ગાંધીનગર: 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિત 18 પ્રમાણપત્રો ઓનલાઇન મળશે, કેબિનેટ બેઠકમાં નિર્ણય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Online Certificates: આજે બુધવારે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં રાજ્યના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવા સત્રમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ કે વાલીઓને આવક દાખલા માટે ધક્કા ખાવા નહીં પડી, તેના સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો હવે ઓનલાઈન મળશે. જેનો 80 લાખ લોકોને લાભ થશે.
1 એપ્રિલથી ઓનલાઇન મળશે 18 પ્રમાણપત્રો
કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ક્હ્યું હતું કે, આવક, જાતિના પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે તે માટેની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

