Gir Somnath : ઉના શહેરમાં અશાંત ધારો લાગુ, મિલકત વેચતા પહેલા લેવી પડશે મંજૂરી, નિયમ તોડ્યો તો 5 વર્ષની જેલ

May 6, 2026 - 15:00
Gir Somnath : ઉના શહેરમાં અશાંત ધારો લાગુ, મિલકત વેચતા પહેલા લેવી પડશે મંજૂરી, નિયમ તોડ્યો તો 5 વર્ષની જેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કોમી સૌહાર્દ અને શાંતિ જાળવી રાખવા માટે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉના પોલીસ સ્ટેશન હેઠળના ચોક્કસ વિસ્તારોમાં આજથી એટલે કે 1 મે 2026થી આગામી પાંચ વર્ષ માટે અશાંત ધારો (ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, 1991) અમલી બનાવવામાં આવ્યો છે.

કયા વિસ્તારોમાં લાગુ થયો અશાંત ધારો?

ગાંધીનગરથી પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ, ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 4 ને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ વોર્ડની આસપાસના 500 મીટર સુધીના વિસ્તારને પણ આ કાયદા હેઠળ આવરી લેવાયો છે. જેમાં તુલસીધામ સોસાયટી, ભક્તિનગર, સાજનનગર, ગિરિરાજ સોસાયટી, હોસ્પિટલ વિસ્તાર, નગરપાલિકા ભવન અને બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.

મિલકતના સોદા માટે હવે નવી શરતો

હવેથી આ જાહેર થયેલા અશાંત વિસ્તારોમાં કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ, ખરીદી, ભાડાપટ્ટો કે ગીરો આપવા માટે પ્રાંત અધિકારી (ઉના) ની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. ખરીદનાર અને વેચનારે સોદો દબાણ વગર અને બજાર કિંમતે થયો હોવાનું સોગંદનામું રજૂ કરવું પડશે. રાજ્ય સરકારે આ બાબતે કલેક્ટરની સત્તાઓ હવે ઉના પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી છે. નિયમ ભંગ પર કડક સજાની જોગવાઈ

જો કોઈ વ્યક્તિ પ્રાંત અધિકારીની મંજૂરી વગર મિલકતનો સોદો કરશે, તો તે ગેરકાયદેસર ગણાશે. આવા કિસ્સામાં દોષિતને 6 મહિનાથી 5 વર્ષ સુધીની જેલ ની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ શહેરમાં 'ડિસ્ટ્રેસ સેલ' અટકાવવાનો અને સામાજિક સંતુલન જાળવવાનો છે.


આ પણ વાંચો----    CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0