Weather News : હવામાન વિભાગી આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુની અસર રહેશે અને બપોરે થશે ગરમીનો અહેસાસ

Feb 8, 2026 - 14:30
Weather News : હવામાન વિભાગી આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુની અસર રહેશે અને બપોરે થશે ગરમીનો અહેસાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં બપોરે મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રી રહેશે અને હાલ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે રહેશે બેવડી ઋતુની અસર જેમાં સવારે ઠંડી અને બપોરે થશે ગરમીનો અહેસાસ થશે, અમદાવાદ ગાંધીનગર સહિત લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધીનું રહેશે, જ્યારે બપોરે મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેશે.

વીતેલા પાંચ દિવસથી સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ જોવા મળી રહ્યો છે

સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે ઊતરવાનું નામ જ લેતો નથી. શનિવારે પણ ૩૫.૩ ડિગ્રી તાપમાન સાથે સુરત જિલ્લો રાજ્યભરમાં અવ્વલ જોવા મળ્યો હતો. સુરતનું રાત્રીનું તાપમાન ૨૨ ડિગ્રીથી ઘટીને ૧૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. સુરતમાં ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીનો પારો સતત ૩૫ ડિગ્રીથી ઉપર જ નોંધાઈ રહ્યો છે. જેને કારણે દિવસે આકરી ગરમી અનુભવાઈ રહી છે. જોકે, રાત્રીનું તાપમાન ઘટતા વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે.

હાલ સુરતમાં બેવડી ઋતુ અનુભવાતા શરદી-ખાંસીને સાથે તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે

શનિવારે સુરતનું મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રીએ યથાવત રહ્યું હતું. જ્યારે બે દિવસમાં રાત્રીનું તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૧૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે સવારના સમયે ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને સાંજે ૫૭ ટકા નોંધાયું હતું. જ્યારે પ્રતિકલાક સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન પ્રતિકલાક સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. નવસારીની વાત કરીએ તો શનિવારે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને સાંજે ૨૭ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ ૨.૧ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે રાત્રીનું તાપમાન ઘટશે, પરંતુ ત્યારબાદ એકાદ-બે ડિગ્રી વધશે. આગામી ૧૩મી ફેબ્રુઆરી સુધી લઘુત્તમ તાપમાન ૧૭થી ૧૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડિગ્રીની આસપાસ રહેશે.

આ પણ વાંચો : Railway News : ભાવનગર મંડળ હેઠળ ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરાયા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0