શહેરમા મંજૂરી વગર ખાનગી 4 મેળાઓ શરૂ કરાતા મોડીરાત્રીએ બંધ કરાવાયા છે.વિરમગામ શહેરના શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર પટંગણ,સંઘાડીયા મેદાન, શેઠ એમ.જે.હાઇસ્કૂલ અને કેશવ હરપાલ જીનમા મેળાઓ બંધ કરાવ્યા છે.તંત્રનુ અને પોલીસ વિભાગનું કહેવું છે કે આયોજકો દ્રારા કોઈ પણ પરમિશન અમારી પાસે લીધી નથી કે ફાયર વિભાગ પાસે પણ લીધી નથી,એમ જ મેળાઓ શરૂ કરી દેવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર રહેશે

રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર પણ જાગી છે,જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય અને લોકમેળા ચાલતા હોય તે તમામ જગ્યાઓ પર સરકારની એસઓપી પ્રમાણેનું પાલન ના થતું હોય તો તેની સામે કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે,ત્યારે નાના ગામડાઓમાં તહેવારોને લઈ લોકમેળા શરૂ કરી દેવામાં આવે છે,જો હજી પણ કોઈ લોકોમેળાનો આયોજક તંત્રની પરમિશન નહી લે તો આજ રીતે મેળા બંધ કરાવવામાં આવશે તે નક્કી છે.