Ahmedabad: દિવાળી પૂર્વે ખરીદીનો માહોલ જામ્યો, ભદ્ર બજારમાં લોકોની ભારે ભીડ
દિવાળીના પર્વને શરૂ થવામાં હવે માત્ર 10 દિવસ બાકી છે, ત્યારે હાલમાં બજારમાં તમામ જગ્યાએ ગૃહિણીઓ નવા વર્ષમાં પોતાના ઘરને સજાવવા માટે ખરીદીમાં વ્યસ્ત છે અને અવનવી વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે.બજારમાં ભીડ જોઈ વેપારી વર્ગમાં ખુશીનો માહોલ ત્યારે અમદાવાદમાં પણ દિવાળી પૂર્વે ખરીદીનો માહોલ જામ્યો છે અને શહેરના ભદ્ર બજારમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ ઉમટી છે અને બજારમાં ભીડ જોઈને વેપારીઓમાં પણ એક ખુશી જોવા મળી રહી છે. બજારમાં કપડા, બૂટ, ક્રોકરી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે અને ગૃહિણીઓ ઘરની સજાવટ માટે તોરણ, દીવડા અને રંગોળીની પણ ધૂમ ખરીદી કરી રહી છે. ત્યારે હાલમાં ભદ્રકાળી બજારમાં કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ગૃહિણીઓ ઘરને સજાવવાની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયો છે અને આ દરમિયાન પણ લોકોએ બજારમાંથી ધૂમ ખરીદી કરી છે અને તે દરમિયાન પણ લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી હતી. ત્યારે હાલમાં હવે લોકો દિવાળીની ખરીદી કરવામાં લાગી ગયા છે અને ફટાકડા, મીઠાઈ, નવા વાહનો, મોબાઈલ, કપડા, બૂટ, અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. 31 ઓક્ટોબરે ઉજવાશે દિવાળી ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓક્ટોબરથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 29 ઓક્ટોબરે ધનતેરસ, 30 ઓક્ટોબરે કાળી ચૌદશ, 31 ઓક્ટોબરે દિવાળી અને લક્ષ્મી પૂજન, 2 નવેમ્બરે બેસતુવર્ષ અને 3 નવેમ્બરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે. શું છે લક્ષ્મી પૂજાનો શુભ સમય? ઘણા લોકો દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરે છે. ત્યારે આ વર્ષે લક્ષ્મી પૂજાનો શુભ સમય 31 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધીનો છે. તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓ મુજબ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને આ દિવસે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દેવી લક્ષ્મી દરેક ઘરમાં પધારે છે અને તેમના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે આશીર્વાદ પણ આપે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના પર્વને શરૂ થવામાં હવે માત્ર 10 દિવસ બાકી છે, ત્યારે હાલમાં બજારમાં તમામ જગ્યાએ ગૃહિણીઓ નવા વર્ષમાં પોતાના ઘરને સજાવવા માટે ખરીદીમાં વ્યસ્ત છે અને અવનવી વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે.
બજારમાં ભીડ જોઈ વેપારી વર્ગમાં ખુશીનો માહોલ
ત્યારે અમદાવાદમાં પણ દિવાળી પૂર્વે ખરીદીનો માહોલ જામ્યો છે અને શહેરના ભદ્ર બજારમાં ખરીદી કરવા લોકોની ભારે ભીડ ઉમટી છે અને બજારમાં ભીડ જોઈને વેપારીઓમાં પણ એક ખુશી જોવા મળી રહી છે. બજારમાં કપડા, બૂટ, ક્રોકરી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે અને ગૃહિણીઓ ઘરની સજાવટ માટે તોરણ, દીવડા અને રંગોળીની પણ ધૂમ ખરીદી કરી રહી છે. ત્યારે હાલમાં ભદ્રકાળી બજારમાં કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
ગૃહિણીઓ ઘરને સજાવવાની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયો છે અને આ દરમિયાન પણ લોકોએ બજારમાંથી ધૂમ ખરીદી કરી છે અને તે દરમિયાન પણ લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી હતી. ત્યારે હાલમાં હવે લોકો દિવાળીની ખરીદી કરવામાં લાગી ગયા છે અને ફટાકડા, મીઠાઈ, નવા વાહનો, મોબાઈલ, કપડા, બૂટ, અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
31 ઓક્ટોબરે ઉજવાશે દિવાળી
ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓક્ટોબરથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 29 ઓક્ટોબરે ધનતેરસ, 30 ઓક્ટોબરે કાળી ચૌદશ, 31 ઓક્ટોબરે દિવાળી અને લક્ષ્મી પૂજન, 2 નવેમ્બરે બેસતુવર્ષ અને 3 નવેમ્બરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.
શું છે લક્ષ્મી પૂજાનો શુભ સમય?
ઘણા લોકો દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરે છે. ત્યારે આ વર્ષે લક્ષ્મી પૂજાનો શુભ સમય 31 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10:30 વાગ્યા સુધીનો છે. તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓ મુજબ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને આ દિવસે લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ હોય છે. દેવી લક્ષ્મી દરેક ઘરમાં પધારે છે અને તેમના ભક્તોને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે આશીર્વાદ પણ આપે છે.