એક તો બે કલાક મોડા આવ્યા અને ચાંદીપુરા વાયરસ અંગે સવાલો પૂછતાં કેન્દ્રીય મંત્રીએ ચાલતી પકડી

Union Health Minister J.P. Nadda in Rajkot: રાજકોટમાં શનિવારે (10મી ઑગસ્ટ) કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પરંતુ 3 વાગ્યાને બદલે 5 વાગ્યે આવેલા કેન્દ્રીય મંત્રીએ વિકાસની 7 મિનિટ વાત કરીને પ્રશ્નોત્તરી શરૂ થતા જ ઊભા થઈને ચાલતી પકડી હતી. ગંભીર વાત એ છે કે આ કાર્યક્રમ અંગે પોતાને જાણ નહતી એમ તેમણે કહ્યું હતું. તિરંગા યાત્રા અને એઈમ્સના આ કાર્યક્રમ બન્ને સ્થળે મહાનુભાવોએ દોઢ-બે કલાકની રાહ જોવડાવી હતી.એઈમ્સ અને ભાજપ વચ્ચે તાલમેલનો અભાવ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં પ્રસરેલા ચાંદીપુરા વાયરસ અંગે સવાલો પુછતા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ઊભા થઈ ગયા હતા. જો કે કેન્દ્રીય મંત્રીએ મોડા આવવાથી મૂશ્કેલી પડી તે બદલ ક્ષમા માંગીને આ કાર્યક્રમ તેમના શિડ્યુલમાં નહીં હોવાનું જણાવ્યું હતું. આ અંગે ભાજપના નેતાઓનો સંપર્ક સાધતા એઈમ્સ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો તેમ કહીને જવાબદારી ઢોળી હતી. એકંદરે એઈમ્સ અને ભાજપ વચ્ચે પણ તાલમેલનો અભાવ ખુલ્લો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે એઈમ્સ અને સ્થાનિક નાગરિકો વચ્ચે સંકલન જળવાય તે માટે અગાઉ સ્થાનિક પૂર્વ સાંસદને એઈમ્સના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા. પરંતુ સપ્તાહમાં જ તેમની પાસેથી રાજીનામુ લઈ લેવાયું હતું અને હાલ પણ કોઈ સ્થાનિક નેતાને તેમાં સ્થાન અપાયું નથી.આ પણ વાંચો: અમદાવાદમાં 6 મહિનામાં વિદેશી મુસાફરોની અવર-જવર 10 લાખને પાર, એક વર્ષમાં 20 ટકાનો વધારોકેન્દ્રીય મંત્રી સાથે કારનો રસાલો એઈમ્સ સંકુલમાં પહોંચ્યો ત્યારે વીવીઆઈપી માટેની એક કાર એઈમ્સના દરવાજા પાસે ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટી ગયું હતું. જેના તીવ્ર અવાજથી થોડીવાર દોડધામ થઈ ગઈ હતી. જો કે, બાદમા તાબડતોબ ટાયર બદલવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આ પ્રશ્નો જવાબ આપ્યા નથી•ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 71 જેટલા બાળકોના મોત નીપજ્યા છે, ચાંદીપુરા નેગેટીવ રિપોર્ટ આવ્યો તેમાં પણ મોત થયા છે, કારણો અને તારણો શુ? •આઘુનિક એઈમ્સ  મળવા છતાં દેશમાં સંશોધન કેમ નામપુરતુ છે, કોઈ રોગચાળાના ટ્રેન્ડ અંગે માર્ગદર્શક માહિતી,તારણો કેમ જારી થતા નથી? •ગુજરાતમાં મહિને 7000થી વધુ કાર્ડિયાક એરેસ્ટની માત્ર 108માં ઈમરજન્સી નોંધાય છે, યુવાનોમાં અચાનક મોતનું કારણ શું? કોઇ અભ્યાસ સરકારે કર્યો છે, કરવા માંગે છે? •ક્લાઈમેટ ચેન્જનો દેશના જનસ્વાસ્થ્ય પર તોળાઈ રહ્યો છે તેને પહોંચી વળવા શું પગલા? •3 વર્ષથી કામ ચાલે છે,રાજકોટ એઈમ્સ પૂરી ક્ષમતાથી ક્યારે કાર્યરત થશે? •રાજકોટ એઈમ્સમાં પ્રમુખ તરીકે કોઈની નિમણુક કેમ કરાતી નથી, અગાઉ રદ કેમ કરાઈ? •ડોક્ટરોએ લખેલી અને જેનેરિક દવાના ભાવમા તોતિંગ તફાવત છતાં ખાનગી હોસ્પિટલો દર્દીને દવાના જેનેરીક રૂપમાં પ્રિસ્ક્રીપ્શન કેમ નથી આપતા? •સિનિયર સિટીઝનોને ખાનગી કંપનીની મેડીક્લેમ પોલીસી જેવી ફ્રી સેવા ક્યારે મળશે? •હાલ ચોમાસામાં દેશમાં રોગચાળાની સ્થિતિ કેવી છે? ક્યા કેસો વધી રહ્યા છે? •પેક્ડ ફૂડમાં ટ્રાન્સફેટ, સોડિયમ વગેરેના બેફામ પ્રમાણથી હાર્ટ એટેક, સુગરનો ખતરો કેટલો? સરકારે શું નિયંત્રણો મુક્યા? કેટલો અમલ?

