ગાંધીનગર લોકસભાના કોગ્રેસના ઉમેદવારનો સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો

ગાંધીનગર કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને કડવો અનુભવ થયો કેટલાક શખ્સોએ પેથાપુરમાં ગાડી અટકાવી ગામમાં પ્રવેશ ન આપ્યો પ્રચાર કરવા આવવુ નહી અને અહીંથી જતા રહો લોકસભાની ચૂંટણી નજીક આવતા ઉમેદવારો પ્રચાર માટે નિકળી રહ્યાં છે,કેટલાક ગામોમાં ઉમેદવારના પ્રચારને લઈ પ્રતિબંધના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે,આજે આવો એક કડવો અનુભવ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર સોનલ બહેન પટેલને થયો જેમાં તેઓ પેથાપુર ગામમાં પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સોએ તેમને કહ્યું કે ગાડી ગામમાં લઈ જવી નહી તમે અહીથી નિકળી જાવ,કોઈ પ્રચાર કરવા આવવાની જરૂર નથી,જેના કારણે ઉમેદવાર ત્યાંથી નિકળી ગયા હતા.તો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. કોણ છે સોનલ પટેલ નવી પેઢીને સોનલ પટેલનું નામ કદાચ નવું લાગતું હોય પરંતુ સોનલ પટેલ કોંગ્રેસ જ નહીં જનતાદળમાં પણ ખૂબ સક્રિય રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં તેઓ વિવિધ પદે રહ્યાં છે. મહારાષ્ટ્રમાં જ્યારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બની તેમાં પણ સોનલ પટેલની ભૂમિકા હતી. રોચક વાત એ પણ છે કે 25થી 30 વર્ષ અગાઉ અમિત શાહ અને સોનલ પટેલ અમદાવાદના નારણપુરામાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં બૂથ લેવલે અલગ-અલગ ઉમેદવાર માટે પ્રચાર કરતા હતા. સમયનું ચક્ર ફર્યું અને હવે બન્ને 2024ની લોકસભા ચૂંટણીમાં એકબીજાના હરીફ ઉમેદવાર બની ગયાં છે. અમિત શાહ સામે ચૂંટણી લડશે સોનલ પટેલ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહત્વનું રાજ્ય છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો અહીં 7 મેના રોજ મતદાન થશે. એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. આ ચૂંટણીમાં મહત્વની બેઠક ગાંધીનગરની છે. ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડવાના છે.લોકસભાની કિકઓફ મીટિંગ પણ કરવાના છીએ. જુદી જુદી વિધાનસભા કાર્યકરોને મળીને તેમનો ઉત્સાહ પણ વધારીશુ. મહિલા ઉમેદવાર સોનલબેન પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ લોકો સુધી પહોંચશે તેવુ તેમણે જણાવ્યુ છે. સોનલ પટેલે જણાવ્યુ કે બેરોજગારી, મોંઘવારી, યુવાઓના પ્રશ્નોને લઇને લોકો પાસે મત માગશે.  

ગાંધીનગર લોકસભાના કોગ્રેસના ઉમેદવારનો સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને કડવો અનુભવ થયો
  • કેટલાક શખ્સોએ પેથાપુરમાં ગાડી અટકાવી ગામમાં પ્રવેશ ન આપ્યો
  • પ્રચાર કરવા આવવુ નહી અને અહીંથી જતા રહો

લોકસભાની ચૂંટણી નજીક આવતા ઉમેદવારો પ્રચાર માટે નિકળી રહ્યાં છે,કેટલાક ગામોમાં ઉમેદવારના પ્રચારને લઈ પ્રતિબંધના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે,આજે આવો એક કડવો અનુભવ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર સોનલ બહેન પટેલને થયો જેમાં તેઓ પેથાપુર ગામમાં પ્રચાર માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સોએ તેમને કહ્યું કે ગાડી ગામમાં લઈ જવી નહી તમે અહીથી નિકળી જાવ,કોઈ પ્રચાર કરવા આવવાની જરૂર નથી,જેના કારણે ઉમેદવાર ત્યાંથી નિકળી ગયા હતા.તો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

કોણ છે સોનલ પટેલ

નવી પેઢીને સોનલ પટેલનું નામ કદાચ નવું લાગતું હોય પરંતુ સોનલ પટેલ કોંગ્રેસ જ નહીં જનતાદળમાં પણ ખૂબ સક્રિય રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં તેઓ વિવિધ પદે રહ્યાં છે. મહારાષ્ટ્રમાં જ્યારે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની ગઠબંધનવાળી સરકાર બની તેમાં પણ સોનલ પટેલની ભૂમિકા હતી. રોચક વાત એ પણ છે કે 25થી 30 વર્ષ અગાઉ અમિત શાહ અને સોનલ પટેલ અમદાવાદના નારણપુરામાં કોર્પોરેશન અને વિધાનસભાની ચૂંટણીમાં બૂથ લેવલે અલગ-અલગ ઉમેદવાર માટે પ્રચાર કરતા હતા. સમયનું ચક્ર ફર્યું અને હવે બન્ને 2024ની લોકસભા ચૂંટણીમાં એકબીજાના હરીફ ઉમેદવાર બની ગયાં છે.


અમિત શાહ સામે ચૂંટણી લડશે સોનલ પટેલ

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મહત્વનું રાજ્ય છે. ગુજરાતમાં ચૂંટણીની તારીખોની વાત કરીએ તો અહીં 7 મેના રોજ મતદાન થશે. એટલે કે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. આ ચૂંટણીમાં મહત્વની બેઠક ગાંધીનગરની છે. ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડવાના છે.લોકસભાની કિકઓફ મીટિંગ પણ કરવાના છીએ. જુદી જુદી વિધાનસભા કાર્યકરોને મળીને તેમનો ઉત્સાહ પણ વધારીશુ. મહિલા ઉમેદવાર સોનલબેન પટેલે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ લોકો સુધી પહોંચશે તેવુ તેમણે જણાવ્યુ છે. સોનલ પટેલે જણાવ્યુ કે બેરોજગારી, મોંઘવારી, યુવાઓના પ્રશ્નોને લઇને લોકો પાસે મત માગશે.