ઇ-કોમર્સ વેબસાઇટને ડી-બગિંગ કરીને હેક કરવાના મામલો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ અમદાવાદમાંથી ત્રણ યુવકોની ધરપકડ કરીને ઇ-કોમર્સ વેબસાઇટમાં ડી-બંગિગ સોફ્ટવેરની મદદથી વેબસાઇટને હેક કરીને મોંઘી ચીજવસ્તુઓને સસ્તામાં ખરીદીને બારોબાર વેચાણ કરવાના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓએ બેંકના કર્મચારી સાથે મિલીભગત રાખીને યુટીઆર કોડ ( યુનિક ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર મેળવીને રમીસર્કલ જેવી જાણીતા ગેમિંગ સાઇટને હેક કરીને તેમાં જમા થતા નાણાં બારોબાર ઉપાડી લીધા હતા. આ સમગ્ર મામલે ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે. જેમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ થોડા દિવસ પહેલા ક્રિકેટ સટ્ટાની બાતમીને આધારે રિલીફ રોડ પર દરોડો પાડીને વિજય વાઘેલા, નિતેશ મડતા અને આદિલ પરમારને ઝડપી લીધા હતા.
What's Your Reaction?