એક તો બે કલાક મોડા આવ્યા અને ચાંદીપુરા વાયરસ અંગે સવાલો પૂછતાં કેન્દ્રીય મંત્રીએ ચાલતી પકડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Union Health Minister JP Nadda

Union Health Minister J.P. Nadda in Rajkot: રાજકોટમાં શનિવારે (10મી ઑગસ્ટ) કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પરંતુ 3 વાગ્યાને બદલે 5 વાગ્યે આવેલા કેન્દ્રીય મંત્રીએ વિકાસની 7 મિનિટ વાત કરીને પ્રશ્નોત્તરી શરૂ થતા જ ઊભા થઈને ચાલતી પકડી હતી. ગંભીર વાત એ છે કે આ કાર્યક્રમ અંગે પોતાને જાણ નહતી એમ તેમણે કહ્યું હતું. તિરંગા યાત્રા અને એઈમ્સના આ કાર્યક્રમ બન્ને સ્થળે મહાનુભાવોએ દોઢ-બે કલાકની રાહ જોવડાવી હતી.

એઈમ્સ અને ભાજપ વચ્ચે તાલમેલનો અભાવ 

સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં પ્રસરેલા ચાંદીપુરા વાયરસ અંગે સવાલો પુછતા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા ઊભા થઈ ગયા હતા. જો કે કેન્દ્રીય મંત્રીએ મોડા આવવાથી મૂશ્કેલી પડી તે બદલ ક્ષમા માંગીને આ કાર્યક્રમ તેમના શિડ્યુલમાં નહીં હોવાનું જણાવ્યું હતું. આ અંગે ભાજપના નેતાઓનો સંપર્ક સાધતા એઈમ્સ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો તેમ કહીને જવાબદારી ઢોળી હતી. એકંદરે એઈમ્સ અને ભાજપ વચ્ચે પણ તાલમેલનો અભાવ ખુલ્લો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે એઈમ્સ અને સ્થાનિક નાગરિકો વચ્ચે સંકલન જળવાય તે માટે અગાઉ સ્થાનિક પૂર્વ સાંસદને એઈમ્સના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતા. પરંતુ સપ્તાહમાં જ તેમની પાસેથી રાજીનામુ લઈ લેવાયું હતું અને હાલ પણ કોઈ સ્થાનિક નેતાને તેમાં સ્થાન અપાયું નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં 6 મહિનામાં વિદેશી મુસાફરોની અવર-જવર 10 લાખને પાર, એક વર્ષમાં 20 ટકાનો વધારો


કેન્દ્રીય મંત્રી સાથે કારનો રસાલો એઈમ્સ સંકુલમાં પહોંચ્યો ત્યારે વીવીઆઈપી માટેની એક કાર એઈમ્સના દરવાજા પાસે ડિવાઈડર સાથે અથડાતા ટાયર ફાટી ગયું હતું. જેના તીવ્ર અવાજથી થોડીવાર દોડધામ થઈ ગઈ હતી. જો કે, બાદમા તાબડતોબ ટાયર બદલવામાં આવ્યું હતું. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાએ આ પ્રશ્નો જવાબ આપ્યા નથી

•ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 71 જેટલા બાળકોના મોત નીપજ્યા છે, ચાંદીપુરા નેગેટીવ રિપોર્ટ આવ્યો તેમાં પણ મોત થયા છે, કારણો અને તારણો શુ? 

•આઘુનિક એઈમ્સ  મળવા છતાં દેશમાં સંશોધન કેમ નામપુરતુ છે, કોઈ રોગચાળાના ટ્રેન્ડ અંગે માર્ગદર્શક માહિતી,તારણો કેમ જારી થતા નથી? 

•ગુજરાતમાં મહિને 7000થી વધુ કાર્ડિયાક એરેસ્ટની માત્ર 108માં ઈમરજન્સી નોંધાય છે, યુવાનોમાં અચાનક મોતનું કારણ શું? કોઇ અભ્યાસ સરકારે કર્યો છે, કરવા માંગે છે? 

•ક્લાઈમેટ ચેન્જનો દેશના જનસ્વાસ્થ્ય પર તોળાઈ રહ્યો છે તેને પહોંચી વળવા શું પગલા? 

•3 વર્ષથી કામ ચાલે છે,રાજકોટ એઈમ્સ પૂરી ક્ષમતાથી ક્યારે કાર્યરત થશે? 

•રાજકોટ એઈમ્સમાં પ્રમુખ તરીકે કોઈની નિમણુક કેમ કરાતી નથી, અગાઉ રદ કેમ કરાઈ? 

•ડોક્ટરોએ લખેલી અને જેનેરિક દવાના ભાવમા તોતિંગ તફાવત છતાં ખાનગી હોસ્પિટલો દર્દીને દવાના જેનેરીક રૂપમાં પ્રિસ્ક્રીપ્શન કેમ નથી આપતા? 

•સિનિયર સિટીઝનોને ખાનગી કંપનીની મેડીક્લેમ પોલીસી જેવી ફ્રી સેવા ક્યારે મળશે? 

•હાલ ચોમાસામાં દેશમાં રોગચાળાની સ્થિતિ કેવી છે? ક્યા કેસો વધી રહ્યા છે? 

•પેક્ડ ફૂડમાં ટ્રાન્સફેટ, સોડિયમ વગેરેના બેફામ પ્રમાણથી હાર્ટ એટેક, સુગરનો ખતરો કેટલો? સરકારે શું નિયંત્રણો મુક્યા? કેટલો અમલ?