કાસીન્દ્રા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં રિક્ષા ચાલકનું મોત

અમદાવાદ,રવિવારઅમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર અકસ્માતે મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. અસલાલી વિસ્તારમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો છે. જેમાં સરખેજ ખાતે રિક્ષા ચાલકને અજાણ્યા વાહન ચાલકે કાસીન્દ્રા ગામમાં ટક્કર મારી હતી,  ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અક્સ્માત સર્જી વાહન ચાલક ભાગી ગયો, ગંભીર હાલતમાં સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું મોતસરખેજ ગામમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક તા.૩ના રોજ પોતાની રિક્ષા લઇને દસક્રોઇ તાલુકાના કાસીન્દ્રા ગામ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા જ્યાં રાત્રે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી જેથી તેઓ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.જેથી યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોત થયું હતુ.  જો કે જે સમયે અંધારાનો લાભ લઇને વાહન ચાલક અકસ્માત કરીને નાસી ગયો હતો. આ ઘટના અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી કેેમેરાના ફૂુટેજ આધારેવધુ તપાસ હાથ ધરી છે.

કાસીન્દ્રા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં રિક્ષા ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર અકસ્માતે મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. અસલાલી વિસ્તારમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટનામાં રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો છે. જેમાં સરખેજ ખાતે રિક્ષા ચાલકને અજાણ્યા વાહન ચાલકે કાસીન્દ્રા ગામમાં ટક્કર મારી હતી,  ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અક્સ્માત સર્જી વાહન ચાલક ભાગી ગયો, ગંભીર હાલતમાં સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું મોત

સરખેજ ગામમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવક તા.૩ના રોજ પોતાની રિક્ષા લઇને દસક્રોઇ તાલુકાના કાસીન્દ્રા ગામ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા જ્યાં રાત્રે પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી જેથી તેઓ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.

જેથી યુવકને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોત થયું હતુ.  જો કે જે સમયે અંધારાનો લાભ લઇને વાહન ચાલક અકસ્માત કરીને નાસી ગયો હતો. આ ઘટના અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી કેેમેરાના ફૂુટેજ આધારેવધુ તપાસ હાથ ધરી છે.