આણંદના મહેબૂબ બેગ હત્યા કેસમાં આજીવન કેદનો કેદી ફરાર થઈ ગયા બાદ પકડાયો

Vadodara News : આણંદ ખાતે 15 વર્ષ પહેલા બનેલા મહેબૂબ બેગ હત્યા કેસમાં સજા ભોગવતો આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા વડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આણંદમાં ફાયરિંગના બનાવમાં અગાઉ મહેબૂબ ઘડિયાલીને સજા થતા તેની અદાવત રાખી ઓક્ટોબર-2008 માં રફિકભાઈની ચાની લારીએ મહેબૂબ બેગ ઉર્ફે ચીનાભાઈ, નસરૂ બેગ અને અન્ય લોકો હાજર હતા ત્યારે મહેબૂબ ઘડિયાલી, સલીમ વોરા સાગળી તો સાથે ધસી આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મહેબૂબનું મોત નીપજયું હતું. જે કેસમાં છ આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. આ પૈકીનો આરોપી સલીમ ઉર્ફે વકીલ અબ્દુલગની વોરા (ગોલ્ડન સોસાયટી, ભાલેજ રોડ, આણંદ) વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો હતો. ગઈતા 13 ડિસેમ્બરે તેને 10 દિવસના પેરોલ મળતાં તા 24 ડિસેમ્બર જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સલીમ વોરા પાણીગેટ વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્ક્વોડે વોચ રાખી તેને ઝડપી પાડી જેલને હવાલે કરવા તજવીજ કરી હતી.

આણંદના મહેબૂબ બેગ હત્યા કેસમાં આજીવન કેદનો કેદી ફરાર થઈ ગયા બાદ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara News : આણંદ ખાતે 15 વર્ષ પહેલા બનેલા મહેબૂબ બેગ હત્યા કેસમાં સજા ભોગવતો આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ જતા વડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. 

આણંદમાં ફાયરિંગના બનાવમાં અગાઉ મહેબૂબ ઘડિયાલીને સજા થતા તેની અદાવત રાખી ઓક્ટોબર-2008 માં રફિકભાઈની ચાની લારીએ મહેબૂબ બેગ ઉર્ફે ચીનાભાઈ, નસરૂ બેગ અને અન્ય લોકો હાજર હતા ત્યારે મહેબૂબ ઘડિયાલી, સલીમ વોરા સાગળી તો સાથે ધસી આવ્યા હતા અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મહેબૂબનું મોત નીપજયું હતું. જે કેસમાં છ આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. 

આ પૈકીનો આરોપી સલીમ ઉર્ફે વકીલ અબ્દુલગની વોરા (ગોલ્ડન સોસાયટી, ભાલેજ રોડ, આણંદ) વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો હતો. ગઈતા 13 ડિસેમ્બરે તેને 10 દિવસના પેરોલ મળતાં તા 24 ડિસેમ્બર જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે હાજર નહીં થતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

સલીમ વોરા પાણીગેટ વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચના પેરોલ ફર્લો સ્ક્વોડે વોચ રાખી તેને ઝડપી પાડી જેલને હવાલે કરવા તજવીજ કરી હતી.