Valsadમાં બરબાદીનો વરસાદ થતા પાક ગયો નિષ્ફળ, ખેડૂતો બન્યા પાયમાલ
વલસાડ જિલ્લામાં 75 હજાર હેક્ટરથી વધુ જમીનમાં વલસાડ જિલ્લામાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. નવરાત્રિથી પડેલા વરસાદને લઈને ડાંગરના તૈયાર પાકમાં નુકસાની પહોંચી હતી.જિલ્લામાં સૌથી વધુ પારડી, વાપી,કપરાડા, ધરમપુરના ખેડૂતોની ખેતીમાં ભારે નુકસાન થયું છે. જેને લઈને ધરમપુર અને કપરાડાના ધારાસભ્ય અને જિલ્લાના સાંસદે ખેડૂતોને સરકારમાં વળતર મળે તે માટેની રજૂઆત પણ પત્ર લખીને કરી છે.ડાંગરના પાકને નુકસાન છેલ્લા દસ દિવસથી પડેલા વરસાદને લઈને વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગને 100 એકરમાં 197 થી જેટલા ખેડૂતોને થયેલા નુકસાનીમાં યોગ્ય વળતર ચૂકવવા અરજી કરી છે.અરજી મળતા વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગે તલાટી સહિત અધિકારીની ટીમો બનાવી સર્વેની કામગીરી હાથધરી છે.રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં 15 ઓક્ટોબરથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. પાકને મોટું નુકસાન વરસાદની આગાહી બાદ 15 ઓક્ટોબરની બપોરથી વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વાર્તાવરણમાં પલટો આવ્યો હતો. 15 ઓક્ટોબરના રોજ ભારે પવન ફૂંકવાથી વલસાડ જિલ્લામાં 75 હજાર એકર જમીનમાં રોપણી કરેલા ડાંગર પૈકી 100 એકરથી વધુ એકર જમીનમાં નુકશાની પહોંચી હતી. ભારે પવન ફૂંકવાથી તૈયાર થઈ ગયેલા ડાંગરનો પાક ખેતરમાં પડી ગયો હતો. તૈયાર પાક નિષ્ફળ ગયો ગત ઓગષ્ટ મહિનામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત ત્રણ દિવસ સુધી પડેલ ભારે વરસાદને પગલે ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ બચેલ પાક તૈયાર થયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી એક વખત અતિભારે વરસાદ થતાં ખેડુતોને બીજી વખત આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો હતો અને હાલ બે વખત નુકસાની બાદ થોડો ઘણો પાક બચ્યો હતો .તે વિણવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યાં હતાં તે સમયે ફરી એક વખત તાજેતરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં ખેડૂતોના ખેતરમાં નહી પરંતુ તેમના નસીબમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને બાકી બચેલો મગફળી અને કપાસ સહિતનો પાક પણ તાજેતરમાં પડેલ વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડુતોની હાલત કફોડી બની છે. વરસાદને કારણે મગફળીનાં પાથરાનું ધોવાણ થયુ અને કપાસ સહિતનાં પાકને વરસાદ ને કારણે પારાવાર નુકસાન થયુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -