આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડશે

Gujarat: આજથી આરંભ થઇ રહેલા ચૈત્રી નવરાત્રી પર્વને લઇ 51 શક્તિ પીઠ પૈકીના એક પાવાગઢ ખાતેના માં કાલિકાનાં દર્શનાર્થે લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી પડશે. જેને લઇ વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ તેમજ એસ.ટી વિભાગે યાત્રિકોની સુવિધા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં માતાજીના દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે. વહેલી સવારે માતાજીના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, જે મોડીસાંજ સુધી ચાલુ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે, જેના થકી ખાનગી સિક્યુરિટી દ્વારા યાત્રિકો પર નજર રાખવામાં આવશે. તેવી જ રીતે ઉડન ખટોલા પણ વહેલી સવારથી શરૂ કરી દેવાશે, જે મોડીસાંજ સુધી અવિરત ચાલુ રહેશે. ચૈત્રી નવરાતી દરમિયાન યાત્રાળુઓના ધસારાને પગલે  અકસ્માત કે જાનહાનિ ના થાય તેમજ પાવાગઢથી માંચી સુધીના રસ્તા પર ટ્રાફિકનું નિયમન માટે ભારે તેમજ હળવા વાહનોની અવર જવર ઉપર તથા ચીજવસ્તુઓની હેરાફેરી કરતાં પશુઓ પર નિયંત્રણ માટે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. આજથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રી પૂર્વે અત્યારથી જ પાવાગઢ તરફના માર્ગો પર પગપાળા રથ લઈને જતાં તેમજ અન્ય સંઘો જોવા મળી રહ્યા છે. આ પગપાળા સંઘો માટે ઠેર ઠેર વિસામા તૈયાર કરાયા છે. પાવાગઢ ડુંગર માંચી ખાતે મહિલાઓને શૌચક્રિયા માટે ભારે તકલીફ પડતી હોઈ તંત્ર દ્વારા તાત્કાલિક શૌચાલય ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, શક્તિપીઠ પાવાગઢ ખાતે શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat: આજથી આરંભ થઇ રહેલા ચૈત્રી નવરાત્રી પર્વને લઇ 51 શક્તિ પીઠ પૈકીના એક પાવાગઢ ખાતેના માં કાલિકાનાં દર્શનાર્થે લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી પડશે. જેને લઇ વહીવટી તંત્ર સહિત મંદિર ટ્રસ્ટ તેમજ એસ.ટી વિભાગે યાત્રિકોની સુવિધા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

ચૈત્રી નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં માતાજીના દર્શન કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે. વહેલી સવારે માતાજીના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે, જે મોડીસાંજ સુધી ચાલુ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવાયા છે, જેના થકી ખાનગી સિક્યુરિટી દ્વારા યાત્રિકો પર નજર રાખવામાં આવશે. તેવી જ રીતે ઉડન ખટોલા પણ વહેલી સવારથી શરૂ કરી દેવાશે, જે મોડીસાંજ સુધી અવિરત ચાલુ રહેશે.

ચૈત્રી નવરાતી દરમિયાન યાત્રાળુઓના ધસારાને પગલે  અકસ્માત કે જાનહાનિ ના થાય તેમજ પાવાગઢથી માંચી સુધીના રસ્તા પર ટ્રાફિકનું નિયમન માટે ભારે તેમજ હળવા વાહનોની અવર જવર ઉપર તથા ચીજવસ્તુઓની હેરાફેરી કરતાં પશુઓ પર નિયંત્રણ માટે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. આજથી શરૂ થતાં ચૈત્રી નવરાત્રી પૂર્વે અત્યારથી જ પાવાગઢ તરફના માર્ગો પર પગપાળા રથ લઈને જતાં તેમજ અન્ય સંઘો જોવા મળી રહ્યા છે. આ પગપાળા સંઘો માટે ઠેર ઠેર વિસામા તૈયાર કરાયા છે. પાવાગઢ ડુંગર માંચી ખાતે મહિલાઓને શૌચક્રિયા માટે ભારે તકલીફ પડતી હોઈ તંત્ર દ્વારા તાત્કાલિક શૌચાલય ઉભા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.