Vyara: રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પર્વની તાપી જિલ્લાકક્ષાની ઉજવણી

Aug 17, 2026 - 02:00
Vyara: રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પર્વની તાપી જિલ્લાકક્ષાની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઇ મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. પોલીસ ટુકડી દ્વારા હર્ષધ્વનિ અને શિસ્તબધ્ધ વોલી ફાયરિંગ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ સાથે તાપી જિલ્લા કલેકટર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જે.એન.દેસાઇ અને પરેડ કમાન્ડર પણ જોડાયા હતા. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષએ દેશની આઝાદી માટે સમર્પિત મહાપુરૂષો, બલિદાન આપનાર ક્રાંતિવીરો-શહીદોને યાદ કરતી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વ્યારા તાલુકાના વિકાસકામો માટે ઉપાધ્યક્ષના હસ્તે કલેકટર દેવ ચૌધરીને રૂ.25 લાખનો ચેક એનાયત કરાયો હતો. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી દરમિયાન વિવિધ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્ધારા દેશભકિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને પ્રતિભાઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા આ સાથે વૃક્ષારોપણ કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0