કોફી બ્રાન્ડના માલિકને મારી નાખવાની ધમકી આપનાર ગોવાથી ઝડપાયો

અમદાવાદ, રવિવારશહેરમાં આવેલી જાણીતી કોફી બ્રાંડના માલિકને ઇન્ટરનેશનલ કોલ કરીને તેના પરિવારને જાનથી મારી નાખવાના કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે અક્ષીત અરોરા નામના વ્યક્તિની ગોવાથી ધરપકડ કરી હતી. કોફી બ્રાંડની ફ્રેન્ચાઇઝી મેળવવાની માટે તેણે અનેકવાર માંગણી કરી હતી. પરંતુ, તેને આપવામાં ન આવી નહોતી. જેથી  કોફી બ્રાંડના માલિકને ડરાવવા માટે તેણે ઇન્ટરનેશનલ કોલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.શહેરના બોપલમાં રહેતા ભુપીન્દર મદાન ઠેકા નામની કોફી બ્રાંડ ધરાવે છે. તેમને ગત ૧ થી ૩ જુલાઇ દરમિયાન ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં ભુપીન્દરના પરિવારને મારી નાખવાની ધમકી મળી હતી. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી.  જેમાં પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા લોકેશન દિલ્હી, મુંબઇ અને ગોવાનું મળી આવ્યું હતું.  જે બાદ ગોવામાંથી અક્ષીત અરોરા નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.  આ અંગે પીએસઆઇ આર એલ ઓડેદરાએ જણાવ્યું કે અક્ષીત અરોરા મુળ દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારનો રહેવાસી છે. જે વર્ષો પહેલા ગોવામાં ભુપીન્દરને મળ્યો હતો. જ્યાંથી તેણે મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ દરમિયાન ભુપીન્દરની કોફી બ્રાંડ પ્રખ્યાત થઇ જતા તેણે ફ્રેન્ચાઇઝી માંગી હતી અને અવારનવાર નાણાં પણ માંગતો હતો. પરંતુ, તેને આપવામાં ન આવતા ઇન્ટરનેશનલ નંબર લઇને ખાસ ડરાવવા માટે અલગ અલગ સમયે કોલ અને મેસેજ કર્યા હતા.

કોફી બ્રાન્ડના માલિકને  મારી નાખવાની ધમકી આપનાર ગોવાથી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

શહેરમાં આવેલી જાણીતી કોફી બ્રાંડના માલિકને ઇન્ટરનેશનલ કોલ કરીને તેના પરિવારને જાનથી મારી નાખવાના કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે અક્ષીત અરોરા નામના વ્યક્તિની ગોવાથી ધરપકડ કરી હતી. કોફી બ્રાંડની ફ્રેન્ચાઇઝી મેળવવાની માટે તેણે અનેકવાર માંગણી કરી હતી. પરંતુ, તેને આપવામાં ન આવી નહોતી. જેથી  કોફી બ્રાંડના માલિકને ડરાવવા માટે તેણે ઇન્ટરનેશનલ કોલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.શહેરના બોપલમાં રહેતા ભુપીન્દર મદાન ઠેકા નામની કોફી બ્રાંડ ધરાવે છે. તેમને ગત ૧ થી ૩ જુલાઇ દરમિયાન ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં ભુપીન્દરના પરિવારને મારી નાખવાની ધમકી મળી હતી. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી.  જેમાં પોલીસે ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા લોકેશન દિલ્હી, મુંબઇ અને ગોવાનું મળી આવ્યું હતું.  જે બાદ ગોવામાંથી અક્ષીત અરોરા નામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો.  આ અંગે પીએસઆઇ આર એલ ઓડેદરાએ જણાવ્યું કે અક્ષીત અરોરા મુળ દિલ્હીના રાજોરી ગાર્ડન વિસ્તારનો રહેવાસી છે. જે વર્ષો પહેલા ગોવામાં ભુપીન્દરને મળ્યો હતો. જ્યાંથી તેણે મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ દરમિયાન ભુપીન્દરની કોફી બ્રાંડ પ્રખ્યાત થઇ જતા તેણે ફ્રેન્ચાઇઝી માંગી હતી અને અવારનવાર નાણાં પણ માંગતો હતો. પરંતુ, તેને આપવામાં ન આવતા ઇન્ટરનેશનલ નંબર લઇને ખાસ ડરાવવા માટે અલગ અલગ સમયે કોલ અને મેસેજ કર્યા હતા.