ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા-મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓની જાહેરાત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરતા રાજ્યના તમામ 42 જિલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભાજપના વિવિધ સાત મોરચાઓમાં પણ નવા પ્રભારીઓની પણ વરણી કરાઈ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા લેવાયેલા આ નિર્ણય મુજબ, તાત્કાલિક અસરથી તમામ નવનિયુક્ત પ્રભારીઓને પોતાની જવાબદારી સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. આ નવી યાદીમાં પ્રશાંત કોરાટને સુરત શહેર, ઋત્વિજ પટેલને વડોદરા જિલ્લા અને વર્ષાબેન દોશીને આણંદ જિલ્લાના પ્રભારી તરીકે મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય ભરત ડાંગરને મહેસાણા અને હિતેન્દ્રસિંહ ચૌહાણને વડોદરા શહેરના પ્રભારી બનાવી સંગઠનને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

