Valsad તાલુકાનું અતુલ ગામ ગુજરાતમાં પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બન્યું,ગ્રામજનોમાં ખુશીનો માહોલ

દેશના 6 ગામ પૈકી અતુલ પંચાયતને અમદાવાદમાં એવોર્ડ એનાયત કરાયો ગુજરાતમાં પેહલા નંબરે આવ્યું અતુલ ગામ પંચાયતના સભ્યો સરપંચ સહીત ગામ લોકોમાં ખુશીનો માહોલ ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ IGBC દ્વારા 2024માં ગુજરાતમાં એક માત્ર અતુલ ગામને પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજનો એવોર્ડ મળ્યો છે.ગ્રીન પ્લેટિનમ વિલેજ એવોર્ડ માટે ભારતમાં જાહેર કરાયેલા 6 પૈકી વલસાડના અતુલ ગામનો સમાવેશ કરાયો હતો.જ્યારે ગુજરાતમાં વલસાડ જિલ્લાના અતુલને પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બનવાનો શ્રેય મળતાં આનંદની લાગણી ફેલાઈ. અતુલ ગામે આ માપદંડોને પરિપૂર્ણ કર્યા અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનનિસિપલ કમિશનર એન.થેન્નારસનના હસ્તે અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકા અને ઉપસરપંચ દર્શલ દેસાઈને આ એવોર્ડ એનાયત કરાયો હતો.જે પ્રસંગે અતુલ કંપનીના જીએમ ગૌતમ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની ટીમે અતુલ આવી હતી. જેમાં અતુલ ગામનું આરોગ્ય અને સ્વચ્છતા,સાફ સફાઈ,આરસીસી સહિતના રસ્તાઓ,એલઈડી સ્ટ્રીટલાઇટ, ગાર્બેજ ક્લેકશન,સેગ્રિગેશન, જળ સંગ્રહ, પાઇપલાઈન ગેસ, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, જળ સંરક્ષણ, ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા, સામગ્રી સંસાધનો, સામાજિક સામુદાયિક ક્રિયાઓ, ગ્રીન ઇનોવેશન વગેરે જેવા પરિમાણોમાં મૂલ્યાંકન કરતા 100માંથી 83 ગુણ મળ્યા હતા.ગુજરાતનું પ્રથમ ગામ GBCએ CII ની પહેલ છે જેનો હેતુ ભારતને ટકાઉ બિલ્ટ પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે ઉચ્ચ પ્રતિનિધિઓમાં સ્થાન મેળવવાની સુવિધાઓ પ્રદાન કરવાનો છે.જેમાં ગામે ગામ આ સુવિધાઓ પૂરી પાડવામાં પ્રોત્સાહક ભૂમિકા ભજવી દેશને પર્યાવરણ,પ્રાથમિક સુવિધાઓ સહિતના ક્ષેત્ર ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે. અને તેથી તે વિશિષ્ટતા ધરાવે છે.IGBC દ્વારા પ્રમાણિત પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજ તરીકે સર્ટિફાઈડ કરવામાં આવ્યુ છે.અતુલને ભારતના છ ગામોમાંનું એક અને ગુજરાતનું પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બનવાનું શ્રેય મળ્યું છે.

Valsad તાલુકાનું અતુલ ગામ ગુજરાતમાં પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બન્યું,ગ્રામજનોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશના 6 ગામ પૈકી અતુલ પંચાયતને અમદાવાદમાં એવોર્ડ એનાયત કરાયો
  • ગુજરાતમાં પેહલા નંબરે આવ્યું અતુલ ગામ
  • પંચાયતના સભ્યો સરપંચ સહીત ગામ લોકોમાં ખુશીનો માહોલ

ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ IGBC દ્વારા 2024માં ગુજરાતમાં એક માત્ર અતુલ ગામને પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજનો એવોર્ડ મળ્યો છે.ગ્રીન પ્લેટિનમ વિલેજ એવોર્ડ માટે ભારતમાં જાહેર કરાયેલા 6 પૈકી વલસાડના અતુલ ગામનો સમાવેશ કરાયો હતો.જ્યારે ગુજરાતમાં વલસાડ જિલ્લાના અતુલને પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બનવાનો શ્રેય મળતાં આનંદની લાગણી ફેલાઈ.

અતુલ ગામે આ માપદંડોને પરિપૂર્ણ કર્યા

અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનનિસિપલ કમિશનર એન.થેન્નારસનના હસ્તે અતુલ ગ્રામ પંચાયતના સરપંચ વિક્રમ નાયકા અને ઉપસરપંચ દર્શલ દેસાઈને આ એવોર્ડ એનાયત કરાયો હતો.જે પ્રસંગે અતુલ કંપનીના જીએમ ગૌતમ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલની ટીમે અતુલ આવી હતી. જેમાં અતુલ ગામનું આરોગ્ય અને સ્વચ્છતા,સાફ સફાઈ,આરસીસી સહિતના રસ્તાઓ,એલઈડી સ્ટ્રીટલાઇટ, ગાર્બેજ ક્લેકશન,સેગ્રિગેશન, જળ સંગ્રહ, પાઇપલાઈન ગેસ, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, જળ સંરક્ષણ, ઉર્જા ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા, સામગ્રી સંસાધનો, સામાજિક સામુદાયિક ક્રિયાઓ, ગ્રીન ઇનોવેશન વગેરે જેવા પરિમાણોમાં મૂલ્યાંકન કરતા 100માંથી 83 ગુણ મળ્યા હતા.


ગુજરાતનું પ્રથમ ગામ

GBCએ CII ની પહેલ છે જેનો હેતુ ભારતને ટકાઉ બિલ્ટ પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે ઉચ્ચ પ્રતિનિધિઓમાં સ્થાન મેળવવાની સુવિધાઓ પ્રદાન કરવાનો છે.જેમાં ગામે ગામ આ સુવિધાઓ પૂરી પાડવામાં પ્રોત્સાહક ભૂમિકા ભજવી દેશને પર્યાવરણ,પ્રાથમિક સુવિધાઓ સહિતના ક્ષેત્ર ઉચ્ચ સ્તરે લઈ જવાનો છે. અને તેથી તે વિશિષ્ટતા ધરાવે છે.IGBC દ્વારા પ્રમાણિત પ્લેટિનમ કેટેગરીમાં ગ્રીન વિલેજ તરીકે સર્ટિફાઈડ કરવામાં આવ્યુ છે.અતુલને ભારતના છ ગામોમાંનું એક અને ગુજરાતનું પ્રથમ ગ્રીન પ્લેટિનમ વિલેજ બનવાનું શ્રેય મળ્યું છે.