કોડીનારની નામચીન ટોળકી વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો, ચારની અટકાયત

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં ગુજસીટોકના ત્રણ કેસગેંગ લીડર મહેશ મકવાણા કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડયો હતો, તેની સામે ૧૦ અને પાંચમા વોન્ટેડ આરોપી રફીક સામે કુલ ૧૫ ગુના નોંધાયા છેરાજકોટ: ગિર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુના આચરતી વધુ એક ટોળકી સામે ગુજસીટોક એટલે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો છે. ટોળકીના પાંચ સભ્યોમાંથી ચારને પોલીસે ઝડપી લઇ પાંચમાં સભ્યની શોધખોળ શરૂ કરી છે. ગિર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજસીટોકનો આ ત્રીજો કેસ છે. ગિર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી મહેશ જેઠાભાઈ મકવાણા (ઉ.વ.૪૩, રહે. પણાંદર રોડ, કોડીનાર) પોતાના સાગરિતો સાથે મળી સંગઠિત ગુનાઓ આચરતો હોવાનું ધ્યાન પર આવતાં એસપી મનોહરસિંહ જાડેજાએ એલસીબીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.જેના ભાગરૂપે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ ટોળકીના તમામ સભ્યો વિરૂધ્ધ નોંધાયેલા ગુનાની માહિતી મેળવી તેના અંતે સરકાર તરફે ફરિયાદી બની કોડીનાર પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ટોળકીના પાંચ સભ્યો સામે ગુનો દાખલ થયો છે.જેમાંથી ગેંગ લીડર મહેશ સહિત ચાર સભ્યોની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહેશ મકવાણા કોંગ્રેસમાંથી અગાઉ વિધાનસભાની કોડીનાર બેઠકની ચૂંટણી લડયો હતો!પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેંગ લીડર મહેશ વિરૂધ્ધ અત્યાર સુધીમાં ફરજમાં રૂકાવટ, લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના કુલ ૧૦ ગુના નોંધાયેલા છે. આ તમામ ગુના કોડીનાર પોલીસ મથકમાં જ નોંધાયેલા છે. બીજા આરોપી હરેશ ચીકુ ઉર્ફે સીદીભાઈ દમણીયા (ઉ.વ.૪૨, રહે. જીન પ્લોટ, કોડીનાર) વિરૂધ્ધ ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ ઉપરાંત લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના ૮ ગુના કોડીનાર અને ગિર ગઢડા પોલીસ મથકમાં નોંધાયા છે. ત્રીજા આરોપી રમેશ વીરાભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦, રહે. પણાંદર રોડ, કોડીનાર) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, લૂંટ સહિતના ૬ ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. ચોથા આરોપી મુનાફ ઉર્ફે મુન્નો નજીરભાઈ નોહવી (ઉ.વ.૩૨, રહે. જીન પ્લોટ, કોડીનાર) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતના ૩ ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. પાંચમાં વોન્ટેડ આરોપી રફીક ઉર્ફે ભૂરો સુલેમાન સલોત (રહે. નીલકમલ પાર્ક, રઘુવીર સોસાયટી, કોડીનાર) પણ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.તેના વિરૂધ્ધ ધાક ધમકી, મારામારી, લૂંટ, એટ્રોસિટી, ખૂનની કોશિષ સહિતના ૧૫ ગુના કોડીનાર પોલીસ મથકમાં નોંધાયેલા છે. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલા ગુનાઓ ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેના આધારે આજે પરોઢિયે જ ચારેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. 

કોડીનારની નામચીન ટોળકી વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો, ચારની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષમાં ગુજસીટોકના ત્રણ કેસ

ગેંગ લીડર મહેશ મકવાણા કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડયો હતો, તેની સામે ૧૦ અને પાંચમા વોન્ટેડ આરોપી રફીક સામે કુલ ૧૫ ગુના નોંધાયા છે

રાજકોટ: ગિર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુના આચરતી વધુ એક ટોળકી સામે ગુજસીટોક એટલે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો છે. ટોળકીના પાંચ સભ્યોમાંથી ચારને પોલીસે ઝડપી લઇ પાંચમાં સભ્યની શોધખોળ શરૂ કરી છે. ગિર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ગુજસીટોકનો આ ત્રીજો કેસ છે. 

ગિર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી મહેશ જેઠાભાઈ મકવાણા (ઉ.વ.૪૩, રહે. પણાંદર રોડ, કોડીનાર) પોતાના સાગરિતો સાથે મળી સંગઠિત ગુનાઓ આચરતો હોવાનું ધ્યાન પર આવતાં એસપી મનોહરસિંહ જાડેજાએ એલસીબીને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

જેના ભાગરૂપે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ ટોળકીના તમામ સભ્યો વિરૂધ્ધ નોંધાયેલા ગુનાની માહિતી મેળવી તેના અંતે સરકાર તરફે ફરિયાદી બની કોડીનાર પોલીસમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. ટોળકીના પાંચ સભ્યો સામે ગુનો દાખલ થયો છે.જેમાંથી ગેંગ લીડર મહેશ સહિત ચાર સભ્યોની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહેશ મકવાણા કોંગ્રેસમાંથી અગાઉ વિધાનસભાની કોડીનાર બેઠકની ચૂંટણી લડયો હતો!

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેંગ લીડર મહેશ વિરૂધ્ધ અત્યાર સુધીમાં ફરજમાં રૂકાવટ, લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના કુલ ૧૦ ગુના નોંધાયેલા છે. આ તમામ ગુના કોડીનાર પોલીસ મથકમાં જ નોંધાયેલા છે. 

બીજા આરોપી હરેશ ચીકુ ઉર્ફે સીદીભાઈ દમણીયા (ઉ.વ.૪૨, રહે. જીન પ્લોટ, કોડીનાર) વિરૂધ્ધ ગુજરાત માઇન્સ એન્ડ મીનરલ્સ એક્ટ ઉપરાંત લૂંટ, મારામારી, ધાક ધમકી આપવી સહિતના ૮ ગુના કોડીનાર અને ગિર ગઢડા પોલીસ મથકમાં નોંધાયા છે. 

ત્રીજા આરોપી રમેશ વીરાભાઇ ચુડાસમા (ઉ.વ.૪૦, રહે. પણાંદર રોડ, કોડીનાર) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, લૂંટ સહિતના ૬ ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. ચોથા આરોપી મુનાફ ઉર્ફે મુન્નો નજીરભાઈ નોહવી (ઉ.વ.૩૨, રહે. જીન પ્લોટ, કોડીનાર) વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ સહિતના ૩ ગુના કોડીનાર પોલીસમાં નોંધાયા છે. 

પાંચમાં વોન્ટેડ આરોપી રફીક ઉર્ફે ભૂરો સુલેમાન સલોત (રહે. નીલકમલ પાર્ક, રઘુવીર સોસાયટી, કોડીનાર) પણ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.તેના વિરૂધ્ધ ધાક ધમકી, મારામારી, લૂંટ, એટ્રોસિટી, ખૂનની કોશિષ સહિતના ૧૫ ગુના કોડીનાર પોલીસ મથકમાં નોંધાયેલા છે. 

આ તમામ આરોપીઓ વિરૂધ્ધ નોંધાયેલા ગુનાઓ ધ્યાને લઇ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેના આધારે આજે પરોઢિયે જ ચારેય આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.