Valsad: ખેડૂતોના હિતમાં બજેટમાં કૃષિ વિભાગ માટે 24,000 કરોડની જોગવાઈ : નરેશ પટેલ

Aug 17, 2026 - 02:00
Valsad: ખેડૂતોના હિતમાં બજેટમાં કૃષિ વિભાગ માટે 24,000 કરોડની જોગવાઈ : નરેશ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના 80મા સ્વતંત્રતા દિવસની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના નવરચિત નાનાપોંઢા તાલુકાના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે દેશના 80મા સ્વતંત્રતા દિવસની દેશદાઝની ભાવના સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. પ્રાસંગિક ઉદ્બોધન કરતા મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના પ્રયાસોને લઈને ભારત વિશ્વની ચોથી અને સૌથી ઝડપથી આગળ વધતી અર્થ વ્યાવસ્થા બની હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતની યુવા પેઢીના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણની બાબતમાં સતત પ્રયત્નશીલ છે. પેપર લીકના દૂષણને નાથવા, વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત પરીક્ષા પ્રણાલી ઊભી કરવા એન્ટિ-પેપર લીક બિલ મંજૂર કરવામાં આવ્યું છે. આજ રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત તેજ ગતિએ વિકાસની ક્ષિતિજો આંબી રહ્યું છે. ખેડૂતોનો ખેડૂતોના કલ્યાણ માટે વર્ષ 2026-27ના બજેટમાં કૃષિ વિભાગ માટે વિક્રમી રૂ. 24,000 કરોડથી પણ વધારેની જોગવાઈ કરવામાં આવી છે.

કિસાન સન્માન નિધિ હેઠળ વલસાડ જિલ્લામાં 194634 ખેડૂતોને રૂ. 2000 મુજબ 549 કરોડ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર આસ્થા સોલંકી અને સંગઠનના આગેવાનો તેમજ અધિકારી-પદાધિકારી અને નાનાપોંઢાના નગરજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. 25 લાખનો ચેક કલેકટરને અર્પણ કરાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0